નશીલો જથ્થો ઝડપાયો:સુરતમાંથી 5.85 લાખનું પ્રતિબંધીત ડ્રગ્સ ઝડપાયું, રાજસ્થાની આરોપી ડ્રગ્સની ડિલિવરી કરે તે અગાઉ જ પકડાયો

સુરત6 મહિનો પહેલા
પોલીસ દ્વારા વોચ ગોઠવીને આરોપીને ઝડપી લેવાયો હતો.
  • નિયોલ ચેક પોસ્ટ પાસે જાહેર રોડ પરથી આરોપી ઝડપાયો

નશીલા પદાર્થ ડ્રગ્સના કાળા કારોબાર પોલીસ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. ત્યારે સુરત-કડોદરા હાઈ-વે ઉપર આવેલ નિયોલ પોલીસ ચેક પોસ્ટ પાસેના VRL લોજીસ્ટીક લી. કંપનીના ગોડાઉન પાસે જાહેર રોડ ઉપરથી ડ્રગ્સના જથ્થા સાથે એકને ઝડપી લેવામાં આવ્યો છે. પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવીને ડ્રગ્સની ડિલિવરી કરવા આવેલા રાજસ્થાની આરોપીને ઝડપી લીધો છે. જેની પાસેથી 5.85 લાખનું પ્રતિબંધીત ડ્રગ્સ ઝડપાયું છે. સાથે જ પોલીસે ડ્રગ્સ આપનાર અને ખરીદવા આવનાર આરોપીને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

કોરોનાકાળમાં યુવક ડ્રગ્સના રવાડે ચડ્યો
સરથાણા વિસ્તારમાં રહેતો જૈમીન સવાણી કોરોનાકાળ દરમિયાન લોકડાઉન સમયે ડ્રગ્સનો બંધાણી થયો હતો. જૈમીને પોતે ડ્રગ્સ લેવાનું શરૂ કર્યા બાદ તેને જે પોતાનો ધંધો બનાવી દીધો હતો. સુરતના કેટલાક યુવાનોને રાજસ્થાનથી ડ્રગ્સ માગવી વેચતો હતો. સમગ્ર કેસમાં હવે જૈમીન સવાણી વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. જૈમીનની ધરપકડ બાદ શહેરમાં કેટલા લોકોને ડ્રગ્સ વેચતો હતો તેનો ખુલાસો થશે.

ડ્રગ્સ માટે નવો રૂટ
પોલીસ કમિશનરે કહ્યું કે, ડ્રગ્સ રેકેટ માટે હવે રાજસ્થાનની ભૂમિનો ઉપયોગ શરૂ થયો છે. મુંબઈથી સુરત આવતો ડ્રગ્સનો જથ્થો હવે રોજ બદલાતા રાજસ્થાનથી સપ્લાય થતો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. રાજસ્થાનથી સરળતાપૂર્વક સુરત અને ગુજરાતમાં ડ્રગ્સ સપ્લાય મોટાપાયે થઇ રહ્યો છે.

આરોપી રાજસ્થાનથી લાવેલો ડ્રગ્સનો જથ્થો પણ પોલીસે ઝડપી પાડ્યો છે.
આરોપી રાજસ્થાનથી લાવેલો ડ્રગ્સનો જથ્થો પણ પોલીસે ઝડપી પાડ્યો છે.

રાજસ્થાનથી જથ્થો આવેલો
આરોપી પ્રવિણકુમાર બલવંતારામ વાના (બિસ્નોઈ) ઉ.વ.27 રહે.કાવાખેડા પ્રાથમિક શાળાની બાજુમાં દાંતીવાસ ગામ તા.ભીનમાલ જી.ઝાલોર (રાજસ્થાન) નાએ વગર પાસ પરમીટે ગેરકાયદેસર રીતે મેથામ્ફેટામાઈન ડ્રગ્સનો જથ્થો કુલ્લે વજન 58.530ગ્રામ જેની અંદાજે કિં.રૂ.5,85,300/- નો જથ્થો વોન્ટેડ આરોપી આશુરામ રાયચંદ ખીલેરી (બિસ્નોઈ) રહે.પુનાસા ગામ તા.ભીનમાલ જી.ઝાલોર (રાજસ્થાન)પાસેથી મેળવી પોતાના કબ્જામાં રાખ્યો હતો. બાદમાં વોન્ટેડ આરોપી જૈમીન છગનભાઈ સવાણી રહે. કવિતા રો-હાઉસ સોસા. વિભાગ- 01 નવજીવન હોટલ પાસે સરથાણા સુરતને આપવા આવતા આરોપી મેથામ્ફેટામાઈન ડ્રગ્સ સાથે મોબાઈલ ફોન નંગ-01 જેની અંદાજિત કિંમત રૂ.10,000/-, રોકડા રૂ.800/- તથા કપડા ભરેલ ખાખી કલરની બેગ મળી કુલ કિં.રૂ.5,96,100 ની મત્તાના મુદ્દામાલ ઝડપી લેવાયો હતો.

