સુરતમાં PM મોદીની સભા:ઉમેદવારોને સ્ટેજ પર લાવી મોદીએ સભા ગજવતાં કહ્યું-'આપણી નવી પેઢીએ સુરત-અમદાવાદના બ્લાસ્ટ નથી જોયા, આતંકવાદથી ચેતજો'

સુરત2 મહિનો પહેલા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા રસ્તા પર જનમેદની ઊમટી પડી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચારને લઈ આજે સુરત આવ્યાં રહ્યા છે. સુરતમાં ભવ્ય રોડ શો બાદ મોદીએ મોટા વરાછા-અબ્રામા ખાતે વિશાળ જનસભાને સંબોધી હતી. જેમાં તેમણે ઉમેદવારો માટે મત માગતા કહ્યું હતું કે, આપણી નવી પેઢીએ સુરત-અમદાવાદના બોમ્બ બ્લાસ્ટ જોયા નથી. આ લોકો બટલા હાઉસના બ્લાસ્ટને આતંકવાદ નહોતા ગણતા. જેથી આ લોકોથી ચેતવાની જરૂર છે. જે લોકો આતંકવાદને સમર્થન કરે છે.

મોદીએ આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો હતો.
મોદીએ આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો હતો.

મોદીએ સુરતના ભરપેટ વખાણ કર્યા
મોદીએ ભાષણની શરૂઆતમાં જ કહ્યું કે, રોડ શોનું કોઈ જ આયોજન નહોતું. પરંતુ આજે લોકોનો જનસાગર રસ્તા પર ઉમટી પડ્યો હતો. કોઈ રોડ શોનું આયોજન નહોતું છતાં જનસાગર ઉમટ્યો હતો.જેથી બધાને મળતાં મળતાં આવ્યો છું. હવે મને વિશ્વાસ છે કે, પ્રચંડ બહુમતી આવી જશે. આ વખતે ગુજરાતે બધા જ વિક્રમો તોડવાનું નક્કી કર્યું છે.

તમે બધુ સંભાળી લીધુ છે
સુરતનું આ ઋણ કેવી રીતે ચૂકવીશ તેમ કહેતા મોદીએ ઉમેર્યું કે, સુરતીઓએ કહેલું કે સંભાળી લઈશું. આ દ્રશ્ય જોયા પછી લાગે છે કે, બધુ સંભાળી જ લીધુ છું. હું તો પવિત્ર કાર્યમાં આચમન પુણ્ય લેવા આવ્યો છું. બધામાં એક જ નાદ છે- ફિર સે એક બાર અને લોકોએ કહ્યું ભાજપ સરકાર, લોકોના મનમાં થાય કે, નરેન્દ્રભાઈ સુરતથી તો ગેરંટી છે. તમારા આશિર્વાદ મારી મોટી ઉર્જા છે.સુરત કોઈ એવો વિષય એવો નહી હોય તેમાં પાછળ હોય.

મોદીની સભામાં ઉમેદવારો સ્ટેજ પર હાજર રહ્યા હતા
મોદીની સભામાં ઉમેદવારો સ્ટેજ પર હાજર રહ્યા હતા

સુરતમાં સેવાની સુવાસ
મારું સૌભાગ્ય ગયા મહિને ભાવનગરમાં 500 દીકરીઓના સમૂહલગ્નમાં જવાનો અવસર મળ્યો હતો જેણે પિતા ગૂમાવ્યાં હતાં. ત્યાં સુરતની સુવાસ દેખાતી હતી. ડાંગના જંગલમાં પણ સુરતની છાપ દેખાય છે. આધુનિક હોસ્પિટલ,રક્તદાનમાં વરાછા અને મારું સુરત દેખાય છે. મોટા સરોવરો પણ સુરત બનાવે, સ્કૂલ બનાવવા,સોલાર બધે જ આગળ સુરત છે. સુરતે સમાજ ભક્તિની, કંઈક કરવાની ઉમદા પહેલ કરી છે. સુરત આવ્યો છું. ત્યારે તમને સૌને આદરપૂર્વક નમન કરુ છું. સુરત મોટા લક્ષ્યો પાર પાડવાનું સાક્ષી છે.

સુરત પર હિન્દુસ્તાનને ગર્વ
સુરતને બદનામ કરાતું હતું.પરંતુ સુરતે આજે પુરૂષાર્થ,સામર્થ્યથી નવી ઉંચાઈ હાંસલ કરી છે.આખુ હિન્દુસ્તાન સુરત પર આજે ગર્વ કરે છે.દુનિયાના આગળ વધતા 10માંથી સુરત એક છે.સુરત હવે અલગ અલગ નામથી ડાયમંડ,આઈટી, કાપડ વગેરેથી ઓળખાય છે. સુરત આઈટીમાં આખા ગુજરાતને ભેદી જશે. આ શહેર પુરાતન છે એટલું છે એટલું જ ભવિષ્યને જોનાર, સમજનાર છે.

મોદીએ સુરતના ઈન્ફ્રાસ્ટ્ર્કચરના વખાણ કર્યા હતા
મોદીએ સુરતના ઈન્ફ્રાસ્ટ્ર્કચરના વખાણ કર્યા હતા

અંગ્રેજોને પણ અહિં સામર્થ્ય દેખાયું હતુ
સુરતનું સામર્થ્ય શુઁ છે એ હવે મને સમજાય છે કે અંગ્રેજો શું કામ પહેલા સુરત આવ્યાં હતાં. અહિં કંઈક દમ હોવાથી અંગ્રેજોને ત્યાંથી દેખાયું હશે એટલે આવ્યા હશે. ભાજપની ડબલ એન્જિન સરકાર સુરતના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને આધુનિક બનાવવા તરફ છે. ગુજરાતની ઓળખ છે. તાપી રિવરફ્રન્ટ, બાયો ડાયવર્સિટી પાર્કથી ચાર ચાંદ લાગ્યા છે.

મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને લોકો સભામાં આવ્યા હતાં.
મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને લોકો સભામાં આવ્યા હતાં.

સુરતમાં ઈન્ફ્રાસ્ટ્ર્કચર
સુરતમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ન હોત તો શું થાત એ વિચાર પણ ન થઈ શકે. ઈન્ફ્રસ્ટ્રક્ચરની બાબતમાં કોંગ્રેસને અમારા વિચારો મેળ ખાતા નથી. કોંગ્રેસને વોટ મળે એ જ કરે છે, લડાવે અને પોતાનું કાઢી લે.કોંગ્રેસની વિચારધારા કેવી છે કે, લોકસભામાં ચીનની સીમા પર રોડની વાત ચાલતી ત્યારે કોંગ્રેસે પાર્લામેન્ટમાં જવાબ આપેલો કે અમે એટલે રોડ નથી બનાવતા કે એ રોડનો ઉપયોગ ચીન વાળા કરે તો...આવી વિચારધારા કંઈ ભલુ કરી શકું. દુનિયાના સમૃદ્ધ દેશનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર સમૃદ્ધ હોય છે. દુનિયામાં તેવો પૂલ, ઉંચો પૂલ, ઉંચાઈ પર સડક ભારતમાં બનાવ્યો છે.સ્ટેચ્યુ ઓફ યુનિટી આપણે બનાવ્યું છે. સોલાર હાઈબ્રીડ પાર્ક, ડિજીટલ ઈન્ફ્રાના કારણે ભારત દુનિયામાં 40 ટકા ભારતમાં થાય છે. હવે ભારતમાં બુલેટ ટ્રેન આવશે તો સુરતને નજીક થઈ જશે. ઈન્ફ્રાસ્ટ્ર્ક્ચર નવા રોજગાર લાવે છે. સુરતમાં મેટ્રો, એરપોર્ટ, રો રો ફેરી વગેરેથી ખૂબ લાભ થયો.

