સુરત:પાલિકાની શાળાના રાહત કેન્દ્રમાં હિજરત કરતા શ્રમજીવીઓને આશરો આપ્યો પણ સુવિધાની માંગ

સુરત2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલિકા સંચાલિત શાળા ક્રમાંક 144માં 37 જેટલા લોકોને રાખવામાં આવ્યા છે
  • શાળાનો દરવાજો રાત્રે 8 બંધ અને સવારે 8 વાગ્યે ખુલે
  • શાળામાં સૂવા માટે ખુલ્લામાં વ્યવસ્થા કરવામાં આવી છે

સુરતઃ 21 દિવસના લોકડાઉનને લઈને શ્રમજીવીઓ હિજરત કરી રહ્યા છે. ત્યારે મહાનગર પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની તમામ 340 શાળાઓમાં રાહત કેન્દ્રો શરૂ કરવા મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ સુચના આપી છે. આ તમામ શાળાઓમાં જરૂર પડે એમ 24 કલાક રાહત કેન્દ્રો કાર્યરત કરવામાં આવી રહ્યા છે. જેમાં અત્યાર સુધીમાં 500થી વધુ શ્રમજીવીઓએ આશ્રય લીધો છે. પાલિકા સંચાલિત શાળા ક્રમાંક 144માં 37 જેટલા લોકોને રાખવામાં આવ્યા છે. તેઓએ જણાવ્યું હતું કે, અમને અહીં આશરો આપવામાં આવ્યો તે સારી બાબત છે. જોકે, રહેવાની અને નહાવાની થોડી વધુ સુવિધા આપવી જોઈએ.

માસ્કની માંગ કરાઈ છે
ચોર બજાર વિસ્તારમાં આવેલી સુરત પાલિકા સંચાલિત શાળા ક્રમાંક 144માં 37 જેટલા લોકોને રાખવામાં આવ્યા છે. જેમાં કેટલાક શ્રમજીવીઓની તબિયત ખરાબ હોવાનું પણ જાણવા મળ્યું છે. જ્યારે શ્રમજીવીઓએ જણાવ્યું હતું કે, અહીં આશરો આપવામાં આવ્યો છે. રાત્રે 8 વાગ્યે દરવાજો બંધ થઈ જાય છે અને સવારે 8 વાગ્યે ખુલે છે. શાળાની ખુલ્લી જગ્યામાં તમામને રાખવામાં આવ્યા છે. સૂવા માટે ગાદલા કે ચાદર પણ અપાઈ નથી. નહાવા માટે સાબુ પણ આપ્યા નથી. ગત રોજ માસ્કની માંગ કરી હતી જે અત્યાર સુધી આપવામાં આવ્યા નથી. અમારી સુવિધા માટે 24 કલાક શિક્ષકો હાજર રહે છે પણ તેમના હાથમાં પણ કંઈ નથી. જેથી અમને થોડી સુવિધા પુરી પાડવામાં આવે તેવી માંગ છે.

અન્ય સમાચારો પણ છે...