કાર્યવાહી:ઓઇલની ખરીદીમાં પૂણેના વેપારીએ 20.51 લાખની રકમ ગુમાવી, સુરતના 2ની ધરપકડ

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

ઓઇલની ખરીદી કરવામાં પૂણેના વેપારીએ 20.51 લાખની રકમ ગુમાવી છે. સેલ્સ એક્ઝિક્યુટીવ જીગ્નેશ સોલંકીએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ આપી છે. જેના આધારે પોલીસે ચીટીંગ અને આઈટી એક્ટનો ગુનો નોંધી બે ચીટરોને પકડી પાડ્યા છે.

પૂણેની પાર્ટીને ઈન્ડસ્ટ્રીઝમાં યુઝ થયેલા ઓઈલની ડિમાન્ડ હતી. આથી જીગ્નેશ સોલંકીએ શકીલખાનનો સંપર્ક કર્યો હતો. પછી શકીલખાનના રેફરન્સથી આરાધના ક્રીએશનના નીતેશ ભેસાણીયાએ સેલ્સ એક્ઝિક્યુટીવ જીજ્ઞેશ સાથે વાત કરી હતી.

બાદ પૂણેની પાર્ટીએ નીતેશની સાથે વાત કરી 25368 લીટર ઓઈલ મોકલવા 20.51 લાખ RTGS કર્યા હતા. જોકે, આરોપીઓએ ટેક્સ ઈનવોઇસની બોગસ રસીદ મોકલી હતી. પછી સુરતમાં રહેતો હોવાની ડંફાશ મારી માલ નહીં મળે તો 10 મિનિટમાં પેમેન્ટ પરત કરી દેવાની વાત કરી મોબાઇલ બંધ કરી દીધો હતો.

આથી મામલો સાયબર ક્રાઇમમાં પહોંચ્યો હતો. જેના આધારે પોલીસે તપાસ કરી નીતેશ પ્રાગજી ભેસાણીયા(39)(રહે,સુર્યદર્શન સોસા, વાવગામ, કામરેજ) અને રોહિત નંદલાલ પટોડીયા(31)(રહે,સમર્પણ રેસીડન્સી, સરથાણા)ની ધરપકડ કરી છે.

પોલીસે જણાવ્યું કે હજુ સૂત્રધાર અજય ભાગતો ફરે છે. રોહિત પટોડીયાની આરાધના ક્રીએશન છે અને રોહિતે નીતેશને પોતાનું એકાઉન્ટ આપ્યું અને નિતેશે આગળ અજયને આપ્યું હતું. પોલીસે 17 લાખ ફ્રીઝ કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...