તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મન્ડે પોઝિટિવ:પુણાની સંસ્થાએ સુરતમાં સર્વજ્ઞાતિય સમૂહલગ્નની શરૂઆત કરી, કુલ 600 દીકરીઓના લગ્ન કરાવ્યા

સુરતએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 15 સંસ્થા સર્વજ્ઞાતિય સમૂહલગ્નની પ્રેરણા લીધી

વર્ષ 2002માં સુરતમાં સર્વજ્ઞાતિય સમૂહલગ્નના બીજ રોપ્યા હતા. ત્યારથી અત્યાર સુધી અલગ-અલગ જ્ઞાતિની 600 દીકરીઓના લગ્ન કરાવ્યા છે. બાદ અલગ-અલગ 15 સંસ્થાઓ સર્વજ્ઞાતિય લગ્ન કરાવ્યા લાગ્યા છે.

2002 પહેલા પણ સુરતમાં સમૂહલગ્ન થતા આવ્યા છે. પરંતુ અલગ-અલગ સમાજ દ્વારા પોતાના સમાજની દીકરીઓના લગ્ન કરાવ્યા હતા. અન્ય સમાજની દીકરીના લગ્ન બાબતે કોઈ વિચાર્યું ન હતું. તે સમયે 2001માં પુણામાં એક યુવતીએ આત્મહત્યા કરી લીધી હતી. તેમાં કારણ એવું હતું કે દીકરીની સગાઈ થઈ ગઈ પરંતુ તેના પિતા પાસે લગ્ન કરાવવા માટે રૂપિયા ન હતા. તે સમયે કોઈ પણ સમૂહલગ્નમાં તે દીકરીના લગ્ન થઈ શક્યા હોત પરંતુ એવું ન થયું. તેથી પુણાની સંસ્થાએ સર્વજ્ઞાતિય સમૂહ લગ્ન કરાવવાનું નક્કી કર્યું હતું. ત્યારથી અત્યાર સુધીમાં 600થી વધુ દીકરીઓના લગ્ન કરાવ્યા છે.

આ સંસ્થાના પ્રમુખ પ્રવિણ ભાલાળાએ જણાવ્યું હતું કે, 15 વર્ષમાં સંસ્થા સાથે 5 હજારથી લધુ લોકો જોડાઈને સ્વયંસેવક તરીકે સેવા આપી છે. 2000થી વધુ લોકોએ દાન કર્યું છે. સંસ્થા દાનથી મળેલી રકમમાંથી તમામ દીકરીઓને 50 હજાર રૂપિયાથી વધુનો ઘરવખરીનો સામાન આપે છે. કંકોત્રી પણ સંસ્થા જ છપાવીને આપે છે. આ સંસ્થાએ અત્યાર સુધી સુવર્ણ સમાજની 300 દીકરીઓ, ઓબીસી સમાજની 150 દીકરીઓ તેમજ એસસી-એસટી સમાજની 150 દીકરીઓના લગ્ન કરાવ્યા છે.

સમૂહલગ્નનો લાભ લેનારી કેટલીક દીકરીઓ અને તેમનો પરિવાર સંસ્થાને અન્ય સમૂહલગ્નના આયોજન માટે સારુ એવું દાન આપે છે. દાન આપનાર તરીકે પુત્રવધુનું નામ લખાવે છે. 2002થી 2019 સુધીમાં ક્યારેય કોઈ વિઘ્ન આવ્યું ન હતું. પરંતુ 2020માં કોરોના મહામારીના કારણે સમૂહલગ્નનું આયોજન કરી શકાયું નહતું. પરંતુ 2021માં મે મહિનામાં 51 દીકરીઓના લગ્ન કરાવવાના છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો