તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના કાળ:વિરોધ કર્યા બાદ ખાનગી શાળાઓએ એકમ કસોટી લીધી

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

થોડા દિવસો પહેલા શિક્ષણ વિભાગે શાળા શરૂ નહીં થાય ત્યાં સુધી ફી નહીં લેવાનો આદેશ ખાનગી શાળાઓને કર્યો હતો. જેના વિરોધમાં ખાનગી શાળાઓએ શિક્ષણ વિભાગની હોમ લર્નિંગનની એકમ કસોટી નહીં લેવાનો નિર્ણય કર્યો હતો. આ મામલે જિલ્લા શિક્ષણાધિકારી એચ. એચ. રાજ્યગુરૂએ જણાવ્યું કે, અમારા સરવે મુજબ 80% વિદ્યાર્થીઓએ પ્રશ્નપત્ર ડાઉનલોડ કરી પરીક્ષા આપી છે. સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની પણ કેટલીક શાળાઓના છાત્રોએ શિક્ષણ બોર્ડની વેબસાઇટથી એકમ કસોટીના પ્રશ્નપત્ર ડાઉનલોડ કરી પરીક્ષા આપી હોવાનું અમારા ધ્યાને આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...