તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:બાંગ્લાદેશી સગીરાઓ પાસે દેહવિક્રય કરાવનાર ઝડપાયો

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

બાંગ્લાદેશમાંથી સગીરાઓને રોજગારી અપાવવાની લાલચે ભારત લાવી વૈશ્યાવૃતિમાં ધકેલનાર સૂત્રધારને એસઓજીએ લિંબાયતમાંથી ઝડપી પાડ્યો છે. એસઓજીએ જણાવ્યું કે, મૂળ પ.બંગાળનો અને હાલ લિંબાયતના ખાનપુરામાં રહેતો આરોપી કરીમુલ્લા ઉર્ફે રાજા યહુદઅલી મુલ્લા બાંગ્લાદેશમાંથી સગીરાઓને રોજગારી અપાવવાની વાત કરી ભારતમાં લાવી દેહવિક્રયનો ધંધો કરાવતો હતો. બાંગ્લાદેશમાંથી ગેરકાયદે રીતે બોર્ડર ક્રોસ કરાવી સગીરાઓને ભારતમાં ઘુસાડતો હતો.

4 વર્ષ પહેલા બાંગ્લાદેશથી સગીર યુવતીને પહેલા મુંબઈ અને ત્યારબાદ રાજસ્થાનના કોટામાં દેહવિક્રયના ધંધામાં ધકેલી દીધી હતી. રાજકોટમાં સગીરા ભાગીને પોલીસ સ્ટેશને પહોંચી જતા આખો મામલો સામે આવ્યો હતો. તે વખતથી આરોપી રાજસ્થાન પોલીસના ગુનામાં નાસતો ફરતો હતો. ત્યાર પછી આરોપી વડોદરા , નવસારી અને છેલ્લે સુરતમાં રહેતો હતો. નવસારી ટાઉન પોલીસમાં પણ આરોપી સામે ટ્રાફિક ઈમોરલનો ગુનો નોંધાયો હતો.

દેહવિક્રયમાં ધકેલનારના જામીન ફગાવી દેવાયા
બાંગ્લાદેશી યુવતીને દેહવેપારમાં ધકેલવાના કેસમાં આરોપી મીજાનુર શરીફઉલ્લાની જામીન અરજી કોર્ટે નામંજૂર કરી હતી. મહિધરપુરા પોલીસમાં આરોપી અજમીરાખાતુન અને મુર્તુઝા શેખ સહિત ત્રણ સામે ગુનો નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...