તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Opposition Councilors Protesting Against The Rulers On Issues Including Online Meeting In Surat Municipality Were Produced In Court After The Arrest, Your Activists Staged Demonstrations.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:સુરત પાલિકામાં ઓનલાઈન સભા સહિતના મુદ્દે શાસકોનો વિરોધ કરતા વિરોધ પક્ષના કાઉન્સિલરોની ધરપકડ બાદ કોર્ટમાં રજૂ કરાયા, આપના કાર્યકરોએ દેખાવો કર્યા

સુરત2 મહિનો પહેલા
કોર્ટ પરિસર બહાર આપના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
  • લાલગેટ પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવેલા નગર સેવકોને કોર્ટમાં લઈ જવાયા

સુરત મહાનગર પાલિકાના શાસકો દ્વારા ઓનલાઇન બજેટ સભા રાખવામાં આવતા આપના કોર્પોરેટરોએ ઓફલાઇન સભા, સોનાની લગડી જેવી જમીન પાણીના ભાવે પધરાવાના ભાજપ શાસકોના નિર્ણય તેમજ પાણી બિલના મુદ્દે પાલિકાની મુગલીસરા સ્થિત મુખ્ય કચેરી સમક્ષ ભારે વિરોધ કરતા અફરાતફરી મચાવી હતી. જેથી વિરોધ કરતાં આપના કાઉન્સિલરની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ દ્વારા આજે કાઉન્સિલરોને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં હતાં. એ વખતે કોર્ટ પરિસર બહાર આપના કાર્યકરોએ ભાજપની તાનાશાહી હોવાની નારેબાજી કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.

લાલગેટ પોલીસ સ્ટેશનથી કાઉન્સિલરોને કોર્ટ લઈ જવામાં આવ્યાં હતાં.
લાલગેટ પોલીસ સ્ટેશનથી કાઉન્સિલરોને કોર્ટ લઈ જવામાં આવ્યાં હતાં.

લાલગેટથી કોર્ટ લઈ જવાયા
આમ આદમી પાર્ટીના કાઉન્સિલર દ્વારા મંગળવારે ઉગ્ર વિરોધ કરનારા કાઉન્સિલરની ધરપકડ કરવામાં આવી હતી.લાલગેટ અને કતારગામ પોલીસ સ્ટેશનમાં કાઉન્સિલરને રાખવામાં આવ્યાં હતાં. જેમાં સવારે લાલગેટ પોલીસ મથકે ધરપકડ થયેલા કાઉન્સિલરને કોર્ટમાં રજૂ કરવા માટે પોલીસ લઈ ગઈ હતી.

કોર્ટ બહાર આપના કાર્યકરો નારેબાજી કરવામાં આવી હતી.
કોર્ટ બહાર આપના કાર્યકરો નારેબાજી કરવામાં આવી હતી.

કોર્ટ પરિસર બહાર વિરોધ
કોર્ટ પરિસર બહાર આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આપના કાર્યકરોએ ભાજપની તાનાશાહી અને ગુંડાગર્દીનો વિરોધ કરવામાં આવ્યો હતો. આપના કાર્યકરોએ કહ્યું કે, ભાજપની તાનાશાહી ચાલી રહી છે. ભાજપ દ્વારા દબાણ લાવવામાં આવતાં પોલીસ પણ તેમના ઈશારે કામ કરી રહી છે. ભાજપે લોકોના રૂપિયાની લ્હાણી કરી છે. જેનો વિરોધ કરતાં પોલીસે પણ ગેરવર્તન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો