બિઝનેસ:કોલસાના ભાવમાં વધારો થતાં પ્રોસેસિંગ મિલો 1 મહિનો બંધ

સુરત16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફોગવા પ્રોસેસર્સ એસો. સાથે મીટિંગ કરશે

છેલ્લાં 5 મહિનામાં ડાંઈગ પ્રોસેસિંગ મિલોમાં ઉપયોગમાં લેવામાં આવતાે, કોલસાે, હાઈડ્રો પોલિસોલ, એસિટિક એસિડ, સાઈટ્રીક એસિડ અને કોસ્ટિંક સોડાના ભાવમાં બેથી ત્રણ ગણા વધારો થયો છે. જેને લઈને પ્રોસેસિંગ મિલો દ્વારા તારીખ 1 નવેમ્બરથી તા. 30 નવેમ્બર સુધી શહેરની મિલો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રોસેસિંગ મિલોના માલિકો કહી રહ્યા છે કે, કોલસા અને કલર કેમિકલનું વેચાણ કરતાં વેપારીઓ કાર્ટેલ રચીને મનફાવે તેમ ભાવો વધારી રહ્યા છે અને સ્ટોક કરીને વધારે ભાવ વસૂલ કરે છે. જેને લઈને મિલો એક મહિના સુધી બંધ રાખવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે.

મિલો બંધ રાખવાના નિર્ણયને કારણે શહેરના વિવર્સોની મુશ્કેલી વધી જશે. કારણ કે, નવેમ્બરથી ડિસેમ્બર મહિનામાં લગ્નસરાની સિઝન હોવાને કારણે ટેક્સટાઈ માર્કેટમાં તેજી હોય છે. પ્રોસેસર્સના આ એક તરફી નિર્ણયથી ટેક્સટાઈલ માર્કેટની ચેઈનને અસર થતી હોવાથી સાઉથ ગુજરાત ટેક્સટાઈલ પ્રોસેસર્સ એસોસિએશન અને ફોગવા વચ્ચે બેઠક યોજવા માટે ફોગવાએ સાઉથ ગુજરાત ટેક્સટાઈલ પ્રોસેસર્સ એસોસિશનને પત્ર લખી મિલો બંધ રાખતા પહેલા વિવર્સો સાથે બેઠક યોજી મધ્યસ્થી કરવા માટેની માંગણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...