છેલ્લા બે વર્ષ દરમિયાન શહેરમાં ખરીદાયેલી મિલકતો મામલો હવે આવકવેરા વિભાગ પાસે પહોંચ્યો છે. ખરીદાયેલી મિલકતોની નોંધણી રજિસ્ટ્રાર ઓફિસમાં થઈ હોવા છતાં અનેક લોકોએ તેને આઇટી રિટર્નમાં નહીં બતાવતા તમામને નોટિસો ઇશ્યુ કરવામાં આવી છે.
આ ઉપરાંત બેન્કોમાં થયેલા હાઇવેલ્યુ ટ્રાન્ઝેક્શન બાબતની નોટિસો પણ હાલ ઇશ્યુ થઈ રહી છે. મિલકતો બાબતે હાલ લોકો પર કેપિટલ ગેઇન રૂપી તલવાર લટકતી થઈ ગઈ છે. સી.એ. રમેશ ગોયેલ કહે છે કે, બેન્કોમાં જમા થતી રકમ અંગે લોકોએ યોગ્ય ખુલાસો આપવાનો રહે છે. રૂપિયાનો સોર્સ બતાવવો જરૂરી છે.
મિલકતો રિટર્નમાં બતાવવી જરૂરી : આઇટી સૂત્રો
આઇટી સૂત્રો કહે છે કે અનકે જમીનો ખેડૂતોએ વેચી છે પરંતુ તેને રિટર્નમાં બતાવી નથી. કોટ વિસ્તારમાં પણ લાખ્ખોના ફલેટ વેચાયા છે પરંતુ તે રિટર્નમાં અનેક લોકોએ બતાવ્યા નથી અથવા તો રિટર્ન જ ભર્યા નથી. ગોરાટ રોડ પર આવા કિસ્સા વધુ છે જ્યાં રિટર્ન ભરાયા નથી. આ ઉપરાંત જે કેસમાં કબજા રસીદના વ્યવહાર છે તે પણ આઇટીના ધ્યાને આવતા નથી. આથી અનેક લોકો ટેક્સ બચાવવા માટે દસ્તાવેજની જગ્યાએ કબજા રસીદથી કામ ચલાવી લે છે.
એક્સપર્ટ: ભાગીદારીમાં હોય તો પણ બતાવવુ પડે
સી.એ. પ્રજ્ઞેશ જગાશેઠ કહે છે કે, ડેટા મિસમેચ કેસમાં જેમાં મિલકત ખરીદાઈ હોય અને તેને આઇટી રિટર્નમાં બતાવવામાં ન આવી હોય. કેટલાંક કેસમાં એક કરદાતા વધુ ભાગીદાર હોય અને એક ભાગીદાર ખરીદી બતાવે અને બીજો ન બતાવે તો તેને પણ નોટિસ મળતી હોય છે. મકાન વેચીને મકાન ખરીદ્યું હોય તો ટેક્સ લાગતો નથી. એ કરદાતાઓએ નોંધવુ જોઇએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.