તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Protesting, The MLA Said, "If The Places Where The Infection Spreads Are Opened, Then Why Is The Open Air Beach Closed?"

ડુમસ મામલે સુરત પાલિકાનો ડુમો:ધારાસભ્યએ વિરોધ કરતા કહ્યું, ‘ચેપ ફેલાય તે સ્થળો ખોલી દેવાયા, તો ખુલ્લી હવા આપતો બીચ બંધ કેમ?’

સુરત25 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પાલિકાને ટિકિટની આવક થતી હોય તેવા ફરવાના સ્થળો ખુલ્લા, ફ્રીમાં ફરવા મળતો ડુમસ બીચ ફરી વિક-એન્ડમાં બંધ
  • કોરોના કેસ ઘટી રહ્યા હોવા છતાં પણ સતત ત્રીજા વીક-એન્ડમાં ડુમસ બીચ બંધ રહેતાં સહેલાણીઓમાં આક્રોશ
  • બીચ બંધ રાખવો અયોગ્ય, ચોપાટી નજીક ભજીયાવાળાઓ છૂટ ને બિચ પર મકાઈવાળાને તાળાબંધી

સુરતીઓ માટે વીક-એન્ડમાં હરવા ફરવા માટેનું એકમાત્ર સ્થળ ડુમસ બીચ સતત ત્રીજા વીકએન્ડ પર પણ બંધ રહેશે. પાલિકાએ બીચ ખોલવા અંગે કોઇ નિર્ણય નહીં લેતા આ વીકએન્ડ ઉપર પણ સુરતીઓ ડુમસ બીચ પર નહીં જઈ શકશે. પરવાનગી નહીં હોવાથી પોલીસ સહેલાણીઓને બીચ પર જતા અટકાવી દે છે. આ અંગે ધારાસભ્યથી લઈ સાંસદ સુધી તમામને રજૂઆત કરાઈ હોવા છતાં વીકએન્ડ પર બીચ ખોલવા અંગે કોઇ નિર્ણય લેવાયો નથી.

બીજી તરફ પાલિકાના તમામ બાગ-બગીચા, મોલ, મલ્ટીપ્લેક્ષ સહિતના સ્થળોને ખોલી દેવાયા છે તો બીચ કેમ બંધ રાખવામાં આવ્યો છે એવી ફરિયાદ લોકોમાં ઉઠી રહી છે. પાલિકાના આ વલ‌ણનો વિરોધ કરતા ધારાસભ્ય ઝંખના પટેલે કહ્યું હતું કે, જ્યાંથી ચેપ ફેલાય છે તે તમામ સ્થળો ખોલી દેવાયા છે તો ખુલ્લી હવા આપતો બીચ કેમ બંધ કરાયો છે? બીજી બાજુ મેયર હેમાલી બોઘાવાલાએ કહ્યું હતું કે, લોકોના સ્વાસ્થ્યને લઈ બીચ બંધ કરાયો હતો. પ્રયત્ન ચાલુ છે. ઝડપી ખોલાવીશું. શહેરમાં કોરોનાના કેસો સતત ઘટી રહ્યા છે જેને પગલે સિટી બસ, મોલ, મલ્ટીપ્લેક્ષ સહિતના તમામ સ્થળોને ખોલી દેવાયા છે. પરંતુ હજુ સુધી ડુમસ બીચ ન ખોલાતા લોકોમાં રોષ ફેલાયો છે.

પાલિકા કહે છે કે, અમે જોઈએ કે કેટલું પબ્લિક થાય છે બાદ ખોલીશું
ચોપાટી ઉપરના વિસ્તારમાં ભજીયાની લારીઓ ખુલ્લી રખાઈ છે. એટલે જ્યાં બિચ છે ત્યાં મકાઈ વેચનારાનું બંધ છે જ્યારે ભજીયા વેચાઇ છે તે બધું પાછું ખુલ્લું રખાયું છે જેથી લેખિત અરજી કરી છે. પાલિકા કહે છે કે અમે જોઈએ કે કેટલું પબ્લિક થાય છે ત્યાર બાદ ખોલીશું તેમ કહે છે.’ - ઝંખનાબેન પટેલ, ધારાસભ્ય

સ્વાસ્થ્યને લઈને બંધ હતો, પ્રયત્ન કરીએ છીએ ઝડપી ખોલાવીશું
ડુમસ બિચ હરવા ફરવા માટે વિક એન્ડમાં ખુલ્લો રાખવો જોઈએ, પરંતુ કોરોનાને લીધે લોકોના સ્વાસ્થ્ય માટે કાળજી લેવા તંત્રએ બંધ રાખ્યો છે. પરંતુ હવે અમે પ્રયત્ન કરીએ જરૂર પડશે તો પોલીસી બનાવીને ઝડપી ઉકેલ લાવવામાં આવશે.’ - હેમાલીબેન બોઘાવાલા, મેયર

બિચ હવે બંધ ન રાખવો જોઈએ ઝડપથી ખુલે તેવા પ્રયત્નો કરાશે
શહેરમાં બધું જ ખુલી ગયું છે તો બિચ પણ શનિ-રવિ અને રજાના દિવસોમાં બંધ રાખવો ન જોઈએ ખોલવો જોઈએ, આ અંગે તપાસ કરી લઉં છું અને જેમ બને તેમ ઝડપથી બિચ ખુલે અને શહેરીજનોને વિક એન્ડ માં બિચ પર હરવા ફરવા જવા મળે તેવા પ્રયત્નો કરાશે.’ - પરેશ પટેલ, સ્ટેન્ડિંગ ચેરમેન

ઝોન કક્ષા થી લઈ કમિશનર, ચેરમેનને આ અંગે રજુઆત કરાશે
કોરોના નરમ પડી ગયો છે અને બધું જ ખુલી ગયું છે ત્યારે શનિ-રવિ અને જાહેર રજાઓમાં તો બિચ ખુલવો જોઈએ, જે નિયમ છે તેનું પાલન કરાવીને પણ બિચ તો શરૂ કરાવો જોઈએ. એકમાત્ર ફરવાનું સ્થાન ડુમસ છે. રજૂઆત કરી બિચ ઝડપથી ખોલવા પ્રયત્નો કરીશું.’ - દિપેશ પટેલ, વોર્ડ-22,કોર્પોરેટર

અન્ય સમાચારો પણ છે...