તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Protest Against Rising Milk Prices In Pune Area Of Surat, Tried To Open The Eyes Of The Government By Distributing Milk To Poor Children

ભાવ વધારાનો વિરોધ:સુરતના પુણા વિસ્તારમાં દૂધના ભાવ વધતાં વિરોધ, ગરીબ બાળકોમાં દૂધ વિતરણ કરી સરકારની આંખ ખોલવા પ્રયાસ કર્યો

સુરત3 મહિનો પહેલા
મહિલાઓ દ્વારા સુમુલ ડેરીના ભાવ વધારાનો વિરોધ કરાયો હતો.
  • ગરીબ બાળકો કુપોષીત રહિ જવાની ભીતિ સેવવામાં આવી

સુરત સુમુલ ડેરી દ્વારા પોતાની મનમાની કરી ભાવ વધારો દૂધનો કરવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે સામાજિક સંસ્થા દ્વારા વધેલા દૂધના ભાવનો વિરોધ કરવામાં આવ્યો હતો. સુમુલ ડેરીના દૂધના ભાવમાં તાજેતરમાં જ વધારો કરવામાં આવ્યો છે. જેમાં પણ સૌથી વધુ વિવાદાસ્પદ વાત સામે આવી છે કે, સુરત અને તાપી જિલ્લાની અંદર જે ભાવ લેવામાં આવે છે, તે અન્ય જિલ્લા કરતા ચાર રૂપિયા વધુ લેવાઈ રહ્યા છે. સુરત અને તાપી જિલ્લામાં શક્તિ ગોલ્ડ દૂધના લિટરના 60 રૂપિયા લેવામાં આવે છે જ્યારે અન્ય જિલ્લામાં રૂપિયા 56 લેવામાં આવી રહ્યા છે.

મહિલાઓ દ્વારા જરૂરીયાત મંદ લોકોને દૂધની થેલીઓ અપાઈ હતી.
મહિલાઓ દ્વારા જરૂરીયાત મંદ લોકોને દૂધની થેલીઓ અપાઈ હતી.

ઝૂપડપટ્ટીમાં દૂધનું વિતરણ કરાયું
સુરતના પુણા વિસ્તારમાં આવેલા શંકર નગરમાં જીવ દયા સંસ્થા દ્વારા ઝૂપડપટ્ટી વિસ્તારમાં ગરીબ પરિવારોને દૂધનું વિતરણ કરવામાં આવ્યું હતું. દૂધના સેવન વગર બાળકો કુપોષિત થઈ શકે છે. જેના આધારે સંસ્થા દ્વારા બાળકોને દૂધની થેલીઓ નું વિતરણ કરાયું હતું. ગરીબ પરિવારોના ઘરે જઈને દૂધનું વિતરણ કરીને બાળકોને દૂધ આપી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.

બાળકો કુપોષિત ન રહે તે માટે દૂધનું વિતરણ કરાયું હતું.
બાળકો કુપોષિત ન રહે તે માટે દૂધનું વિતરણ કરાયું હતું.

દૂધના ભાવમાં ઉધાડી લૂંટના આરોપ
જીવ દયા સંસ્થાના સભ્ય કપિલાબેન ડોલાડીયા જણાવ્યું કે, સુમુલ ડેરી દ્વારા સુરત અને તાપી જિલ્લાના લોકો સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે. દૂધ ઉત્પાદનનો ખર્ચ એક સરખો હોય તો શા માટે લિટર દીઠ 4 રૂપિયાની ઉઘાડી લૂંટ સુમુલ ડેરી દ્વારા કરવામાં આવી રહી છે. હા લોકોની આજીવિકા ઉપર મોટી અસર થઈ રહી છે રોજીરોટી છીનવાઇ રહી છે તેવા સમયે દૂધ કે જે પ્રાથમિક જરૂરિયાત માં સૌ પ્રથમ આવે છે તેના ઉપર થયેલો ભાવ વધારો એ તે અસહ્ય છે. દૂધ વગર બાળકો કુપોષણનો ભોગ બની શકે છે. તેવા સમયે અમે દૂધ વિતરણ કરીને પ્રતીકરૂપે સુમુલ ડેરી નો વિરોધ કરી રહ્યા છે. સુમુલ ડેરી દ્વારા તાત્કાલિક અસરથી સુરત અને તાપી જિલ્લામાં પણ લિટર દીઠ 4 રૂપિયાનો ઘટાડો કરવાની જાહેરાત કરવી જોઈએ.