સરકાર દ્વારા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના ખાનગીકરણ કરવાનો નિર્ણય કરવામાં છે. ત્યારથી વિદ્યાર્થી આલમમાં ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે. જેને લઇને વિવિધ સંગઠનો અને છાત્ર સંગઠનો દ્વારા તેનો વિરોધ નોંધાવામાં આવી રહ્યો છે. આજે વિદ્યાર્થીઓ યુનિવર્સિટી ખાતે થાળી વેલણ વગાડીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. છેલ્લા ઘણા સમયથી સતત વિરોધ પ્રદર્શન કરવા છતાં પણ યુનિવર્સિટી દ્વારા કોઈ પગલા લીધાં નથી.
80 જેટલા વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો
હાલમાં VNSGU યુનિવર્સિટીની સલગ્ન તમામ કોલેજમાં એડ્મિશન શરૂ થઇ ગયેલ છે. આ ગ્રાન્ટેડ કોલેજમાં એડમિશનને લઈને VNSGU દ્વારા કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. જેથી વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહ્યા છે. તેથી તમામ કોલેજ કોલેજમાં વહેલી તકે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવે તેવી રજૂઆત પછી આવી છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે 80થી વધુ વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કર્યું હતું. કોલેજોમાં એડમિશનને લઈને પણ હવે વિદ્યાર્થીઓની મુશ્કેલી વધતી હોય તેવું જણાઈ રહ્યું છે.
વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડાં-વિદ્યાર્થીઓ
છાત્ર યુવા સંઘર્ષ સમિતિના પ્રમુખ કિશન મોરીએ જણાવ્યું કે, સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ ખાનગીકરણનો તખ્તો તૈયાર કરી દીધો છે. જેમાં વિદ્યાર્થીઓનું હિત સમાયેલું દેખાઈ રહ્યું છે. છતાં પણ માત્ર પોતાના લાભને કારણે સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી દ્વારા આ નિર્ણયને સમર્થન આપવામાં આવતું હોય તેવું લાગી રહ્યું છે. વિદ્યાર્થીઓના હિતમાં જો વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી જવા નિર્ણય નહીં લેવાય તો આગામી દિવસોમાં આ મુદ્દાને વધુ ઉગ્ર રીતે લડત આપશે. જે કોલેજોને ખાનગીકરણ કરવાનો નિર્ણય લેવાયો છે. તે નવ કોલેજો સુરતની ઓળખ સમાન છે. જેમાં દક્ષિણ ગુજરાતમાંથી વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ભણવા આવે છે, અને તે જ કોલેજોનું ખાનગીકરણ કરીને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કરી રહ્યાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.