• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Trade Unions Protest Against Privatization In Surat, Resolution Of Expensive Demands And Demand For Implementation Of Old Labor Law

બે દિવસીય હડતાળ:સુરતમાં ખાનગીકરણના વિરોધમાં ટ્રેડ યુનિયનોનું વિરોધ પ્રદર્શન, પડતર માંગણીઓનો ઉકેલ અને જૂના લેબર લોના અમલીકરણની માગ

સુરત4 મહિનો પહેલા
કર્મચારીઓએ ખાનગીકરણના વિરોધમાં રેલી યોજી નારેબાજી કરી હતી.
  • વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતેથી ક્લેક્ટર કચેરી સુધી રેલી યોજી વિરોધ પ્રદર્શન કરાયુ

આજે અને કાલે બેંકોના ખાનગીકરણના વિરોધમાં બે દિવસ રાષ્ટ્રીયકૃત બેંકોમાં હડતાળ રહેશે. વનિતા વિશ્રામથી જિલ્લા કલેકટર કચેરી સુધી રેલી આકારે કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો હતો. સરકારની કામદાર વિરોધી નીતિઓ સામે વિવિધ ટ્રેડ યુનિયન દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. તારીખ 28 અને 29 એમ બંને દિવસોએ સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. બેંક યુનિયનો જાહેર ક્ષેત્રની બેંકોનું ખાનગીકરણ કરવાની સરકારની યોજના તેમજ બેંકિંગ કાયદો સુધારા બિલ 2021 સામે વિરોધ કરવા ભાગ લઈ રહ્યા છે.

આકરી ટીકા કરાઈ
બેંકોના ખાનગીકરણના વિરોધમાં રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારીઓની આજથી બે દિવસ હડતાળ ઉપરાંત રેલવે, રોડવેઝ, વીજળી, ટ્રાન્સપોર્ટ કામદારો પણ હડતાળમાં જોડાશે. કેન્દ્ર કેન્દ્રીય ટ્રેડ યુનિયનોએ સરકારની નીતિઓના વિરોધમાં 28 અને 29 માર્ચે ભારત બંધનું એલાન આપ્યું છે. બેંક યુનિયનોએ પણ આ બંધમાં જોડાતા બેંકિંગ સેવાઓ પ્રભાવિત થઈ છે. હડતાળમાં ઈન્ડિયા બેંક એમ્પ્લોઈઝ યુનિયને સરકારની નીતિઓની આકરી ટીકા કરી છે.

તારીખ 28 અને 29 એમ બંને દિવસોએ સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવશે
તારીખ 28 અને 29 એમ બંને દિવસોએ સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવશે

લેબર લોની માગ
દેશમાં જે 44 જેટલા લેબલ લો હતાં. તેને દૂર કરીને કેન્દ્ર સરકાર દ્વારા માત્ર 3 લેબર લો કરી દીધા છે. જેને કારણે કામદાર વર્ગ અને ખૂબ જ મોટું નુકસાન થઈ રહ્યું છે. તેમને રોજિંદુ જે વેતન મળવું જોઈએ. તે પણ ખૂબ જ ઓછા પ્રમાણમાં મળી રહ્યું છે. તેના કારણે તેઓ આર્થિક ભીંસમાં આવી રહ્યા છે. સરકારે બેંકોનું ખાનગીકરણ અને અટકાવવું જોઇએ. તેમજ લેબર લો પ્રમાણે ઓછામાં ઓછું 21 હજાર જેટલું પણ દરેક કર્મચારીને મળે તે પ્રકારની જાહેરાત કરવી જોઇએ. તેની અમલવારી પણ કરાવવી જોઇએ.