DB સ્પેશિયલ ઇન્ટરવ્યુ:સુરતમાં 3 મહિનામાં બે દુષ્કર્મીઓને ફાંસીના માચડે પહોંચાડનારા સરકારી વકીલ નયન સુખડવાલાએ કહ્યું, વાસના પીડિતોને તો ફાંસી જ થવી જોઈએ

સુરત7 મહિનો પહેલાલેખક: આશિષ મોદી
નયનભાઈ સુખડવાલાએ વકીલાતનાં 30 વર્ષની કારકિર્દીમાં 7 હજારથી વધુ કેસોમાં દલીલો કરી છે.
  • નયનભાઈએ વકીલાતનાં 30 વર્ષની કારકિર્દીમાં 7 હજારથી વધુ કેસોમાં દલીલો કરી છે

શિક્ષણમાં એવરેજ અને વકીલાતમાં અવ્વલ તરીકેની ખ્યાતિ મેળવનારા વકીલ નયનભાઈ સુખડવાલા વકીલાતનાં 30 વર્ષની કારકિર્દીમાં 7 હજારથી વધુ કેસોમાં દલીલો કરી અનેક ચકચારી કેસોમાં ફાંસી અને અંતિમ શ્વાસ સુધીની સજા અપાવવામાં સફળ થયા છે. તેમનું કહેવું છે કે સુરતના બે-બે ગેંગરેપ અને ડિંડોલી-પાંડેસરા બાળકી રેપના કેસના અભ્યાસ દરમિયાન રૂંવાડાં ઊભાં થઈ જાય એવી હકીકતોએ મજબૂત મનોબળથી લડવાની પ્રેરણા આપી છે. 25 હજારથી વધુ જામીનના કેસોમાં દલીલો કરી હોવાનું અને સફળ થયા હોવાનો એક અનુભવ યાદગાર રહ્યો છે.

ચકચારી કેસોમાં ફાંસી અને અંતિમ શ્વાસ સુધીની સજા અપાવવામાં સફળ થયા.
ચકચારી કેસોમાં ફાંસી અને અંતિમ શ્વાસ સુધીની સજા અપાવવામાં સફળ થયા.

ઘરેથી જ વકીલાતના દાવપેચ શીખ્યા
નયનભાઈએ જણાવ્યું હતું કે 1988માં બીકોમનો અભ્યાસ પૂર્ણ કરી વકીલાત તરીકેનો અભ્યાસ શરૂ કર્યો હતો. પિતા એક સિનિયર વકીલ હોવાથી કાયદાના દાવ-પેચનો અભ્યાસ ઘરમાંથી જ પ્રેક્ટિકલી મળી રહેતો હતો. 1992માં લૉનો અભ્યાસ પૂર્ણ કરી પિતા સાથે જ કારકિર્દીની શરૂઆત કરી હતી. સનદ મેળવ્યા બાદ કોર્ટમાં પગ મૂક્તા જ કારકિર્દીનો પ્રથમ કેસ 1994માં કોસંબા હત્યા કેસથી શરૂઆત કરી હતી. બચાવ પક્ષના વકીલ તરીકે 8-10 મહિનામાં જ તમામ પુરાવા કોર્ટમાં રજૂ કરી દલીલો પૂર્ણ કરી હતી. તમામ એટલે કે 5-6 આરોપીને કોર્ટે નિર્દોષ છોડ્યા હતા.

ડિંડોલી-પાંડેસરા બાળકી રેપના કેસના અભ્યાસ દરમિયાન રૂંવાડાં ઊભાં થઈ જાય એવી હકીકતતોએ મજબૂત મનોબળ કર્યું.
ડિંડોલી-પાંડેસરા બાળકી રેપના કેસના અભ્યાસ દરમિયાન રૂંવાડાં ઊભાં થઈ જાય એવી હકીકતતોએ મજબૂત મનોબળ કર્યું.

મફતમાં પણ કેસ લડ્યા
બીજો યાદગાર કેસ નાર્કોટિસનો લડ્યો હતા. આરોપીએ કોર્ટમાં જજ સાહેબને કહ્યું હતું કે મારી પાસે વકીલ રોકવાના પૈસા નથી, હું પૈસા આપી શકું એમ નથી, એટલે જજ સાહેબે મને કહ્યું હતું કે નયનભાઈ, તમે આ કેસ ફ્રીમાં લડશો, મેં હા પાડી કેસ અભ્યાસ માટે પેપર લીધા હતા. પોલીસનું પંચનામું અને સાક્ષીઓનાં નિવેદનને ક્રોસ કર્યાં હતાં. 20 કિલો ગાંજા કેસમાં આરોપી તરફથી દલીલો કરતાં કોર્ટે આરોપીને નિર્દોષ જાહેર કર્યો હતો.

વર્તમાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાથે નયનભાઈ સુખડવાલા.
વર્તમાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાથે નયનભાઈ સુખડવાલા.

નરેન્દ્ર મોદીએ સન્માન કર્યું
સુરતનો પ્રથમ 2009ના ગેંગરેપ કેસ વિશે જણાવતાં નયનભાઈએ કહ્યું હતું કે એ કેસ ક્યારેય નહીં ભુલાઈ, એક કિશોરીને ચાલતી કારમાં વાસના પીડિતોએ બળાત્કાર ગુજારી વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાઇરલ કરવાની ધમકી આપી હતી. એ ત્રણેય આરોપીને આજીવન કેદની સજા અપાવી મનને ટાઢક વળી હતી. એટલું જ નહીં, પણ સરકારે ફી પેટે આપેલી રકમમાં 11 હજાર ઉમેરી જે-તે સમયના મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન મોદીજીને કન્યા કેળવણીમાં આપી હતી. એ સમયે મોદીજીએ મારી લાઇફનો અમૂલ્ય ચેક કહી સન્માનિત કર્યા હતા.

1992માં લૉનો અભ્યાસ પૂર્ણ કરી પિતા સાથે જ કારકિર્દીની શરૂઆત કરી હતી.
1992માં લૉનો અભ્યાસ પૂર્ણ કરી પિતા સાથે જ કારકિર્દીની શરૂઆત કરી હતી.

3 દાયકાથી વકાલત કરે છે
30 વર્ષનું વકાલતનું કરિયર રહ્યું છે, જેમાં 21 વર્ષમાં 1800-2000 કેસોમાં સરકારી વકીલ તરીકે દલીલો રજૂ કરી છે.10 વર્ષ ખાનગી સાથે છેલ્લાં 30 વર્ષની વકીલાતમાં 5 હજારથી વધુ ખાનગી કેસોમાં દલીલો કરી કેસ પૂર્ણ કર્યા છે. સિવિલ, ચેક રિટર્ન, વીજળી ચોરી, જમીન, ધાડ-લૂંટ અને હત્યા કેસ સહિતના વિવિધ કેસોનો સમાવેશ થાય છે. બચાવ પક્ષ તરફથી કરેલી વકીલાતનો અનુભવ સરકારી વકીલ તરીકે દલીલોમાં સફળ થવા માટે કામ આવ્યો હોય એમ કહી શકાય છે. બચાવ પક્ષ કયો વાજબી બચાવ લઈ શકે એ અનુભવના આધારે કેસમાં કોઈ કચાસ ન રહી જાય એની તકેદારી રાખતા હોવાનું નયનભાઈ ઉમેરે છે.

કારકિર્દીનો પ્રથમ કેસ 1994માં કોસંબા હત્યા કેસથી શરૂઆત કરી હતી.
કારકિર્દીનો પ્રથમ કેસ 1994માં કોસંબા હત્યા કેસથી શરૂઆત કરી હતી.