કોંગ્રેસે નર્મદા આડે રોડા નાખ્યા
નર્મદાના કારણે કચ્છ કાઠિયાવાડમાં પાણી પહોંચ્યું છે. નવો આત્મ વિશ્વાસ નર્મદાના પાણીથી જાગ્યો છે.નર્મદાનું પાણી વિકાસનું અમૃત બન્યું છે. સુરતના લોકોને યાદ રાખવું જોઈએ અને ક્યારેય ન ભૂલો કે જે પંડિત નેહરૂએ જેનો શિલાન્યાસ કર્યો 50 વર્ષ સુધી ખોરંભે ચડાવી, બદનામ કર્યા, લોકસભાની ટિકિટો આપી એવા તત્વોને ગુજરાતની ધરતી પર પગ મૂકવા દેવો એ પાપ સમાન છે. ત્રણ પેઢીઓને તબાહ કરવાનું કામ કર્યું છે.

વડાપ્રધાનને સુરતના અને સુરતીઓના ભરપેટ વખાણ કર્યા હતા
વડાપ્રધાનને સુરતના અને સુરતીઓના ભરપેટ વખાણ કર્યા હતા

સુરતે વિકાસની ધમાલ મચાવી
દુનિયામાં આપણી અર્થવ્યવસ્થા 5માં નંબરે પહોંચી છે. સુરતીઓ હીરામાં અને લેબગ્રોનમાં ધમાલ મચાવી રહ્યાં છે..ટેક્સટાઈલ સેક્ટર તેજ ગતિથી આગળ વધી રહ્યું છે. ગુજરાત મેન્યુફેક્ચરીંગ હબ બની ગયું છે. 20 વર્ષમાંગુજરાતમાં 16 લાખ કરોડનું મેન્યુફેક્ચરીંગ થાય છે.સાયકલ નહોતી બનતી ત્યાં હવાઈ જહાજ બનશે. 7 લાખ લૂમ્સ આજે થઈ ગયા છે.ડાયમંડનો વિસ્તાર થઈ રહ્યો છે.ડ્રિમ સિટી પ્રોજેક્ટ, સુરત ડાયમંડનું હબ બની ગયુ છે.સુરક્ષામાં આંતરિક અને બાહ્ય મહત્વની છે. ગુજરાત અને સુરતના લોકો વેપારીઓની સુરક્ષાનો મુદ્દો છે.

આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો
નવી પેઢીએ બોમ્બ બ્લાસ્ટ નથી જોયા, સિરીયલ બ્લાસ્ટ નથી જોયા. હું આતંકવાદના હિતેચ્છુથી લોકોને સતર્ક કરવા માગુ છું. બટલા હાઉસમાં આતંકવાદી માર્યા ગયા તેમાં પોલીસ જવાનો શહીદ થયા હતા.મુંબઈ હુમલાની તસવીરો આજે યાદ છે.હુમલા બાદ આતંકના આકાને પાળવામાં આવતાં હતાં.આતંકીઓને પાળનારાને દૂર રાખવાના છે. આતંકવાદને મજબૂતીથી કચડવા ભાજપ સરકાર પૂરી શક્તિથી કામ કરે છે. આ ભાજપે સર્જીકલ સ્ટ્રાઈકનો નિર્ણય લીધો હતો.અમે આતંકી અને તેમના આકાઓને પણ ઘરમાં ઘુસીને મારીએ છીએ.કોંગ્રેસ અને તેના પગલે ચાલતા લોકો ક્યારેક આકરી કાર્યવાહી કરતા નથી.ગુજરાતને નીચુ પાડનારને ઓળખવા પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે.

