કામગીરી:પૂણા બાળકી રેપ કેસમાં 55 પુરાવા રજૂ, 38ની જુબાની, 20 દિવસ અગાઉ રેપ બાદ હત્યા કરાઈ હતી

સુરત12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આજે તપાસ અધિકારીની જુબાની લેવાશે

પૂણામાં 20 દિવસ અગાઉ બાળકી પર રેપ- હત્યાના કેસમાં કોર્ટમાં કુલ 55 જેટલાં પુરાવા રજૂ કરવામાં આવ્યા છે અને અત્યાર સુધી 38 સાક્ષીઓની જુબાની લેવામાં આવી છે. હવે આજે બુધવારના રોજ તપાસ કરનાર અધિકારીની જુબાની લેવામાં આવનાર છે. સંભવત: આ કેસમાં પણ ઝડપથી નિર્ણય આવે એવી સંભાવના છે. આ કેસમાં પણ સરકાર તરફે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલા દલીલો કરી રહ્યા છે.

કેસની વિગત મુજબ, પૂણામાં ફુટપાથ પર સુતી બાળકીને આરોપી લલિનસિંગ મહેશસિંગ ગૌણ અપહરણ કરી ગયો હતો અને નજીકના ખુલ્લા ગ્રાઉન્ડ પર લઇ જઇને બાળકી સાથે બળાત્કાર-સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય આચર્યું હતંુ અને બાદમાં બાળકીને જમીન પર પટકીને તેની નિર્દયતાપૂર્વક હત્યા કરી નાંખી હતી. અલબત્ત, તપાસમાં આરોપીની ધરપકડ થઈ હતી અને 5 વર્ષની બાળાને ઝડપથી ન્યાય મળે એ માટે સ્પિડી ટ્રાયલ શરૂ કરાઈ હતી. ચાર્જશીટના બીજા જ દિવસે ચાર્જફ્રેમ કરવામાં આવ્યો હતો. અત્યાર સુધી 55 જેટલા પુરાવા રજૂ કરાયા છે જેમાં સાંયોગિક પુરાવા, મેડિકલ એવિડન્સ, એફએસએલ પુરાવાનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...