જી.એસ.એન.પી.+ દ્વારા સુરત જિલ્લામાં અલાયન્સ ઇન્ડિયાના તકનિકી સહયોગથી તથા જી.એસ.એન.પી.+ દ્વારા અમલીકૃત પરિવર્તન પ્રોજેક્ટ ચાલી રહ્યો છે.જે અંતર્ગત એચ.આઈ.વી પોઝેટીવ લોકો(ઈન્ફેક્ટેડ અને અફેક્ટેડ), ફિમેલ સેક્સ વર્કર,સમલેન્ગિક પુરુષો ,માઈગ્રન્ટ સાથે કોરોના જનજગૃતિનું કામ કરી રહ્યા છે. આ સમુદાયના લોકોને અન્ય રોગોનો ચેપ લાગવાની સંભાવના વધુ રહેલી છે એ માટે કોરોના ચેપ અને બીજા અન્ય રોગોનો ચેપ ન લાગે એ માટે સમુદાયને વહેલી તકે કોવિડની રસી મળી રહે એ માટે કાર્ય કરી રહ્યા હતા. માનસિક આરોગ્ય, વ્યવસાયિક તાલીમ આપી રહ્યા છીએ. આજ રોજ કોરોના પર કાર્યરીત પરિવર્તન પ્રોજેક્ટના પ્રસાર કાર્યકમનું આયોજન સુરત ખાતે કરવામાં આવ્યું હતા. આ કાર્યક્રમમાં અત્યાર સુધી મળી રહેલ પ્રોગ્રામનું અચિવમેન્ટ, લર્નિંગ, મૂલ્યાંકન અને આ પ્રોજેક્ટનો લાભ અંતિમ તબક્કાના કેટલા લોકો સુધી પહોંચ્યો એ બાબતનું સારાંશ તથા આ પ્રોજેક્ટને આગળ કઈ રીતે લઇ જવો એ બાબતે ચર્ચા કરવામાં આવી હતી.
વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન
ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને કારકિર્દિ વિશે માર્ગદર્શન મળી રહે તે માટે સગરક્ષાત્ર સૂર્યવંશ યુવા ટ્રસ્ટના સહયોગથી ક્ષત્રિય સગર યુવા સંગઠન સુરત દ્વારા કારકિર્દી તેમજ સ્પર્ધાત્મક પરીક્ષા માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરત શહેર અને જિલ્લાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે દિનેશ કણેત, ધવલ મારુ, સુરત મહાનગર પાલિકાના આસિસ્ટન્ટ એન્જિનિયર કિરણ સગર, એડવોકેટ રાહુલ સગર, હેમંત સગર અને જે.વિ સગર ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.