નગરપાલિકા:લિંબાયત ઝોનના એકમોનું ગ્રીન માર્કિગ લિસ્ટ જાહેર, અધિકારીઓ અને ફોસ્ટાની મીટિંગ યોજાઈ

સુરત3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શુક્રવારે બપોરે 1 વાગ્યે ફોસ્ટાના પદાધિકારીઓએ પાલિકાના લિંબાયત ઝોનના અધિકારીઓ સાથે મીટિંગ કરી છે. જેમાં તા.1લી જુનથી ટેક્સટાઈલ માર્કેટ વિવિધ શરતોને આધીન શરૂ કરવા માટે પરવાનગી મળી છે. શુક્રવારે લિંબાયત ઝોનની કુલ 82 માર્કેટ અને ઈન્ડસ્ટ્રિયલ એકમોનું ગ્રીન માર્કિગ કરેલું લિસ્ટ જાહેર થયું છે. જેમાં કુલ 61 માર્કેટો શરૂ થઈ શકશે.

ફોસ્ટા પ્રમુખ મનોજ અગ્રવાલ જણાવે છે કે, મીટિંગમં સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક ફરજિયાત રાખવાનું સૂચન કરાયું છે. કન્ટેન્મેન્ટ ઝોનના કારીગરોને માર્કેટમાં પ્રવેશ અપાશે નહીં. તેવું સૂચન અધિકારીઓએ કર્યું છે. વતનથી આવનાર શ્રમિકોને ફરજિયાત 14 દિવસનું કોરેન્ટાઈનનું પાલન કરવાનું રહેશે. અમે કરેલા વર્ગીકરણમાં કુલ 61 જેટલી લિંબાયત ઝોનમાં આવતી માર્કેટો 1લી જુનથી કાર્યરત થઈ શકશે. ઉલ્લેખનીય છે કે, ગુરૂવાર સુધી કુલ 80 જેટલી માર્કેટોમાં સફાઈ અને સેનિટાઈઝેશનનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે.

સેન્ટ્રલ ઝોનમાં આવતી માર્કેટોની યાદી અપાઈ: સેન્ટ્રલ ઝોન રેસિડેન્સિયલ વિસ્તાર હોવાની સાથે જ તેને કોરોન્ટાઈન પણ કરાયું છે. જેથી શુક્રવાર સુધીમાં માર્કેટોનું ગ્રીન માર્કિંગ કરેલું લિસ્ટ જાહેર કરાયું નથી. આ અંગે ફોસ્ટા પ્રમુખે જણાવ્યું હતું કે, અમે સેન્ટ્રલ ઝોનમાં આવતી માર્કેટોની યાદી પાલિકામાં આપી છે. શનિવારે લિસ્ટ જાહેર કરવા સૂચન કરાયું છે.

મહિધરપુરા માટે આજે મીટિંગ બાદ નિર્ણય લેવાશે:  પાલિકા દ્વારા મહિધરપુરાને કન્ટેઈન્મેન્ટ ફ્રી કરી દેવાયું છે. ત્યારે સોમવારથી મહિધરપુરાની હીરાની ઓફિસો શરૂ થાય તે પહેલાં અમે શનિવારે મીટિંગ કરીને ક્યા નિયમોને આધીન રહીને કામ કરવું તે અંગે ચર્ચા કરવા મીટિંગ બોલાવી છે. તમામ હીરા ઉદ્યોગકાર 6 કલાકની પાળીમાં ઓફિસ કે એકમ શરૂ કરે તેવું અગાઉ સૂચન કર્યું છે.-બાબુ કથિરીયા, પ્રમુખ, સુરત ડાયમંડ એસોસિએશન

અન્ય સમાચારો પણ છે...