સુરતમાં ભાજપના ઉમેદવારનો વિરોધ:કામરેજ બેઠક પર પ્રફુલ પાનસેરીયાનો પોસ્ટર સળગાવી વિરોધ, મહિલાઓએ ‘મહિલા વિરોધી હાય હાય’ના સુત્રોચ્ચાર કર્યા

સુરત25 દિવસ પહેલા
  • કૉપી લિંક
કામરેજ વિધાનસભા માટે ભાજપમાંથી પ્રફુલ પાનસેરીયાનું નામ જાહેર થતાં મહિલાઓ દ્વારા કરાયો વિરોધ. - Divya Bhaskar
કામરેજ વિધાનસભા માટે ભાજપમાંથી પ્રફુલ પાનસેરીયાનું નામ જાહેર થતાં મહિલાઓ દ્વારા કરાયો વિરોધ.

સુરતની કામરેજ વિધાનસભાના ઉમેદવાર તરીકે ભાજપે ફરી એક વખત આજે પ્રફુલ પાનસેરીયા પર પોતાનો વિશ્વાસ વ્યક્ત કરીને તેઓને ટિકિટ આપી છે. પ્રફુલ પાનસેરીયાનું નામ જાહેર કરાતાની સાથે જ કામરેજ વિધાનસભા મત ક્ષેત્રમાં તેમનો વિરોધ પણ સામે આવવા માંડ્યો છે. આજે કઠોદરા વિસ્તારમાં મોટી સંખ્યામાં મહિલાઓ એકત્ર થઈ પ્રફુલ પાનસેરીયા સામે વિરોધ નોંધાવ્યો હતો. મહિલાઓ દ્વારા પ્રફુલ પાનસેરીયાના વિરુદ્ધ સૂત્રોચાર કરી તેના પોસ્ટરને બાળી વિરોધ કરાયો હતો.

નામ જાહેર થતાં જ કામરેજમાં લોકોએ વિરોધ ઉઠાવ્યો
આજે સુરત જિલ્લાની 15 બેઠકોના ભાજપના ઉમેદવાર જાહેર થઈ ચૂક્યા છે. જેમાં કામરેજ વિધાનસભા બેઠક માટે વર્ષ 2012માં લડી ચૂકેલા પ્રફુલ પાનસેરીયા પર ફરી એક વખત વિશ્વાસ મૂકીને ભાજપે તેમને આ વખતે ટિકિટ આપી છે. પ્રફુલ પાનસેરીયાનું નામ જાહેર કરી દેવાયા બાદ કામરેજ મતવિસ્તારમાં મહિલાઓ દ્વારા તેમનો વિરોધ પણ સામે આવ્યો હતો. કામરેજ વિધાનસભાના મત ક્ષેત્રમાં આવતા કઠોદરા વિસ્તારમાં પ્રફુલ પાનસેરીયાનો મહિલાઓએ જાહેરમાં વિરોધ કર્યો હતો. મોટી સંખ્યામાં રસ્તા ઉપર મહિલાઓ એકત્ર થઈ ભાજપે જાહેર કરેલા ઉમેદવારનો વિરોધ દર્શાવ્યો હતો.

પાટીદાર વિરોધી લખાણવાળા પોસ્ટર સાથે મહિલાઓનો વિરોધ.
પાટીદાર વિરોધી લખાણવાળા પોસ્ટર સાથે મહિલાઓનો વિરોધ.

પ્રફુલ પાનસેરીયાનું પોસ્ટર સળગાવવામાં આવ્યું
કઠોદરા વિસ્તારમાં ભેગી થયેલી મહિલાઓ દ્વારા ભાજપે જાહેર કરેલા ઉમેદવાર પ્રફુલ પાનસેરીયાનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. રસ્તા પર મહિલાઓ દ્વારા પ્રફુલ પાનસેરીયા વિરુદ્ધમાં ઉગ્ર સૂત્રોચાર કરાયા હતા. મહિલાઓ દ્વારા પ્રફુલ પાનસેરીયાના પોસ્ટરને સળગાવીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.

મહિલાઓએ ઉગ્ર સુત્રોચ્ચાર કર્યા હતા.
મહિલાઓએ ઉગ્ર સુત્રોચ્ચાર કર્યા હતા.

પાટીદાર વિરોધીના પોસ્ટર સાથે વિરોધ
મહિલાઓએ રસ્તા ઉપર આવી જુદા જુદા પ્રકારના પોસ્ટરો સાથે વિરોધ કર્યો હતો. મહિલાઓ દ્વારા પાટીદાર વિરોધી, મહિલા વિરોધી, બાળકો વિરોધી પ્રફુલ પાનસેરીયા હોવાનો પોસ્ટર લઈને રસ્તા ઉપર વિરોધ કર્યો હતો. પોસ્ટર પર લખવામાં આવ્યું હતું કે, દેખાય અલગ અને કરે એ અલગ, મહિલા વિરોધી પ્રફુલ પાનસેરીયા, તેના માણસો દ્વારા મહિલાઓ ઉપર ખોટી એટ્રોસિટી કરાવે છે, બાળકોને પરીક્ષામાં હેરાન કરવામાં આવ્યા છે તેના પુરાવા પણ છે, સાથે સાથે પાટીદાર વિરોધી લખાણના પોસ્ટરો સાથે મહિલાઓએ રોડ ઉપર ઉતરી વિરોધ દર્શાવ્યો હતો.

પ્રફુલ પાનસેરીયાના પોસ્ટર સાથે વિરોધ.
પ્રફુલ પાનસેરીયાના પોસ્ટર સાથે વિરોધ.

મહિલાઓએ પ્રફુલ પાનસેરીયા પર રોષ ઠાલવ્યો
પ્રફુલ પાનસેરીયાના વિરોધમાં એકત્ર થયેલી મહિલાઓ દ્વારા રસ્તા પર ઉતરી ઉગ્ર સૂત્રોચાર કર્યા હતા. પ્રફુલ પાનસેરીયા હાય હાય, મહિલા વિરોધી હાય હાય, વિદ્યાર્થી વિરોધી હાય હાય જેવા સૂત્રોચ્ચાર કરી મહિલાઓએ જાહેર રસ્તા પર ઉગ્ર દેખાવ કર્યો હતો. એક મહિલાએ તો રોષ ઠાલવતા જણાવ્યું હતું કે, મારા પુત્રનો ભણાવામા સમગ્ર ઇન્ડિયામાં સૌથી સારામાં સારો રેન્ક આવ્યો હતો. તેનું એડમિશન શાળામાં કરવાનું હતું. તેમ છતાં તેણે ના પાડી દીધી હતી. તેનાથી જ થાય તેમ હતું તેમ છતાં તેને ના પાડી દીધી હતી.

અન્ય સમાચારો પણ છે...