તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:મેટ્રો માટે પતરા મરાતાં દુકાનો ઢંકાઇ જતા વેપારીઓનો વિરોધ

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટાવર રોડ પર 10 ફૂટના બદલે 4 ફૂટના પતરા લગાડાયા

મેટ્રો રેલ પ્રોજેકટ અંતર્ગત મહિધરપુરાથી ટાવર રોડની બંને સાઇડ પર સોઇલ ટેસ્ટીંગ માટે કોન્ટ્રાક્ટરે 10-10 ફૂટ ઉંચા પતરા લગાવાતા દુકાનો પતરા પાછળ ઢંકાઇ જતા દુકાનદાર વેપારીઓએ પાલિકા કચેરીએ મેયર-સ્ટેન્ડિંગ ચેરમેને રજૂઆત કરી હતી.

મક્કાઇપુલથી સુરત રેલવે સ્ટેશન સુધીના મેટ્રોના અન્ડરગ્રાઉન્ડ રૂટનું કામ ચાલુ થતાં કોન્ટ્રાક્ટર દ્વારા પતરાં મારીને સોઇલ ટેસ્ટીંગની કામગીરી ચાલુ કરાઇ છે. ટાવર રોડ એસોસિએસનનું કહેવું છે કે, મહિધરપુરા પોસ્ટ ઓફિસથી કલોક ટાવર સુધી રોડની બંને સાઇડ ઠેરઠેર 10-10 ફૂટના પતરા મારીને સોઇલ ટેસ્ટીંગની કામગીરી ચાલુ રહી છે. જેથી દુકાનો દેખાતી બંધ થતાં ગ્રાહકો આવતા નથી. આ રોડ પર અંદાજે 250 દુકાનો છે. ચાર વર્ષ સુધી પ્રોજેકટ ચાલવાનો છે ત્યારે ચાર-ચાર ફુટ નાના પતરા લગાડવામાં આવે તેવી રજૂઆત કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...