ક્રાઈમ:સુરતના સચિન વિસ્તારમાં જિયો બ્રાન્ડનેમનો ઉપયોગ કરી ઘઉંનો લોટ વેચનાર સામે કાર્યવાહી, ટ્રેડમાર્ક એક્ટ હેઠળ 4ની ધરપકડ

સુરતએક વર્ષ પહેલા
સચિન પોલીસે જિયોના નામનો ઉપયોગ કરીને ઘઉંનો લોટ વેચનાર સામે ગુનો દાખલ કરી ચારની ધરપકડ કરી છે. - Divya Bhaskar
સચિન પોલીસે જિયોના નામનો ઉપયોગ કરીને ઘઉંનો લોટ વેચનાર સામે ગુનો દાખલ કરી ચારની ધરપકડ કરી છે.
  • રિલાયન્સ જિયો બ્રાન્ડથી કોઈ ખેતીવાડી ઉત્પાદન વેચતું ન હોવાથી ફરિયાદ કરાયેલી
  • જિયો કંપનીની ફરિયાદના આધારે પોલીસે રાધાક્રિષ્ણ ટ્રેડિંગ સામે ગુનો દાખલ કર્યો

સુરતના સચિન વિસ્તારમાં આવેલી રાધાક્રિષ્ણ ટ્રેડિંગ દ્વારા ઘઉંના લોટનું વેચાણ જિયો કંપનીના ટ્રેડમાર્ક સાથે કરવામાં આવતો હોય છે. ટ્રેડિંગ કંપની દ્વારા કોઈ જ પરમીશન કે જિયોને જાણ કર્યા વગર ટ્રેડમાર્કનો ગેરકાયદે ઉપયોગ કરવામાં આવતો હોય છે. જેથી જિયો કંપની દ્વારા ગેરકાયદે ટ્રેડમાર્કનો ઉપયોગ કરનાર ટ્રેડિંગ સામે ફરિયાદ આપવામાં આવી હોય છે. જેમાં રિલાયન્સ કંપની 'જિયો' બ્રાન્ડ હેઠળ ખેતીવાડીના ઉત્પાદન ન વેચતી હોવાથી ફરિયાદ અપાય છે. જેના આધારે સચિન પોલીસ દ્વારા ટ્રેડમાર્ક એક હેઠળ રાધાક્રિષ્ણ ટ્રેડિંગ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સાથે જ ચાર લોકોની ધરપકડ કરવામાં આવી હોવાનું ડીસીપી વિધિ ચૌધરીએ જણાવ્યું છે.

ડીસીપી વિધિ ચૌધરીએ કહ્યું કે, ફરિયાદના આધારે કાર્યવાહી કરવામાં આવી છે.
ડીસીપી વિધિ ચૌધરીએ કહ્યું કે, ફરિયાદના આધારે કાર્યવાહી કરવામાં આવી છે.

ચાર વ્યક્તિની ધરપકડ કરાઈ
સુરત સ્થિત ટ્રેડિંગ કંપની સામે સચીન પોલીસ સ્ટેશનમમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જિયોના લોગો અને ડિઝાઇનનો ઉપયોગ કરવા બદલ ટ્રેડ માર્ક એક્ટ 1999નો ભંગ કરવા બદલ સુરતની રાધાક્રિષ્ણ ટ્રેડિંગ કંપની સામે એફઆઇઆર દાખલ કરવામાં આવી હતી.સુરત ઝોન-3ના ડેપ્યૂટી પોલીસ કમિશનર વિધિ ચૌધરીએ જણાવ્યું હતું કે, ટ્રેડ માર્ક એક્ટ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. "જિયોના ટ્રેડમાર્કનો ઉપયોગ કરીને ઘઉંનો લોટ વેચવા માટે રામ ક્રિષ્ણ ટ્રેડલિન્ક નામની કંપની વિરુદ્ધ રિલાયન્સ જિયોએ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે અમે આ મામલે ચાર વ્યક્તિઓની ધરપકડ કરી છે."

ટીવી સમાચારના આધારે આરોપીના ગુનો સામે આવ્યો હતો.
ટીવી સમાચારના આધારે આરોપીના ગુનો સામે આવ્યો હતો.

ટીવીમાં સમાચાર જોયા બાદ ફરિયાદ
સચિન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર , ગત આઠમી જાન્યુઆરીના રોજ ખાનગી ચેનલમાં પ્રસારિત થયેલા સમાચાર મુજબ"જિયો ડેટા કે બાદ જિયો આટા" અને સુરતની રાધાક્રિષ્ણ ટ્રેડિંગ કંપની જિયો લખેલી બોરીમાં ઘઉંનો લોટ વેચે છે તેમ પણ પ્રસારિત થયું હતું. આ બાબત ધ્યાને આવતાં રિલાયન્સ દ્વારા સુરતના પોલીસ કમિશનરને આ બાબતે તપાસ કરવા અરજી કરવામાં આવી હતી. ફરિયાદ અનુસાર રિલાયન્સ કંપનીના ટ્રેડ માર્ક એવા "Jio"ના લોગો અને ડિઝાઇનનો ઉપયોગ કરી ઘઉંનો લોટ ભરવાની બોરી ઉપર આ લોગો તથા ડિઝાઇન છાપી બજારમાં વેચાણ કર્યું હતું. પરંતુ રિલાયન્સ જિયો બ્રાન્ડથી આવા કોઈ ખેતીવાડી ઉત્પાદન વેચતું નથી. આ તમામ લોકોએ પોતાના આર્થિક લાભ મેળવવા રિલાયન્સના ટ્રેડ માર્કનો ખોટી રીતે ઉપયોગ કર્યો છે. માટે આ તમામ લોકો વિરુદ્ધ કાયદેસરના પગલાં લેવા માટે આ ફરિયાદ કરવામાં હતી.