સુરત:લોકડાઉનમાં ખાનગી કોચિંગ ક્લાસીસને ભાડું ભરવાની સમસ્યા, લોન માટે સરકાર મદદ કરે તેવી રજૂઆત કરી

સુરત3 વર્ષ પહેલા
ખાનગી ક્લાસીસના સંચાલકોને પડતી મુશ્કેલી અંગે લોન માટે રજૂઆત કરવામાં આવી હતી.
  • બે મહિનાથી ક્લાસ બંધ રહેતા ભાડાની સમસ્યા થઈ
  • ક્લાસીસ સંચાલકોએ લોન માટે રજૂઆત કરી

કોરોના વાઈરસના કારણે છેલ્લા બે મહિના કરતાં વધુ સમયથી લોકડાઉન ચાલી રહ્યું છે. લોકડાઉનમાં ખાનગી ક્લાસીસ બંધ રહેતા સંચાલકોને ભાડું ભરવાથી લઈને એડમિશન સહિતમાં નુકસાન ગયું હોવાથી સરકાર લોન આપે તેવી રજૂઆત સાંસદને કરવામાં આવી હતી.

ટીચર્સને પગાર કરવાની સમસ્યા

ખાનગી ક્લાસીસ સંચાલક અભિજીત ગેલોતે જણાવ્યું હતું કે, કોરોના સમયમાં કોચિંગ ઈન્ડસ્ટ્રીઝ ઘણી સમસ્યાઓમાંથી પસાર થઈ રહ્યો છે. દુકાનના ભાડાની સમસ્યા ગંભીર થતી જાય છે. કોચિંગ ક્લાસીસમાં એડમિશન વધારે પ્રમાણમાં માર્ચ અને એપ્રિલમાં થાય છે પરંતુ જે રીતે લોકડાઉન શરૂ થયું ત્યારથી એડમિશન થઈ શક્યા નથી. જેથી ટીચર્સના પગાર કરવાની સમસ્યા પણ ઉભી થઈ છે. આગળના દિવસો પણ શું થશે ક્યારે ચાલુ થશે કેટલા એડમિશન થશે બધાના ઉપર એક પ્રશ્નાર્થ ઉભો થયો છે.

ક્લાસીસને લોન આપવા માંગણી

ક્લાસીસના સંચાલકો સામે આવી પડેલી મુશ્કેલીની ઘડીમાં સરકાર જે રીતે ઉદ્યોગકારોને લોન આપી રહી છે એ રીતે ક્લાસીસના સંચાલકોને પણ ઓછા વ્યાજદરે લોન આપવામાં આવે તેવી રજૂઆત નવસારી સાંસદ સી.આર.પાટીલને કરવામાં આવી હતી. સાંસદે સમસ્યાઓ સાંભળીને સંચાલકોને સરકારમાં રજૂઆત કરવાનો ભરોસો આપ્યો હોવાનું અભિજીત ગેલોતે વધુમાં જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...