દેખાવો:સુરતમાં હેડ ક્લાર્કની પેપર લીક મુદ્દે ભીખ માગીને વિરોધ પ્રદર્શન, આસિત વોરાનું રાજીનામુ માગી પકડાયેલાનું જાહેરમાં સરઘસ કાઢવા માગ

સુરતએક મહિનો પહેલા
વિદ્યાર્થી સંગઠન દ્વારા ભીખ માગીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
  • વરાછામાં આવેલી ધારૂકા કોલેજ કેમ્પસ બહાર વિદ્યાર્થી સંગઠન દ્વારા વિરોધ પ્રદર્શન

હેડ ક્લાર્કની ભરતીને લઈને પેપર લીક થયું છે. તેને કારણે મોટું કૌભાંડ આચરાયું હોવાની શંકા ઊભી થઈ છે. રાજ્ય સરકાર દ્વારા અવારનવાર સરકારી ભરતી માટેની લેવાતી પરીક્ષાઓના પેપર લીક થતાં વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. યુવા છાત્ર સંઘર્ષ સમિતિ દ્વારા ધારુકાવાળા કોલેજની બહાર ગેટ પર ત્યાંથી પસાર થતા લોકો પાસે ભીખ માગીને અનોખો વિરોધ કર્યો હતો. રાજ્ય સરકાર ભરતી કૌભાંડ કરીને યુવાનોને રોજગારી આપવાથી વંચિત રાખી રહ્યા હોવાથી ભીખ માગવાનો વખત આવ્યો હોય તે રીતે તેઓ પ્રદર્શન કરી રહ્યા છે.સાથે જ ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ આસિત વોરાનું રાજીનામુ માગી પકડાયેલાનું જાહેરમાં સરઘસ કાઢવા માગ કરાઈ છે.

વરાછામાં કોલેજ કેમ્પસ બહાર દેખાવો યોજવામાં આવ્યાં હતાં.
વરાછામાં કોલેજ કેમ્પસ બહાર દેખાવો યોજવામાં આવ્યાં હતાં.

વોરાના રાજીનામાની માગ
ભરતી કૌભાંડ માટે જવાબદાર આસિત વોરા રાજીનામાની માંગ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ ધારુકાવાળા કોલેજ પાસે જઈને વિદ્યાર્થીઓ કૌભાંડી કરનારા આસિત વોરા તેમજ અન્ય લોકો વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવી રહ્યા હતા. કોણે કેવી રીતે કૌભાંડ કર્યું છે.તે અંગેના વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી રહ્યા હતા. પોલીસને જાણ થતા કાપોદ્રા પોલીસ દ્વારા તમામ વિદ્યાર્થીઓ અને કાર્યક્રમ રોકવા માટે કહેવામાં આવ્યું હતું.

આરોપીના જાહેરમાં સરઘસ કાઢવાની માગ કરાઈ હતી.
આરોપીના જાહેરમાં સરઘસ કાઢવાની માગ કરાઈ હતી.

પુરૂષાર્થી સાથે અન્યાય
યુવા છાત્ર સંઘર્ષ સમિતિના જનરલ સેક્રેટરી કિશન ઘોરીએ જણાવ્યું કે, પરીક્ષામાં પેપર લીક કરીને વિદ્યાર્થીઓની મજાક ઉડાવવામાં આવે છે. જે વિદ્યાર્થીઓ પોતાનો વગનો ઉપયોગ કર્યા વગર પ્રામાણિકતાથી સખત પુરુષાર્થ કરીને પરીક્ષા આપવાની તૈયારી કરે છે. તેઓ સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે. પેપર લીક કરવાનાં કૌભાંડમાં આસિત વોરાએ તત્કાલ અસરથી રાજીનામું આપી દેવું જોઈએ.તેમ જ જે લોકો આ કૌભાંડમાં હાલ પોલીસના હાથે ઝડપાયા છે. તેમનું જાહેરમાં સરઘસ કાઢવું જોઈએ. જેથી કરીને રાજ્યના લોકોને માલુમ પડે કે, આ પ્રકારના કૌભાંડો પણ આચરવામાં આવી રહ્યા છે.