હેવાનોને સજા કરાવી
સુરતમાં 2009-10માં સિરિયલ બોંબબ્લાસ્ટ કેસમાં અમદાવાદ કોર્ટમાં દલીલ માટે હાજર રહ્યા હતા. કામરેજ નક્સલી કેસમાં 3 આરોપીનો મુંબઈથી ટ્રાન્સફર વોરંટથી સુરત લાવવા કોર્ટમાં દલીલ માટે સરકાર દ્વારા ખાસ વકીલ તરીકે નિમણૂક કરી હતી. વલસાડ ગેગ રેપ 2010-11માં રાજ્ય સરકારે ખાસ સરકારી વકીલ તરીકેની નિમણૂક કરી જવાબદારી સોંપી હતી. સુરત 2013-14નો ડુમ્મસ ગેંગ રેપ કેસ દયનીય હતો. પીડિત યુવતીનો તેના ફિયાન્સ સામે જ રેપ કર્યો હતો. હવસખોરોએ પીડિત યુવતીના મોઢામાં ધૂળ-રેતીના ડૂચા મારી બળાત્કાર કર્યો હતો. પીડિત યુવતીને નગ્ન હાલતમાં છોડી કપડાં પણ સાથે લઈ ગયાં હતાં. એ કેસમાં છેલ્લા શ્વાસ સુધીની સજા સાંભળીને આનંદ થયો હતો. જોકે વાસનાના શિકારીઓની હેવાનિયત ભુલાઈ શકે એમ નથી.

નયનભાઈને પરિવારનો પૂરતો સપોર્ટ મળે છે.
નયનભાઈને પરિવારનો પૂરતો સપોર્ટ મળે છે.

હત્યારાઓને સજા કરાવી
વલસાડ 2014-15 ટ્રિપલ હત્યા કેસમાં સરકારી વકીલની પત્ની, દીકરી, અને છોકરાને મોતને ઘાટ ઉતારનાર જમાઈને સજા અપાવવા સરકાર દ્વારા ખાસ વકીલ તરીકે નિમણૂક કરાઈ હતી, જેમાં રેર ઓફ રે કેસ ગણીને જજ સાહેબે આરોપીના 5 વર્ષના દીકરાને ધ્યાનમાં લઈ ફાંસીને બદલે અંતિમ શ્વાસ સુધીની સજા આપી હતી.

કન્યા કેળવણીમાં આપેલા ચેકને જે-તે વખતે નરેન્દ્ર મોદીએ અમૂલ્ય કહ્યો હતો.
કન્યા કેળવણીમાં આપેલા ચેકને જે-તે વખતે નરેન્દ્ર મોદીએ અમૂલ્ય કહ્યો હતો.

ફાંસીની સજા અપાવી
લિંબાયત ચકચારી હત્યા કેસમાં આરોપી અનિલ યાદવને કોર્ટમાં દલીલો બાદ ફાંસીની સજા આપી હતી. હાઇકોર્ટે પણ આ સજાને કન્ફર્મ રાખી એ જ એક વકીલના જીવનની સાચી દિશાની કામગીરીનું પ્રમાણપત્ર કહી શકાય છે. ગુજસીટોકનો કાયદો અમલમાં આવ્યો ત્યારથી લઈ આજદિન સુધી દક્ષિણ ગુજરાતના ખાસ સરકારી વકીલ તરીકેની જવાબદારી નિભાવતા આવ્યા છે. 25 હજારથી વધુ જામીન અરજીઓમાં દલીલનો યાદગાર અનુભવ છે. નારાયણ સાઈ કેસમાં રાત્રે 12 વાગ્યા સુધી દલીલો ચાલી હતી. તક્ષશિલા કેસ સહિતના અનેક હાઈ-પ્રોફાઈલ કેસમાં દલીલોનો અનુભવ કોર્ટમાં લડવા મનોબળ મજબૂત બનાવતું આવ્યું હોવાનું નયનભાઈ કહે છે.

