• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Seva Setu Program With Samvedana Din By Surat Corporation, No Social Distance In The Presence Of Mayor Corporation Commissioner

ત્રીજી લહેરને આમંત્રણ:સુરત પાલિકા દ્વારા સંવેદના દિન સાથે સેવા સેતુ કાર્યક્રમ, મેયર-પાલિકા કમિશનરની હાજરીમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા

સુરત10 મહિનો પહેલા
સંવેદના દિન સાથે સેવા સેતુ કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડ્યા.
  • કતારગામ કોમ્યુનિટી હોલમાં પાલિકા દ્વારા સંવેદના દિન- સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો

સુરત શહેરના કતારગામ વિસ્તારમાં આવેલા કોમ્યુનિટી હોલમાં રૂપાણી સરકારના પાંચ વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના ભાગરૂપે પાલિકા દ્વારા સંવેદના દિન-સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કતારગામ ઝોનમાં સેવા સેતુના કાર્યક્રમમાં શહેરના મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને પાલિકા કમિશનર પોતે હાજર રહ્યા હતા. આશ્ચર્યની વાત એ છે કે તેમની નજર સામે જ આ પ્રકારે કોરોના સંક્રમણની ત્રીજી લહેરને આમંત્રણ આપતા હોય તેવી સ્થિતિ આવી થઈ હોવા છતાં પણ કોઇ પગલાં લેવાયાં નહીં.

કોઈ આધાર કાર્ડ તો કોઈ આવકના દાખલા માટે ઉમટ્યા
કતારગામ કોમ્યુનિટી હોલની અંદર યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઇ ગયા હતા. કોરોના સંક્રમણનું ભાન ભૂલ્યા હોય તે રીતે આયોજન કરવામાં આવ્યા હોવાના દૃશ્યો સ્પષ્ટ દેખાયા હતા. કતારગામ ઝોનના અનેક લોકો પોતાના કામકાજ માટે અહીં પહોંચ્યા હતા. કોઈકે વિદ્યા સહાયનું ફોર્મ ભરવાનું હતું તો કોઈકે આધાર કાર્ડ બનાવવાનો હતો તો કોઈ કે અન્ય કોઈ મહત્વના આવકના દાખલા જેવા દસ્તાવેજો બનાવવાના હતા.

મેયર, પાલિકા કમિશનર અને સ્થાયી સમિતિના ચેરમેનની હાજરીમાં કોરોના ગાઈડ લાઈન્સનો ભંગ થયો.
મેયર, પાલિકા કમિશનર અને સ્થાયી સમિતિના ચેરમેનની હાજરીમાં કોરોના ગાઈડ લાઈન્સનો ભંગ થયો.

પાલિકાએ જ એક જ જગ્યાએ મોટી સંખ્યામાં લોકોને બોલાવ્યા
કતારગામના લોકોની જનસંખ્યાને ધ્યાનમાં રાખીને કોર્પોરેશન દ્વારા આ કાર્યક્રમનું આયોજન અલગ રીતે કરી શકાય તેવી સ્થિતિ હોવા છતાં પણ માત્ર એક જ જગ્યા ઉપર તમામને બોલાવીને આ પ્રકારની સ્થિતિ ઊભી કરવામાં આવી હતી. આશ્ચર્યની વાત એ છે કે શહેરના મેયર, સ્થાયી સમિતિના ચેરમેન અને કમિશનર પોતે હાજર હોવા છતાં પણ આવી રીતનો કોરોના ગાઇડ લાઇન્સનો ઉલ્લંઘન કરતો કાર્યક્રમ કેવી રીતે યોજાયો તેને લઈને સૌ આશ્ચર્યમાં છે. લોકોના ટોળેટોળા ઉમટિયા હતા. ઘણા ખરા માસ્ક વગરના હતા તો ઘણાએ માસ્ક યોગ્ય રીતે પહેર્યો ન હતો.

આધાર કાર્ડ, આવકના દાખલાના કામકાજ માટે લોકો ઉમટી પડ્યા હતા.
આધાર કાર્ડ, આવકના દાખલાના કામકાજ માટે લોકો ઉમટી પડ્યા હતા.

ગંભીર ભૂલ લોકોના જીવ માટે જોખમ પુરવાર થઈ શકે
વિશ્વની અંદર કોરોના ફરી એક વખત માથુ ઉંચકી રહ્યું છે. રશિયા સહિતના દેશોની અંદર ફરીથી કોરોના સંક્રમણને કારણે લોકોના મોત થઇ રહ્યા હોવાનું બહાર આવી રહ્યું છે. ચીન જેવા દેશોમાં પણ ત્રીજી લહેરની અસર ધીરે ધીરે શરૂ થઈ છે. તેવા સંજોગોમાં ગુજરાત અને દેશભરની અંદર કોરોના સંક્રમણની ત્રીજી લહેર ગમે ત્યારે ત્રાટકી શકે છે તેવું નિષ્ણાત ડોક્ટરો માની રહ્યા છે. તેવા સમયે આ પ્રકારની ગંભીર ભૂલ એ લોકોના જીવ માટે જોખમ પુરવાર થઈ શકે છે.

