• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Protest Against Video Of Municipal Scavengers Punching And Going Home In Surat, Demand Action Against Those Who Made The Video Viral

રોષ:સુરતમાં પાલિકાના સફાઈ કામદાર પંચિંગ કરીને ઘરે જતા રહેતા હોવાના વીડિયો સામે વિરોધ, વીડિયો વાઈરલ કરનારા સામે પગલા લેવાની માગ

સુરતએક મહિનો પહેલા
સફાઈ કામદારોએ પાલિકાની ઓફિસ પહોંચી વિરોધ કર્યો હતો.
  • ખોટી રીતે વીડિયો વાઈરલ કરી બદનામ કરાયા હોવાથી સફાઈ કામદારોમાં રોષ

સુરત મહાનગર પાલિકામાં સફાઈ કામદારો વિવિધ વોર્ડમાં કામગીરી બજાવતા હોય છે. હંમેશા સફાઈ કામદારોની હાજરીને લઈને અનેક કૌભાંડો પણ સામે આવી ચૂક્યા છે. તેમજ પંચિંગને લઈને પણ અનેક વખત પ્રશ્નો ઉભા થયા છે. આ મુદ્દો ફરી એક વખત ચર્ચામાં આવ્યો છે. કારણ કે, કેટલાક વ્યક્તિઓ દ્વારા સફાઈ કર્મચારીઓ માત્ર પંચિંગ કરીને જતા રહે છે અને તેમની જગ્યાએ અન્ય કોઈ વ્યક્તિ સફાઇની કામગીરી કરતા હોય છે. એ પ્રકારનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ કરવામાં આવ્યો હતો. જેના વિરોધમાં મનપાના સફાઈ કર્મચારીઓ આજે પોતાના યુનિયન લિડર્સ સાથે સંબંધિત અધિકારીઓને વીડિયો વાઈરલ કરનારા સામે પગલાં લેવાની માગ કરી છે.

સફાઈ કામદારોને બદનામ કરનારા સામે પગલા લેવાની માગ કરાઈ છે.
સફાઈ કામદારોને બદનામ કરનારા સામે પગલા લેવાની માગ કરાઈ છે.

બદનામ કરવાનું ષડયંત્ર-કર્મચારી
સફાઈ કર્મચારીઓનું કહેવું છે કે અમે પ્રામાણિકતાથી નોકરી કરી રહ્યા છે. સફાઈ કામદારો માત્ર પંચિંગ કરીને ઘરે નથી જતા પરંતુ પોતાના વોર્ડની અંદર જે પણ કામગીરી કરવાની હોય છે તે તમામ કામગીરી વખતે પોતે જ પૂર્ણ કરે છે. સોશિયલ મીડિયામાં અમને અમારા યુનીયન લીડરોને બદનામ કરવાનું કામ કરવામાં આવી રહ્યું છે. મનપાના અધિકારીઓને પણ ખોટી રીતે ચિતરવામાં આવે છે તેઓ અમને કોઈ પ્રકારે હેરાન ગતિ કરતા નથી. અમને જે વોર્ડમાં જે કામગીરી સોંપવામાં આવે છે તે અમે પોતે કામગીરી નિભાવે છે.

સફાઈ કામદારોએ પોતાને બદનામ કરવા કોઈએ વીડિયો વાઈરલ કર્યાનું કહ્યું હતું.
સફાઈ કામદારોએ પોતાને બદનામ કરવા કોઈએ વીડિયો વાઈરલ કર્યાનું કહ્યું હતું.

કમિશનરને રજૂઆત
સફાઈ કામદાર યુનિયન લીડર રાકેશ સોલંકી જણાવ્યું કે સોશિયલ મીડિયામાં ખોટી રીતે અમારા સફાઈ કર્મચારીઓ ને હેરાન કરવામાં આવી રહ્યા છે અને તેમની છબી ખરડવા નો પ્રયાસ કરવામાં આવ્યો છે. દરેક વ્યક્તિ પંચિંગ કરીને પોતાના વિસ્તારની અંદર કામગીરી બજાવે છે તેઓ કોઈપણ અન્ય વ્યક્તિઓને મોકલતા નથી. અમે મનપા કમિશનર તેમજ સંબંધિત અધિકારીઓને આવા તત્વો સામે પગલા લેવા માટે રજૂઆત કરીએ છીએ.