તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અસંતુષ્ટો દ્વારા વિરોધ:પુણામાં સિટીંગ નગરસેવકને ટિકિટ અપાતા સ્થાનિક કાર્યકરોમાં વિરોધ

સુરતએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • કામો જોઇ ટિકિટ આપી છે, અસંતુષ્ટો દ્વારા વિરોધ: લાઠિયા

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ તરફથી સુરત મહાનગર પાલિકાની ચૂંટણી માટે 52 ઉમેદવારોનું પ્રથમ લીસ્ટ જાહેર કરતાની સાથે જ વિરોધ પ્રદર્શન શરૂ થઇ ગયો છે. વિરોધ કરી રહેલા કાર્યકરોનું કહેવું છે કે, જો મોવડી મંડળ દ્વારા ધીરૂ લાઠીયાનું નામ રદ્દ કરવા પુનઃવિચાર નહીં કરવામાં આવે તો વોર્ડમાંથી સંખ્યાબંધ કાર્યકરો સામુહિક રાજીનામા આપવા મજબૂર થશે. ધીરૂ લાઠીયા દ્વારા આ વિસ્તારમાં જનહિતના કોઈ વિશેષ કાર્યો કરવામાં આવ્યા નથી. પાંચ વર્ષમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે.

આ અંગે ધીરૂ લાઠિયાએ જણાવ્યું હતું કે, પાર્ટી દ્વારા મારા છેલ્લા પાંચ વર્ષના કાર્યોને ધ્યાનમાં રાખીને જ ટિકિટ આપવામાં આવી છે. જે લોકો વિરોધ કરી રહ્યા છે તેઓને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા હોય તેમ જણાઈ રહ્યું છે. આ અંગે કોંગ્રેસના પ્રવક્તા કિરણ રાયકાએ જણાવ્યું કે, આ વિસ્તારમાંથી જયેશ ગજેરા નામના કાર્યકરે ટિકિટ માંગી હતી પરંતુ ટિકિટ ન મળતા તેમના જ જનસંપર્ક કાર્યાલય ખાતે વિરોધ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો