વ્યવસ્થા:લગ્નપ્રસંગની હવે માત્ર ડિજિટલ વેબ પોર્ટલ પર જાણ કરવી પડશે

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કલેકટર કે પોલીસની પરવાનગી મેળવવાની જરૂર નથી

કોરોના વાયરસના સંક્રમણનું પ્રમાણ સતત વધી રહ્યું હોવાથી રાજય સરકાર દ્વારા લગ્ન સમારોહમાં પણ મહત્તમ 150 મહેમાનોને જ બોલાવવાની ખાસ ગાઇડલાઇન જાહેર કરી દેવામાં આવી છે. આ સંજોગોમાં પોલીસ કે પછી જિલ્લા કલેકટરની પરવાનગી મેળવવાની જરૂર નથી, પણ ડિજિટલ ગુજરાતની વેબસાઇટ ઉપર જાણ કરવી જરૂરી બનશે. જિલ્લા કલેકટર કચેરી ખાતેથી પ્રાપ્ત વિગતો મુજબ, વર્તમાન સમયમાં લગ્ન સમારોહમાં માત્ર 150 મહેમાનોની બોલાવવાની ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે.

જેને પગલે લોકોમાં જોવા મળી રહેલી મૂંઝવણ વચ્ચે પોલીસ કે પછી જિલ્લા કલેકટરની પરવાનગી લેવાની કોઇ જરૂર ન હોવાનું જણાવવામાં આવ્યું છે અને માત્ર ડિજિટલ ગુજરાતની વેબ પોર્ટલ ઉપર લગ્ન સમારોહ અંગેની જાણકારી ફરજિયાત આપવાનું જણાવવામાં આવ્યું છે. જેથી લોકોને પોલીસ અને કલેકટર કચેરીના ધક્કા ખાવામાંથી મુક્તિ મળશે.

અન્ય સમાચારો પણ છે...