તૈયારીઓ પર પાણી ફરી વળ્યું:સુરતમાં મેડિકલ કોલેજ સહિતના લોકાર્પણ મોકૂફ, કેન્દ્રીય આરોગ્ય મંત્રી માંડવિયા અગમ્ય કારણોસર દિલ્હી જતાં રહેતા છેલ્લી ઘડીએ કાર્યક્રમો રદ્દ

સુરત5 મહિનો પહેલા
કાર્યક્રમ રદ્દ થતાં સિવિલના સ્ટાફે મંત્રી વગર ફોટોસેશન કરાવ્યું હતું. - Divya Bhaskar
કાર્યક્રમ રદ્દ થતાં સિવિલના સ્ટાફે મંત્રી વગર ફોટોસેશન કરાવ્યું હતું.
  • ધારાસભ્ય સહિતના લોકો સિવિલ પર આવી ગયા બાદ મંત્રી અચાનક દિલ્હી જતાં રહ્યાં

સુરતમાં આજે કેન્દ્રીય આરોગ્ય-પરિવાર કલ્યાણ, રસાયણ અને ખાતર વિભાગના મંત્રી મનસુખભાઈ માંડવીયાના હસ્તે નવી સિવિલ હોસ્પિટલના પરિસરમાં નવનિર્મિત મેડિકલ કોલેજના ભવનનું લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવમાં આવ્યું હતું. જેને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી હતી. જોકે એકાએક દિલ્હી જવાનું થતા તમણે તમામ કાર્યક્રમ મોકૂફ રાખી દીધા હતાં. તમામ તૈયારીઓ બાદ છેલ્લી ઘડીએ કાર્યક્રમ રદ્દ થતાં લોકો મૂંજવણમાં મૂકાયા હતાં.

દિવસભરના કાર્યક્રમો મોકૂફ રહ્યા
મનસુખ માંડવિયાના દિવસભરના વિવિધ કાર્યક્રમોનું આયોજન હતું. અલથાણ, ભીમરાડ ખાતે સ્વ.પદ્માબેન એચ. હોજીવાલા મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલના ભૂમિપૂજન કાર્યક્રમમાં મંત્રી વગર સંપન્ન તયો. બપોરે 12.00 વાગ્યે બારડોલી તાલુકાના ટુંડી ગામના એડન હોમ્સ ખાતે ઉત્તર ગુજરાત 42 લેઉવા પાટીદાર સમાજ આયોજિત સ્નેહમિલનમાં હાજરી આપવાના હતા. સાંજે કતારગામ, આંબાતલાવડી રોડ ખાતે પાટીદાર સમાજની વાડીના સભાખંડમાં સરદારધામ આયોજિત 'યુવા સંગ વિચાર સંગોષ્ઠિ' કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના હતા.

સિવિલમાં લોકો કાર્યક્રમને લઈને એકઠા થઈ ગયા હતાં.
સિવિલમાં લોકો કાર્યક્રમને લઈને એકઠા થઈ ગયા હતાં.

અચાનક મંત્રી દિલ્હી જતા રહ્યા
આજે વહેલી સવારે જ એક કાર્યક્રમ સ્થગિત છતાં કયા કારણથી કાર્યક્રમોને મોકૂફ રખાયા છે. તે અંગે પણ કોઈ માહિતી આપવામાં નથી. આવી સૂત્રોના કહેવા પ્રમાણે દિલ્હી અગત્યની મીટીંગમાં હાજર થવા માટે તેઓ દિલ્હી રવાના થઇ ગયા હોય તેવી માહિતી મળી રહી છે. જોકે કાર્યક્રમ રદ્દ થયો છે. એવું કેટલાક ધારાસભ્યોને પણ જાણ ન હતી. સિવિલ તંત્રને પણ તેની જાણ સવારે જ કરવામાં આવી હતી. કેટલાક ધારાસભ્યો ત્યાં કાર્યક્રમમાં હાજરી આપવા માટે પહોંચ્યા ત્યારે તેમને આ અંગે માહિતી મળી હતી કે, કાર્યક્રમ રદ્દ થઇ ગયા છે.