તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હોબાળો:સ્મીમેરમાંથી 45 હંગામી કર્મીને છૂટા કરાતાં વિરોધ

સુરત18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનામાં હંગામી ધોરણે ભરતી કરાયા હતા
  • સ્મીમેર, પાલિકા કચેરીએ ટોકનરૂપી ધરણાં

કોરોનાકાળ દરમિયાન સ્થિતિ ખૂબ જ વિકટ બની હતી તે સમય દરમિયાન સ્મીમેર હોસ્પિટલમાં વોર્ડ બોય અને આયા તરીકે હંગામી ધોરણે એપ્રિલ મહિનામાં 45 જેટલા કર્મચારીઓ લેવાયા હતા. તેમને કોરોનાકાળ દરમિયાન વોર્ડ બોય અને આયા તરીકેની કામગીરી આપવામાં આવી હતી. જો કે, તેમને અચાનક છૂટા કરી દેવાનો નિર્ણય કરાતા કર્મચારીઓએ રોષ વ્યક્ત કર્યો હતો. સ્મીમેર અને પાલિકા કચેરીએ કર્મચારીઓએ ધરણાં કર્યાં હતાં. કર્મચારીઓને એપ્રિલ 2021માં લેવાયા હતા ત્યારબાદ જુલાઈ મહિનામાં ફરી રિન્યુ કરીને કોરોના કામગીરી માટેનો કોન્ટ્રાક્ટ પણ રિન્યુ કરાયો હતો.

આ કોન્ટ્રાક્ટ આવતા મહિને પૂર્ણ થઇ રહ્યો છે. તેમ છતાં સપ્ટેમ્બર મહિનામાં છૂટા કરી દેવા માટેનો નિર્ણય લેવાતાં કર્મચારીઓએ હોબાળો મચાવી દીધો હતો. છૂટા કરાયેલા કર્મચારી કરણ રાજપૂતે જણાવ્યું કે અમને જ્યારે લેવાયા હતા ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે કોરોના કામગીરી જ્યાં સુધી ચાલશે ત્યાં સુધી તમને ફરજ ઉપર રાખવામાં આવશે. સપ્ટેમ્બર 30 તારીખ સુધીનો કોન્ટ્રાક્ટ કર્યો હતો. છતાં પણ અમને એક મહિના પહેલાં જ છૂટા કરાયા છે.

અન્ય સમાચારો પણ છે...