સુરતને આમંત્રણ:બરાજ-ટર્શરી પ્લાન્ટ માટે ફંડિંગ મળવાની સંભાવના

સુરત6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સિંગાપુર સમિટમાં દેશમાંથી માત્ર સુરતને આમંત્રણ
  • પાલિકાનું પ્રેઝન્ટેશન જોઈ હવે એક ટીમ સુરત આવશે

2023માં ન્યૂ યોર્કમાં યુએન દ્વારા વોટર કોન્ફ્રરન્સનું આયોજન છે. જેના રોડ મેપ માટે સિંગાપોર ખાતે વર્લ્ડ સિટી સમિટ-2022 યોજાઇ હતી. જેમાં દેશમાંથી માત્ર સુરતને આમંત્રણ હતું. પાલિકા કમિશનરે પાણી તથા સ્વચ્છતા સંદર્ભે કરેલા શ્રેષ્ઠ કામો રજૂ કર્યા હતા. ગંદા પાણીને ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ દ્વારા શુધ્ધ કરી ઉદ્યોગોને અપાતું હોવાનું તેમજ કન્વેન્શલ બરાજ પ્રોજેકટ સંદર્ભે પ્રેઝન્ટેશન કર્યું હતું.

આ જોઈને ઇન્ટરનેશનલ ફાયનાન્સ કોર્પોરેશનની ટીમ પ્રભાવિત થઇ છે. આગામી સમયમાં એક ટીમ સુરત આવશે. ટીમે બરાજ તથા ટ્રર્શરી પ્લાન્ટ માટે ફંડિંગ કરવા રસ દાખવ્યો છે. કમિશનરે જણાવ્યું કે, ટર્શરી પ્લાન્ટનો હેતુ માત્ર ઉદ્યોગોને પાણી વેચવાનો નથી. પરંતુ આ રૂપિયાથી શહેરમાં નવા સુએઝ પ્લાન્ટ, પંપીગ સ્ટેશનો સહિતના કામો કરાશે. ઇન્ટરનેશનલ ફાયનાન્સ કોર્પોરેશન વર્લ્ડ બેંકના નેજા હેઠળ કામ કરે છે. 940 કરોડના બરાજ પ્રોજેક્ટનું ટેન્ડર મંજૂર થઇ ગયું છે. આ માટે હજુ રાજ્ય સરકારે ગ્રાન્ટ આપવા કોઇ તૈયારી બતાવી નથી.

અન્ય સમાચારો પણ છે...