તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નર્મદ યુનિવર્સિટી:વિદ્યાર્થીઓને રોજગારી માટે પ્લેસમેન્ટ ઓફિસરનો પ્રસ્તાવ

સુરત10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 23મીએ સેનેટની ઓફલાઈન બેઠક મળશે

નર્મદ યુનિવર્સિટીમાં 23 ફેબ્રુઆરી, 2021એ સેનેટની ઓફલાઇન બેઠક મળનારી છે. તેવામાં જ વિદ્યાર્થીઓને રોજગારી મળે તે માટે સેનેટ સભ્ય મનીષ કાપડીયાએ પ્લેસમેન્ટ ઓફિસરની નિમણૂક કરવા માટેનો પ્રસ્તાવ સેનેટમાં મૂકયો છે. સેનેટ સભ્ય મનીષ કહે છે કે, યુનિવર્સિટીમાં અંડર અને પોસ્ટ ગ્રેજ્યુએટનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ વિદ્યાર્થીઓ રોજગારી શોધતા હોય છે.

જોકે, આપણી યુનિવર્સિટીમાં રોજગારી કચેરી છે. પણ યુનિવર્સિટીની કોલેજોના વિદ્યાર્થીઓને રોજગારી મળે તે માટે યુનિવર્સિટીમાં પરમેનન્ટ કોમન પ્લેસમેન્ટ ઓફિસરની નિમણૂક કરવી ફરજિયાત છે. સાથે એસજીસીસીઆઇ સાથે મળીને વિદ્યાર્થીઓને દેશ વિદેશની સંસ્થામાં રોજગારી મળે તેવા રોજગાર મેળા યોજાય તેવો મારો પ્રસ્તાવ છે. સેનેટ સભ્ય મનીષે અન્ય પ્રસ્તાવ મૂક્યા છે કે યુજીસીની ગાઇડ લાઇન મુજબ યુનિવર્સિટી અને કોલેજોમાં જીએસનું ઇલેક્શન જનરલ પધ્ધતિથી કરવામાં આવે છે. કોવિડ-19ને કારણે સેનેટ સભા નહીં મળતા આ વખતની સભામાં આ પ્રસ્તાવ ફરી મૂકાયા છે.

‘અધ્યાપકોની 3-3 બેઠક સિન્ડી.-સેનેટમાં આપો’
સેનેટ સભ્ય ડો. નિમેષ માલીએ સેનેટમાં પ્રસ્તાવ મૂકયો છે કે, સિન્ડિકેટમાં અધ્યાપકોની ત્રણ અને સેનેટમાં વિદ્યાશાખા મુજબ ત્રણ અધ્યાપકોની બેઠક કરવામાં આવે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો