શૈક્ષણિક વર્ષ 2022-23માં શહેરની તમામ શાળાઓમાં ધોરણ 9, 10 અને 12માં અભ્યાસ કરતાં સામાજિક અને શૈક્ષણિક પછાત વિદ્યાર્થીઓને શાળા મારફત જાતિ પ્રમાણપત્ર આપવા માટેની દરખાસ્ત તૈયાર કરવાની કામગીરી સોંપાતા કર્મચારીઓમાં કચવાટ ફેલાયો છે.
ગુજરાત અને સેન્ટ્રલ બોર્ડની તમામ શાળામાં શાળા મારફતે સામાજીક-શૈક્ષણિક પછાત વર્ગના જાતિ પ્રમાણપત્રની આપવાની સૂચના મળી છે. આ માટે અડાજણની સંસ્કાર ભારતીમાં કેમ્પ યોજાશે. શહેરની માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જાતિ પ્રમાણપત્ર માટે વિધાર્થીઓ પાસેથી અરજી મેળવીને દરખાસ્ત તૈયાર કરનાર કર્મચારીને મોકલીની સૂચના આપવામાં આવી છે. જોકે, સંચાલકોએ શિક્ષણના કાર્યની સાથે આ કામગીરી સોંપાતાં કચવાટ ફેલાયો છે. અગાઉ દાખલા આપવાની કામગીરી શાળાને સોંપ્યા બાદ હવે આ કામ સોંપાતા કર્મચારીઓ કામનું ભારણ વધી રહ્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
એક દિવસ પહેલાં જ કાર્યક્રમો યોજવા જાણ કરાઈ
ડીઇઓ કચેરીએ એક દિવસ પહેલા જ ગુરુવંદનાનો કાર્યક્રમ યોજવા અને 1 ઓગષ્ટે આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ યોજવાનો પરિપત્ર જારી કરી દેતા સંચાલકો વિમાસણમાં મૂકાઇ ગયા છે. એક દિવસમાં કેવી રીતે તૈયારી કરવી એ પ્રશ્ન સતાવે છે. છેલ્લીધડીએ લેવાતા નિર્ણયોના કારણે સંચાલકો દોડધામમાં મૂકાઇ ગયા છે. શિક્ષણ વિભાગે તમામ શાળાઓમાં 30 જુલાઇએ ગુરૂવંદના અને 1 ઓગષ્ટે આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમનું આયોજન કરવા સૂચના આપી હતી. જોક, ડીઇઓએ છેક 29 તારીખે પરિપત્ર જારી કરીને શાળાઓને કાર્યક્રમ યોજવા જાણ કરી હોવાની માહિતી સાંપડી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.