તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:ઉત્તરવહી પુન: મુલ્યાંકન મુદ્દે પીપીઈ કિટ પહેરીને NSUIનું વિરોધ પ્રદર્શન

સુરત10 દિવસ પહેલા
 • કૉપી લિંક
એનએસયુઆઇના વિદ્યાર્થીઓએ એમની વિવિધ માંગણીઓ સાથે પ્રદર્શન કરી કુલપતિને રજૂઆત કરી હતી. - Divya Bhaskar
એનએસયુઆઇના વિદ્યાર્થીઓએ એમની વિવિધ માંગણીઓ સાથે પ્રદર્શન કરી કુલપતિને રજૂઆત કરી હતી.

પ્રથમ અને બીજા વર્ષના વિદ્યાર્થીઓની ઉત્તરવહીના પુન: મુલ્યાંકન સહિતની માંગણી સાથે એનએસયુઆઇએ મંગળ‌વારે પીપીઇ કિટ પહેરી વિરોધ પ્રદશર્ન કરી કુલપતિને આવેદનપત્ર આપી રજુઆત કરી હતી. આ મુદ્દે પ્રમુખ મનિષ દેસાઇએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓના કેટલાક પ્રશ્નો જેવા કે, પ્રથમ અને બીજા વર્ષના વિદ્યાર્થીઓને રિ-એસેસમેન્ટનો લાભ આપવો.

નવા નિયમ મુજબ 50 ટકા વિષયમાં પાસ હોય તેને જ લાભ આપવા તથા બે કરતા વધુ વિષયમાં પુન: મુલ્યાંકન ન કરવાના નિયમને દુર કરવા, સ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં સેમેસ્ટરમાં વર્ષમાં બે વાર પરીક્ષા લેવાને બદલે એક જ વાર લેવાનો નિર્ણય રદ કરવો, કોરોનાને લઇને 50 ટકા જ વહીવટી કર્મચારીઓને બોલાવવા તથા યુનિવર્સિટીએ લીધેલા સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં ફી ઘટાડાના નિર્ણયનો અમલ કરાવવા માટેની માંગણી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો