તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:સુરતમાં વેસુની વ્હાઇટ લોટસ સ્કૂલે ફી બાબતે દબાણ કરતા વાલીઓનો વિરોધ

સુરત10 મહિનો પહેલા
ફી નહી ભરો તો અમે શાળા બંધ કરી દેવાનું સ્કૂલ સંચાલકો કહેતા હોવાનું વાલીઓએ જણાવ્યું - Divya Bhaskar
ફી નહી ભરો તો અમે શાળા બંધ કરી દેવાનું સ્કૂલ સંચાલકો કહેતા હોવાનું વાલીઓએ જણાવ્યું
  • સ્કૂલોની ફી બાબતે વધુ એક શાળાના વાલીઓ મેદાનમાં આવ્યા
  • ફી ભરશો તો જ પરીક્ષામાં બેસવા દેવાનું કહેવાયું હોવાનો આક્ષેપ

શહેરના વેસુ વિસ્તારની વ્હાઇટ લોટસ સ્કૂલની મનમાની સામે આવી છે. સ્કૂલ દ્વારા ફી બાબતે દબાણ કરાઈ રહ્યું હોવાનું હવે વાલીઓ કહી રહ્યા છે. જેને લઈ મોટી સંખ્યામાં આજે વાલીઓ સ્કૂલ બહાર વિરોધ કરવા મજબૂર બન્યા છે. સુરતમાં સ્કૂલોની ફી બાબતે વધુ એક શાળાના વાલીઓ મેદાનમાં આવતા અનેક પ્રશ્નો ઉભા થયા છે.

ફી ભરશો તો જ તમારા બાળકનું સેમેસ્ટર ચાલુ કરવા વાલીઓને કહેવાયું
એકતા મુકતા(વાલી)એ જણાવ્યું હતું કે, શાળામાં ફી મુદ્દે વધુ પડતું દબાણ કરાઈ રહ્યું છે. પરંતુ અમે ફી શું કામ ભરીએ, અભ્યાસને લગતું બધું જ કામ વાલીઓ કરી રહ્યા છે. બાળકોને અમે ભણાવીએ છીએ, ચાલો માની લઈએ ફી ભરવા પણ તૈયાર છે. પણ ફી નિયમ કરતા વધુ ભરવા કહેવાય રહ્યું છે. ફીને લઈ શાળામાં બાળકો સાથે ભેદભાવ કરાઈ રહ્યો છે. ફીને લઈ ઓનલાઇન અભ્યાસ પણ બંધ કરી દેવાયો છે. જો તમે ફી ભરશો તો જ તમારા બાળકનું સેમેસ્ટર ચાલુ કરીશું અને તેને પરીક્ષામાં બેસવા દઈશું એમ કહેવાય રહ્યું છે. આ સાથે આવું જ કરતા રહેશો તો આવતા વર્ષમાં પ્રમોટ પણ ન થાય એમ કહી રહ્યા છે.

ફી મુદ્દે માનસિક ત્રાસ આપી રહ્યા છેઃ વાલી
શ્યામ સોની (વાલી) એ જણાવ્યું હતું કે, હંમેશા ફી મુદ્દે માનસિક ત્રાસ આપી રહ્યા છે. ધમકીઓ પણ આવી રહી છે. કેમ્પસ ગેટ બંધ કરી દઈશું એમ કહી રહ્યા છે. પરીક્ષા નહીં લઈએ એમ કહી વ્યક્તિગત વાલીઓને ટાર્ગેટ કરાઈ રહ્યા છે. હાઇકોર્ટનો જે કોઈ પણ નિર્ણય આવે તે માન્ય રાખીશું અને શાળા પણ માન્ય રાખશે એવી આશા છે. કોર્ટના નિર્ણય બાદ જે ફી નક્કી થાય એ ભરવા તૈયાર છીએ. શાળા સંચાલકો કહે છે ફી નહી ભરો તો અમે શાળા બંધ કરી દઈશું.

થોડા દિવસ પહેલા 3 શાળાની સામે વિરોધ થયો હતો
શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી શાળાઓ સામે વાલીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. કોરોના કાળમાં વાલીઓ ફી ન ભરી શકતા હોવાના બહાના ધરીને વિરોધ કરી રહ્યાં છે. બીજી તરફ શાળાઓ દ્વારા ફી ન ભરનારના ઓનલાઈન એજ્યુકેશન બંધ કરી દેવામાં આવ્યાં છે. દરમિયાન 8 દિવસ પહેલા અગ્રવાલ, એસડી જૈન અને ઉમરીગર શાળાના વાલીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં ફી માટે દબાણ કરવામાં આવ્યું હોવાનું વાલીઓએ જણાવ્યું હતું.