આપઘાત:પુણાના રત્નકલાકારે કોવિડ સેન્ટર પર જઈ કહ્યું ‘મેં ઝેેર પીધું છે’, આખરે મોત

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • યુવકના આપઘાત પાછળનું કારણ હજી સુધી અકબંધ

પુણામાં રત્નકલાકાર યુવાને ઝેરી દવા પી જીવન ટુંકાવી લીધું હતું. ક્યાંક દવા પી લીધા બાદ યુવક નજીકના કોવિડ ટેસ્ટીંગ સેન્ટરમાં પહોંચ્યો હતો અને પોતે ઝેરી દવા પી લીધી હોવાની જાણ કરી હતી. જેથી યુવકને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં ટુંકી સારવાર બાદ તેનું મોત નિપજ્યું હતું.

આ ઘટના અંગે સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, જુનાગઢના વિસાવદરના કલસારી ગામના વતની અને પુણા ગામ સીતાનગર ચોકડી ચામુંડા નગર ખાતે રહેતા અશોકભાઈ પ્રવિણભાઈ વઘાસીયા(28)હીરાના કારખાનામાં કામ કરતા હતા. શનિવારે તેમણે કોઈક જગ્યાએ ઝેરી દવા પી લીધી હતી અને ત્યાર બાદ પુણા કેનાલ રોડ સાયોના પ્લાઝા પાસે કોવિડ ટેસ્ટિંગ સેન્ટરમાં જઈ ત્યા હાજર આરોગ્ય કર્મચારીઓને કહ્યું હતું કે, મેં ઝેર પીધું છે. જેથી પાલિકાના આરોગ્ય કર્મચારીઓએ તરત જ 108ને જાણ કરી તેમને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ તેમનું મોત નીપજવા પામ્યું હતું. બનાવની જાણ થતા પુણા પોલીસ સ્મીમેર હોસ્પિટલ દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી.

જોકે અશોકભાઈએ ક્યાં કારણસર આપઘાતનું પગલું ભર્યું તે પોલીસ જાણી શકી ન હતી. બનાવ અંગે પોલીસે અકસ્માત મોતની નોંધ કરી ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી રહી છે. યુવક હીરાના કારખાનામાં કામગીરી કરતો હતો.

ઉનમાં યુવકે ફાંસો ખાઈ આપઘાત કર્યો
ઉનમાં એક યુવકે ફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધું હતું. સચીન જીઆઈડીસી ઉન યોગશ્વર નગર ખાતે રહેતા અજીતસિંગ રાવત(29) કપડાની દુકાનમાં નોકરી કરતો હતો. શનિવારે રાત્રે પોતાના ઘરમાં ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. બનાવની જાણ થતા સચીન જીઆઈડીસી પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. જોકે અજીતસિંગે ક્યાં કારણસર આપઘાતનું પગલું ભર્યું તે પોલીસ જાણી શકી ન હતી. બનાવ અંગે સચીન જીઆઈડીસી પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...