કોર્ટનો નિર્ણય:પૂણાની બાળકી પરના બળાત્કાર, હત્યામાં 5 દિવસમાં જ ટ્રાયલ પૂર્ણ

સુરત14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રેપ બાદ બાળકીની પછાડીને નિર્દયપણે હત્યા કરી નાંખી હતી

પૂણામાં રસ્તા પર પરિવારની સાથે સૂતેલી બાળકીનું અપહરણ કરી તેના પર બળાત્કાર અને સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય આચરનારા આરોપી સામેની ટ્રાયલ પાંચ જ દિવસમાં પુરી થઈ ગઈ છે. આજે બુધવારના રોજ સરકાર પક્ષે ક્લોઝિંગ પુરસિસ આપવામાં આવી હતી. સરકારે પુરાવાનો સ્ટેજ બંધ કરતાં હવે આગામી તારીખ 26મી મેના રોજ ફર્ધર સ્ટેટમેન્ટ લેવામાં આવશે. આ કેસમાં સરકાર પક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલા હાજર રહ્યા હતા.

21 દિવસ અગાઉ 5 વર્ષની બાળકી પોતાના પરિવાર સાથે પૂણા સ્થિત ફુટપાથ પર સૂઈ રહી હતી ત્યારે આરોપી લલનસિંગ મહેશસિંગ ગૌણ ત્યાં આવ્યો હતો અને ઉંઘી રહેલી બાળકીને ઉપાડી લઇ જઈ બળાત્કાર-સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય આચર્યં હતું, બાદમાં તેને પછાડી મોતને ઘાટ ઉતારી દીધી હતી.

જો કે, પોલીસ તપાસમાં આરોપીની ધરપકડ કરી લેવાઈ હતી અને તેની સામે ઝડપથી ચાર્જશીટ રજૂ કરી ટ્રાયલ પણ શરૂ કરી દેવામાં આવી હતી. પાંચ જ દિવસમાં 39 જેટલાં સાક્ષીઓ ચકાસાયા હતા. આજે બુધવાો તપાસ કરનાર અધિકારીની જુબાની લેવાઈ હતી. ઉપરાંત 55 પુરાવા પણ રજૂ કરાયા હતા.

સીસીટીવી ફૂટેજ સહિતના પુરાવા રજૂ કરાયા
આરોપી સામે જે 55 જેટલાં પુરાવા રજૂ કરવામાં આવ્યા છે તેમાં ગેઇટ એનાલિસિસ, મેડિકલ, સીસીટીવી સહિતના પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા. આ કેસની ટ્રાયલ ડે ટુ ડે ચાલી હતી.

અન્ય સમાચારો પણ છે...