તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભેદભાવ:ક્લાસિસ-સ્ટેડિયમ સામે કાર્યવાહી પણ ભાજપ કાર્યકરોને ભેગા થવા ખુલ્લી છૂટ

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
સોમવારે યુવા મોર્ચાના પ્રમુખના સ્વાગતમાં નિયમ ભંગ થયો, વીડિયો ફરતો થયો પણ ગુનો ન નોંધ્યો. - Divya Bhaskar
સોમવારે યુવા મોર્ચાના પ્રમુખના સ્વાગતમાં નિયમ ભંગ થયો, વીડિયો ફરતો થયો પણ ગુનો ન નોંધ્યો.
  • અલથાણના અરિહંત ઇન્સ્ટિ.માં 60 વિદ્યાર્થીઓને ટ્યુશન આપતા સંચાલક સામે ગુનો
  • લાલભાઈ સ્ટેડિયમમાં ઉજવણી કરનારા 3ની ધરપકડ, ભાજપના કાર્યક્રમમાં મોટા ભાગના માસ્ક વગર

અલથાણ-વીઆઇપી રોડ પર અરિહંત ઇન્સ્ટિટ્યૂટ ટ્યૂશન ક્લાસિસમાં નિયમ વિરુદ્ધ 60 વિદ્યાર્થીઓને ટ્યૂશન આપનાર સંચાલક અક્ષય શાહ સામે ખટોદરા પોલીસે ગુનો નોંધ્યો હતો. બીજી તરફ રવિવારે લાલભાઈ ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ બાદ સેલિબ્રેશન કરી સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કરનારા આયોજકો સામે પોલીસે સોમવારે ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી. જેમાં મેચ આયોજક ભાવેશ શાહ, સ્નેહલ ગાંધી અને જયેશ શાહનો સમાવેશ થાય છે. આ કાર્યવાહી થાય તે જરૂરી હતી પરંતુ સોમવારે પાલીગામમાં ભાજપના યુવા મોરચાના પ્રમુખ અને મહામંત્રીના સ્વાગતમાં ભાજપી કાર્યકરો માસ્ક વિના ભેગા થયા હતા અને ડિસ્ટન્સિંગનો પણ ભંગ કર્યો હતો. જે રીતે સ્ટેડિયમના ફોટા ફરતા થયા હતા તે જ રીતે ભાજપ યુવા મોર્ચાના કાર્યકરોના ફોટા પણ ફરતા થયા હતા પરંતુ પોલીસે યુવા મોર્ચાના કાર્યકરો સામે કોઈ કાર્યવાહી કરી ન હતી.

રવિવારે લાલભાઈ સ્ટેડિયમમાં ક્રિકેટ મેચ બાદ ઉજવણીનો વીડિયો ફરતો થતાં ગુનો નોંધાયો
ઉમરામાં લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન થયું હતું. રવિવારે રમાયેલી ફાઈનલમાં લોકો ઉમટ્યા હોવાનો વીડિયો સોશિયલ મિડિયામાં વાઈરલ થતા પોલીસે ગુનો દાખલ કરીને ટૂર્નામેન્ટનું આયોજન કરનાર ત્રણની ધરપરડ કરવામાં આવી હતી.

સોમવારે યુવા મોર્ચાના પ્રમુખના સ્વાગતમાં નિયમ ભંગ થયો, વીડિયો ફરતો થયો પણ ગુનો ન નોંધ્યો
​​​​​​​પાલી ગામમાં ભાજપના યુવા મોર્ચાના પ્રમુખ અને મહામંત્રીના સ્વાગત કાર્યક્રમમાં કોરોનાની ગાઈડલાઈનના ધજાગરા ઉડ્યા હતા. વોર્ડ ન. 30 (સચિન-આભવા-કનસાડ-ઉન)માં ભાજપના યુવા મોરચા દ્વારા પ્રમુખ ભાવિન ટોપીવાલા અને મહામંત્રી વિવેક પટેલનો સ્વાગત કાર્યક્રમ રખાયો હતો.

અન્ય સમાચારો પણ છે...