ગંભીર ભૂલ એ લોકોના જીવ માટે જોખમ પુરવાર થઈ શકે.
ગંભીર ભૂલ એ લોકોના જીવ માટે જોખમ પુરવાર થઈ શકે.

કોર્પોરેશન જ કોરોના ભૂલ્યુ હોવાની સ્થિતિ
સુરતએ સૌથી વધુ હોટસ્પોટ તરીકે રાજ્યમાં કોરોના સંક્રમણના વ્યાપને કારણે નોંધાયું છે. ત્યારે સૌથી વધુ અને ચીવટપૂર્વક કોરોના સંક્રમણ ન ફેલાય તેના માટેના પગલાં લેવાને બદલે કોર્પોરેશન દ્વારા આ રીતે મોટી સંખ્યામાં લોકો એકત્રિત કરીને જાણે પોતે જ કોરોના સંક્રમણની ગાઈડ લાઈન્સનું ઉલ્લંઘન કરવા માટે તત્પર બન્યા હોય તેવી સ્થિતિ ઊભી થઈ છે.

કોર્પોરેશન દ્વારા આ કાર્યક્રમનું આયોજન અલગ રીતે કરી શકાય તેવી સ્થિતિ હોવા છતાં પણ માત્ર એક જ જગ્યા ઉપર તમામને બોલાવીને આ પ્રકારની સ્થિતિ ઊભી કરવામાં આવી.
કોર્પોરેશન દ્વારા આ કાર્યક્રમનું આયોજન અલગ રીતે કરી શકાય તેવી સ્થિતિ હોવા છતાં પણ માત્ર એક જ જગ્યા ઉપર તમામને બોલાવીને આ પ્રકારની સ્થિતિ ઊભી કરવામાં આવી.

કોરોનાકાળમાં માતા-પિતા ગુમાવનાર બાળકો સાથે ભોજન
કોરોનાકાળમાં અનેક પરિવારોનો માળો વિખાયો છે. અનેક પરિવારોએ પોતાના માતા-પિતા, ભાઈ-બહેનો કે અન્ય સ્વજનો ગુમાવ્યા છે. ત્યારે રાજય સરકારે માતા-પિતા ગુમાવનારા બાળકોની પડખે રહીને સધિયારો આપ્યો છે. આવા બાળકોને મુખ્યમંત્રી બાળસેવા યોજના હેઠળ 21 વર્ષ સુધી મહિને રૂ. 4000ની સહાય કરીને સાચી સંવેદનશીલતા દર્શન કરાવ્યા છે. આજે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારના પાંચ વર્ષની પૂર્ણ થવાના અવસરે આયોજીત સંવેદના દિવસે મેયર હેમાલીબેન બોધાવાલા તથા અન્ય પદાધિકારીઓએ માતા-પિતાની છત્રછાયા ગુમાવનારા સુરત શહેરના 45 બાળકો સાથે ભોજન લઈને સંવેદનશીલતા દર્શાવી હતી.

મેયર હેમાલીબેન બોધાવાલા તથા અન્ય પદાધિકારીઓએ માતા-પિતાની છત્રછાયા ગુમાવનારા 45 બાળકો સાથે ભોજન લીધું.
મેયર હેમાલીબેન બોધાવાલા તથા અન્ય પદાધિકારીઓએ માતા-પિતાની છત્રછાયા ગુમાવનારા 45 બાળકો સાથે ભોજન લીધું.

10 વર્ષીય બાળકીએ મેયરને કહ્યું- મારે કલેક્ટર બનવું છે
અમરોલી વિસ્તારમાં રહેતા પરમાર પરિવારની 10 વર્ષીય દીકરી કેન્વીશાએ કોરોનાથી માતાનું છત્ર ગુમાવ્યું. જયારે પિતાનું સાડાત્રણ વર્ષ અગાઉ કેન્સરના કારણે મૃત્યૃ થયું હતું. કેન્વીશા હાલ છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરે છે. આજે જયારે મેયરશ્રીએ કેન્વીશા સાથે ભોજન લેતા સહર્ષ પુછયુ કે, તારે શું બનવું છે ત્યારે કેન્વીશાએ ખુશી સાથે મારે તો કલેકટર બનવું છે તેમ જણાવ્યું. જેથી દીકરીની દઢ ઈચ્છા અને આંખોમાં અમાપ સપનાઓને જોઈને મેયરે તત્કાલ નિર્ણય કરીને દીકરીના આરોગ્ય અને આગળના અભ્યાસની તમામ જવાબદારીઓમાં મદદરૂપ થવાનો નિર્ણય કર્યો હતો.