આરોપી ડ્રગ્સનો જથ્થો ડિલિવર કરે તે અગાઉ જ ઝડપી લેવાયો હતો.
આરોપી ડ્રગ્સનો જથ્થો ડિલિવર કરે તે અગાઉ જ ઝડપી લેવાયો હતો.

આરોપીઓના નામ ઠામ
પ્રવિણકુમાર બલવંતારામ વાના (બિસ્નોઈ) ઉ.વ.27 રહે.કાવાખેડા પ્રાથમિક શાળાની બાજુમાં દાંતીવાસ ગામ તા.ભીનમાલ જી.ઝાલોર (રાજસ્થાન) વોન્ટેડ આરોપીઓમાં ડ્રગ્સનો જથ્થો આપનાર આશુરામ રાયચંદ ખીલેરી (બિસ્નોઈ) રહે.પુનાસા ગામ તા.ભીનમાલ જી.ઝાલોર (રાજસ્થાન) તથા ડ્રગ્સનો જથ્થો મંગાવનાર જૈમીન છગનભાઈ સવાણી રહે. કવિતા રો-હાઉસ સોસા. વિભાગ- 01 નવજીવન હોટલ પાસે સરથાણા સુરત સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

મુંબઈ રૂટ બંધ થતાં આરોપીઓ રાજસ્થાનથી ડ્રગ્સ લાવતાં હોવાનું પોલીસ કમિશનરે જણાવ્યું
મુંબઈ રૂટ બંધ થતાં આરોપીઓ રાજસ્થાનથી ડ્રગ્સ લાવતાં હોવાનું પોલીસ કમિશનરે જણાવ્યું

ડ્રગ્સના દૂષણને ખતમ કરવા પ્રયાસ-કમિશનર
સુરત પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું કે, જૈમીન સવાણી અને રાજસ્થાનથી આંસુરામ ખીલેરી નામનો ઇસમ કે જેણે ડ્રગ્સ સપ્લાય કરી છે તે બંનેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. સુરત શહેરમાં રાજસ્થાનથી આવવાનો કારોબાર શરૂ થયો છે તેને રોકવા માટે અમે કટિબદ્ધ છે. અમે તમામ વાલીઓને અને યુવાનોને અપીલ કરીએ છીએ કે, ડ્રગ્સના બંધાણી ન થાવ. શહેરના કોઇ પણ વ્યક્તિને ડ્રગ્સ અંગેની માહિતી મળે તો તાત્કાલીક નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે.

લોકડાઉનમાં કપડાના ધંધામાં મંદી આવતા જૈમીન સવાણીએ એમડી ડ્રગ્સનો વેપલો શરૂ કરી દીધો
લોકડાઉનમાં ધંધામાં આર્થિક મંદી ઉપરથી એમડી લત લાગી જતા જૈમીન સવાણીએ એમડી ડ્રગ્સનો વેપલો શરૂ કરી દીધો હતો. જૈમીનના ચરસી મિત્રોએ રાજસ્થાનમાં આશુરામ સાથે તેની ઓળખાણ કરાવી હતી. જૈમીન ઓનલાઇન ડ્રેસ મટીરીયલ્સનો ધંધો કરતો હતો જો કે લોકડાઉનમાં મંદીને કારણે ધંધામાં નુકશાન થઈ હતી. જૈમીનના પિતા રત્નકલાકાર છે.