ચાર્જિંગ સ્ટેશન મુકાશે:ઇ-વ્હીકલ માટે 25 સ્થળે 13.59 કરોડના ખર્ચે ચાર્જિંગ સ્ટેશન બનાવવા દરખાસ્ત

સુરત2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • શહેરમાં 50 પૈકી પ્રથમ ફેઝમાં 25 ચાર્જિંગ સ્ટેશન મુકાશે
 • સરકાર સબસીડી આપશે, 10 વર્ષનું મેઈન્ટેનન્સ સોંપાશે

શહેરમાં પ્રદુષણ મુક્ત પરિવહનની અસરકારક અમલવારી થાય તે માટે સુરત મહાનગર પાલિકા દ્વારા ઇલેક્ટ્રિક્લ વ્હીકલ પોલીસી-2021 અમલમાં મુકી છે. ઇલેકટ્રીક વ્હીકલ માટે જરૂરી ચાર્જિંગ સ્ટેશન બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. પ્રથમ ફેઝની કામગીરીમાં કુલ 50 લોકેશનો પર પબ્લિક ચાર્જિંગ સ્ટેશનો સ્થાપવા ભારત સરકારના ડીપાર્ટમેન્ટ ઓફ હેવી ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સબસીડી આપવામાં આવશે. આ માટેના 32 કરોડના ગ્રોસ અંદાજ મંજૂર કરવામાં આવ્યા હતા.

50 પૈકી શહેરમાં હાલમાં 25 લોકેશનો પર પબ્લિક ચાર્જિંગ સ્ટેશન સ્થાપિત કરી 10 વર્ષનું ઓપરેશન એન્ડ મેઇન્ટેન્ન્સ માટે ટેન્ડર બહાર પાડ્યા હતા. જેમાં 13.59 કરોડનું લો-એસ્ટ ટેન્ડર આવતા મંજૂરી માટે સ્થાયી સમિતિ સમક્ષ દરખાસ્ત મુકવામાં આવી છે. ચાર્જિંગના દર શું રહેશે તે હાલ હજુ નક્કી કરાયા નથી. આગામી ગુરુવારે મળનાર સ્થાયી સમિતિમાં 25 લોકેશન પર ચાર્જિંગ સ્ટેશન માટે નિર્ણય લેવાશે.

શહેરમાં આ લોકેશન પર ફાસ્ટ ચાર્જિંગ સ્ટેશન મુકવામાં આવશે

 • રિંગરોડ બ્રિજ નીચે પીલર નં 35, મિલેનીયમ માર્કેટ પાસે
 • ગોપીતળાવ મલ્ટીલેવલ પે & પાર્ક
 • મુગ્લીસરા ઓફિસ મલ્ટી પાર્કિંગ
 • રેલવે સ્ટેશન નજીક ઉના પાણી રોડ શાળા નં 81
 • વરાછા સરદાર સ્મૃતિ ભવન પાસે મલ્ટીલેવલ પાર્કિગ
 • વરાછા-કામરેજ મેઇન રોડ નાના વરાછા હેલ્થ સેન્ટર પાસે
 • સરથાણા જકાતનાકા નેચરલ પાર્ક એન્ટ્રી ગેટ પાસે
 • સિંગણપોર ડી-માર્ટ કોઝવે પાસેના પે એન્ડ ટોયલેટ નજીક
 • કતારગામ કોમ્યુનિટી હોલ
 • કાંસાનગર સ્પોર્ટસ ગાર્ડન
 • ઉમરવાડા મલ્ટીલેવલ પાર્કિંગ મિલેનીયમ માર્કેટ પાછળ
 • રાહુલ રાજ મોલ પાસે
 • પીપલોદ લેક વ્યૂ ગાર્ડન પાછળ નાઇટ ફુડ પ્લાઝા પાર્કિંગ
 • સિટીલાઇટ અણુવ્રત દ્વાર
 • મજુરા ફાયર સ્ટેશન
 • અલથાણ BRTS બસ ડેપો
 • ડુમસ રોડ સેન્ટ્રલ મોલ સામે સાંઇ બાબા મંદિર પાસે
 • એરપોર્ટ પાસે
 • પાંડેસરા ડી માર્ટ નજીક
 • એલ.પી.સવાણી રોડ
 • અડાજણ સ્ટાર બ્રિજ પાસે
 • અડાજણ જ્યોતિન્દ્ર ગાર્ડન પાસે
 • પાલનપોર બીઆરટીએસ બસ ડેપો
 • જહાંગીરપુરા ડી માર્ટ પાસે.
અન્ય સમાચારો પણ છે...