પ્રોસેસર્સની મીટિંગ:પ્રોસેસર્સે જોબ ચાર્જ 10 ટકા વધાર્યો, 1લીથી અમલી થશે

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 225 ગેરકાયદે મિલો સામે ઝૂંબેશ ચલાવાશે

સાઉથ ગુજરાત પ્રોસેસર્સ એસોસિએશને બુધવારે જોબચાર્જ વધારા મુદ્દે અને ગેરકાયદે મિલો સામે કાર્યવાહી કરવા એક્શન પ્લાન ઘડવા મીટિંગ યોજી હતી, જેમાં 10 ટકા જોબ ચાર્જ વધારવા નિર્ણય લેવાયો છે, જે 1 ઓક્ટોબરથી અમલી બનશે. સાથે સાથે શહેરમાં ચાલતી 225 ગેરકાયદે મિલો સામે ઝૂંબેશ ચલાવવા જીપીસીબી અને રાજ્ય સરકારને રજૂઆત કરવાનો નિર્ણય કરાયો છે. એક જ મહિનામાં કોલસાના ભાવમાં 30 ટકા, પ્રિન્ટિંગના ભાવમાં 25 ટકા, હાઈડ્રોના ભાવમાં 30 ટકાનો વધારો થયો છે. કોલસાના એક પખવાડિયામાં ટન દીઠ 8 હજારથી વધી 10500 રૂપિયા થઈ ગયા છે.

સરકારને ફરિયાદ કરાશે
સાઉથ ગુજરાત પ્રોસેસર્સ એસો.ના પ્રમુખ જીતુ વખારિયાએ જણાવ્યું કે, ‘ગેરકાયદે મિલો અને કોલસાની જગ્યાએ ચિન્ધીનો ઉપયોગ કરતી મિલો સામે ઝૂંબેશ ચલાવાશે. ઝૂંબેશના ભાગરૂપે જીપીસીબી અને રાજ્ય સરકારને રજૂઆત પણ કરવામાં આવશે.

હરીફાઈમાં ટકવું મુશ્કેલ
પાંડેસરા એસો.ના પ્રમુખ કમલ તુલસ્યાને જણાવ્યું કે, ગેરકાયદે મિલોના કારણે કાયદેસર મિલોને હરીફાઈમાં ટકવાનું મુશ્કેલ બની ગયું છે. કોલસા સહિતના મટિરિયલ્સના ભાવ વધતાં જોબચાર્જમાં 10 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...