GIDC એસો.નું આવેદન:‘સચિન GIDCમાં પાવર ટ્રિપિંગ સમસ્યા મુદ્દે પાવર સ્ટેશન જાળીથી સુરક્ષિત કરો’

સુરત15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પેરેશનને સચિન GIDC એસો.નું આવેદન

‘પ્લાસ્ટીક, જરી દોરા, મેટાલીક યાર્ન વિગેરે કચરો હવામાં ઉડીને ઓવ૨હેડ ટ્રાન્સમીશન લાઈન, તથા વિજ સબસ્ટેશનો ઉપર પડવાથી થતા પાવર ટ્રિપીંગને લઈ સચિન જીઆઈડીસીમાં જેટકોના સબ સ્ટેશનોને જાળીથી સુરક્ષિત કરવા સચિન જીઆઈડીસી એસો. દ્વારા ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશનને આવેદન અપાયું છે.

સચિનના ઉદ્યોગોને જેટકો અને ડિજીવીસીઅલ ત૨ફથી ક્વોલિટી પાવર મળતો નથી. સચિન વસાહતમાં આવેલ હયાત 11 કે.વી. ઓવર હેડ એચટી, એલટી ઈલેક્ટ્રીક નેટવર્કને ડિજીવીસીએલ દ્વારા 10 પહેલાં 45 કરોડનાં જંગી ખર્ચે અન્ડરગ્રાઉન્ડ પાવર ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કમાં રૂપાંતરીત કર્યા પછી પણ પાવ૨ સંબંધિત સતત સમસ્યાઓ આવી રહી છે.

આ અગાઉ પણ સચિન જીઆઈડીસી એસોસિએશન દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી છતાં સમસ્યાનું સમાધાન થતું નથી. જેટકો દ્વારા સમયસર યોગ્ય નિરાકરણ લવાતુ નથી. સચિન વસાહતએ ઈન્ડસ્ટ્રીયલ વિસ્તાર હોઈ, અહીં આવેલ જેટકોનાં તમામ સબ સ્ટેશનોને શક્ય તેટલું જલ્દી વાય૨ નેટ-જાળીથી આરક્ષિત ક૨વામાં આવે.

જેથી કરી પ્લાસ્ટીક, જરી દોરા, મેટાલીક યાર્ન વિગેરે કચરો હવામાં ઉડીને ઓવ૨હેડ ટ્રાન્સમીશન લાઈન, તથા વિજ સબસ્ટેશનો ઉપર પડવાથી ફીડરોમાં વિજ વિક્ષેપ પડે છે, જેનાં કારણે ગ્રાહકોને અવિરત વિજ પુરવઠો પુરો પાડવામાં અવાનવાર તકલીફ ઉદભવે છે, જાળી લગાવી દેવાથી આ સમસ્યાનું સમાધાન આવશે.

દર મહિને 120 કરોડની સરકારને આવક
સચિન ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં 66 કે.વી.ના કુલ 5 સબસ્ટેશનો છે, જેમાં હાલ 70 જેટલા ફીડરો છે, કુલ 318 જેટલા એચ.ટી. કનેકશનો અને 6600 જેટલા એલ.ટી.કનેકશનો છે. જેનાં દ્વારા સ૨કા૨ને દર મહિને 120 કરોડ રૂપિયાની આવક થાય છે.

અન્ય સમાચારો પણ છે...