હુકુમ:નિવેદન લખાવવા નહીં જતાં PSI એમજી મકવાણા સસ્પેન્ડ, હીરા મેનેજરના આપઘાત કેસમાં નવો વળાંક

સુરત21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહિધરપુરાના PIની કંટ્રોલરૂમમાં બદલી

કતારગામમાં હીરા મેનેજરના આપઘાત કેસમાં પોલીસ સમક્ષ નિવેદન લખાવવા હાજર ન રહેતા પીએસઆઈ એમ.જી.મકવાણાને પોલીસ કમિશનરે સસ્પેન્ડ કરી દીધો હતો. બીજી તરફ મહિધરપુરા પીઆઈ આર.કે.ધુળીયાની પણ કંટ્રોલરૂમમાં બદલી કરી તેમના સ્થાને કંટ્રોલરૂમના પીઆઈ એ. જે. ચૌધરીને મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં મુકવામાં આવ્યા છે.અગાઉ આ કેસમાં પોલીસ કર્મચારી પરબત વાઢેરને સસ્પેન્ડ કરી દીધો હતો. હાલમાં પરબત વાઢેર(આહીર) ફરાર છે. હીરા મેનેજરના આપઘાતને લઈ સિંગણપોર પોલીસે પરબત વાઢેર અને હીરા માલિક વિપુલ મોરડીયા સામે આત્મહત્યાની દુષ્પેરણાનો ગુનો દાખલ થયો હતો.

સામાન્ય લોકોની અરજીની તપાસ કરવામાં પોલીસ સમય લગાવી દેતી હોય છે ત્યારે મહિધરપુરા પોલીસના પીએસઆઈ એમ.જી.મકવાણાએ હીરા માલિકની અરજી લઈ તાત્કાલિક તપાસનો દૌર શરૂ કરી હીરા મેનેજરને રાત્રે ઊંચકી લાવી હતી. પોલીસે રાત્રે હીરા મેનેજર મુકેશ સોજીત્રાને ટોર્ચર કરી માર માર્યો હતો. પોલીસના ડર અને બદનામીને કારણે હીરા મેનેજરે આપઘાત કરી લીધો હતો. આ કેસમાં ે પરબત વાઢેર અને હીરા માલિક વિપુલ મોરડીયા સામે આત્મહત્યાની દુષ્પેરણાનો ગુનો દાખલ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...