10 વર્ષ ખાનગી સાથે છેલ્લાં 30 વર્ષની વકીલાતમાં 5 હજારથી વધુ ખાનગી કેસોમાં દલીલો કરી.
10 વર્ષ ખાનગી સાથે છેલ્લાં 30 વર્ષની વકીલાતમાં 5 હજારથી વધુ ખાનગી કેસોમાં દલીલો કરી.

રૂંવાડાં ખડાં થઈ જાય એવા કેસ લડ્યા
નયનભાઈએ કહ્યું હતું કે 2017-18ના ડિંડોલીમાં સાડાચાર વર્ષની બાળકીના ચકચારી કેસ સાથે મારી તમામ ભાવનાઓ આજે પણ જોડાયેલી છે. દર્દનાક કિસ્સો, હવસખોરોએ બાળકીનાં આંતરડાં બહાર નીકળી જાય ત્યાં સુધી વાસનાની ભૂખ સંતોષી હતી. આખા કેસના અભ્યાસ દરમિયાન રૂંવાડાં ઊંભાં થઈ ગયાં હતાં. 9-9 ઓપરેશન કરવા પડ્યાં હતાં. ગુપ્તાંગના ભાગની વચ્ચેની દીવાલ તોડી નાખી હતી. આજે પણ બાળકી દયાનીય સ્થિતિમાં જીવવા મજબૂર છે. ગરીબ પરિવારની દીકરીને આજે પણ આર્થિક મદદ માટે તૈયાર રહું છું. ભલે, છેલ્લા શ્વાસ સુધીની સજા અપાવવામાં સફળ થયો હોવ, પણ તમામ હદ વટાવી બાળકીઓને શિકાર બનાવતા આવા વાસના પીડિતોને તો ફાંસી જ થવી જોઈએ.

સિવિલ, ચેક રિટર્ન, વીજળી ચોરી, જમીન, ધાડ-લૂંટ અને હત્યા કેસ સહિતના વિવિધ કેસ લડ્યા છે.
સિવિલ, ચેક રિટર્ન, વીજળી ચોરી, જમીન, ધાડ-લૂંટ અને હત્યા કેસ સહિતના વિવિધ કેસ લડ્યા છે.

બાળકીઓના કેસ ઈમોશન સાથે જોડાયા
2021 પાંડેસરા 2 વર્ષની બાળકી રેપ કેસ મારા ઇમોશનલ સાથે જોડાયેલો છે. રમતી બાળકીને ઉપાડી જઇ બળાત્કાર બાદ હત્યા કરી બિનવારસી ફેંકી દેવાઈ હતી. મેડિકલ તપાસમાં બાળકીનાં આંતરડાં બહાર આવી ગયાં હતાં. મૃતદેહને સડો લાગી ગયો હતો. શરીરમાં જીવાત પડી ગઈ હતી. ફાંસી કરતાં કોઈ વધારે દર્દનાક સજા હોય તો એ અપાવવા માટે પણ પ્રયાસ કર્યો હોત.

તણાવ દૂર કરવા ગીતો ગાય છે
નયનભાઈ સુખડવાલાએ જણાવ્યું હતું કે ચકચારી કેસોમાં મોડી રાત સુધી, એટલે કે 14-16 કલાક લેટેસ્ટ જજમેન્ટ શોધી અભ્યાસ કરવામાં નીકળી જાય છે. પછીના સમયમાં 4-6 કલાકની જ ઊઘ મળે છે. જે કોર્ટમાં દલીલ અને સજા અપાવવામાં ઘણો મદદરૂપ થાય છે. ત્યાર બાદ માનસિક તણાવ વચ્ચે ગીત-સંગીત તણાવમુક્ત કરવામાં મદદરૂપ થતાં હોવાથી જૂનાં ગીતો ગાઈને સેલ્ફ કોન્ફિડન્સ વધારું છું. આવું કરવાથી પ્રેઝન્સ ઓફ માઈન્ડ અને યાદશક્તિ વધે છે.