તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:પ્રોસેસર્સો હવે બિલના 10 % એનર્જી ચાર્જ તરીકે વસૂલશે

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પેટ્રોલ, ડિઝલ, કોલસાના ભાવ વધતા નિર્ણય

કોલસાના ભાવમાં વધારો થતાં પ્રોસેસિંગ મિલ માલિકોની મુશ્કેલીમાં વધારો થયો છે. બીજી તરફ પેટ્રોલ- ડિઝલના ભાવમાં પણ વધારો થયો છે જેથી સાઉથ ગુજરાત પ્રોસેસર્સ એસો.દ્વારા પ્રોસેસિંગના દરેક બિલ પર 10 ટકા એનર્જી ચાર્જ વસૂલવા નિર્ણય કરાયો છે.

16મી જુલાઈથી રોજ પ્રોસેસર્સો બિલના 10 ટકા લેખે એનર્જી ચાર્જ વસૂલશે. પ્રોસેસિંગ મિલોમાં કોલસાનો ઉપયોગ કરાય છે. શહેરની 325 પ્રોસેસિંગ મિલોમાં રોજનો અંદાજે 7 હજાર ટન કોલસાે વપરાય છે. 8 માસ પહેલા શહેરમાં એક ટન કોલસાનો ભાવ 4 હજાર હતો. 8 માસમાં કોલસાનો ભાવ રૂપિયા 4 હજારથી વધીને 10 હજાર રૂપિયા ટન થઈ ગયો છે. આ ઉપરાંત પેટ્રોલ અને ડિઝલના ભાવમાં પણ વધારો થયો છે. જેને કારણે ભાવ વધારો કરવામાં આવ્યો છે.

આ અંગે પ્રોસેસર્સ જીતેન્દ્ર વખારિયાએ જણાવ્યું કે, કોલસાના અને પેટ્રોલના ભાવ શેર બજારની જેમ રોજ વધી રહ્યા છે. જેને કારણે પ્રોસેસિંગની કોસ્ટિંગ પણ વધી છે. એટલા માટે પ્રોસેસિંગ એસોસિએશન દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...