ગરીબોની ચિંતા કરી
ભારતના વિકાસ માટે, ગરીબોને સશક્ત કરવા જરૂરી છે. આઠ વર્ષમાં 40 કરોડ ગરીબોના બેંક ખાતા ખુલ્યા છે.કોરોનામાં ગરીબોના ઘરના ચૂલાની ચિંતા કરી.મફ્ત વેક્સિન આપી,મફ્તમાં અનાજ અપાય છે.3 લાખ કરોડ રૂપિયા સુરત વાળાને ખબર પડે કોંગ્રેસવાળાને ખબર ન પડે આટલું બજેટ અનાજ પાછળ અપાય છે. ગુજરાતમાં પોણા ચાર કરોડને લોકોને મફતમાં અનાજ અપાય છે.. શિક્ષણમાં ખૂબ સારું કામ થયું, ગરીબોને સસ્તી લોન આપી છે.

શિક્ષણની નવી સુવિધા
અમે ગુજરાતીમાં મેડિકલ શિક્ષણ શરૂ કરાવ્યું છે. આજે જે દ્રશ્ય જોયુ તે અભિભૂત કરનારુ છે. સુરત સશક્ત છે તેટલું ગુજરાત બને એ મારી એક જ અપેક્ષા છે કે વિકસીત ગુજરાત બને. સંકલ્પ પત્ર વિકસીત ગુજરાતનો રોડ મેપ છે.જૂના બધા જ રેકોર્ડ તોડો. આ વખતે આખુ દક્ષિણ ગુજરાતમાં ભાજપ જીતશે.

કારનો દરવાજો ખોલી મોદી ઉભા રહી ગયા હતાં.
કારનો દરવાજો ખોલી મોદી ઉભા રહી ગયા હતાં.

લોકોની ભીડ જોઈ કારમાંથી બહાર ઉભા રહ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા સુરતમાં માનવ મહેરામણ ઉમટ્યો હતો. રસ્તાની બન્ને તરફ લોકોની ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી. જેને કારણે વડાપ્રધાન પોતાની કારમાં બેસી રહેવાની જગ્યાએ કારનો દરવાજો ખોલીને સાઈડમાં ઉભા રહી ગયા હતાં. તથા લોકોનું અભિવાદન જીલતા જીલતા આગળ વધ્યાં હતાં. વડાપ્રધાન લોકોનો પ્રેમ જોઈને મજબૂર થયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યાં હતાં.

રસ્તાની બન્ને બાજુ કેસરીયા ખેસ પહેરીને કાર્યકરો ઉમટી પડ્યા છે.
રસ્તાની બન્ને બાજુ કેસરીયા ખેસ પહેરીને કાર્યકરો ઉમટી પડ્યા છે.

પ્રધાનમંત્રીના આગમથી લોકોમાં ભારે ઉત્સાહ
દેશના વડાપ્રધાન અને ગુજરાતના પુત્ર નરેન્દ્ર મોદી સુરત આવ્યા છે. ત્યારે પ્રધાનમંત્રીને લઇ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પ્રધાનમંત્રીના સ્વાગત અને નરેન્દ્ર મોદીની એક ઝલક જોવા માટે મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉમટી પડ્યા હતા. પ્રધાનમંત્રી એરપોર્ટથી અબ્રામા ગોપીન ગામ ખાતેની સભા સ્થળ સુધી એમના જે 30 km લાંબો રૂટ પર બાય રોડ ગયા. જેને લઇ પ્રધાનમંત્રીના રોડ પર રસ્તાની બંને બાજુ મોદી સમર્થકોની ભારે જોવા મળી હતી. રસ્તાની બંને તરફ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડી મોદી મોદીના નારાઓ લગાવ્યાં હતાં.શહેરના રસ્તા મોદી મોદીના નારાથી ગુંજી ઉઠ્યા હતાં.

સર્કિટ હાઉસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું રાત્રિ રોકાણ
સર્કિટ હાઉસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું રાત્રિ રોકાણ

સર્કિટ હાઉસમાં મોદીનું રાત્રિ રોકાણ
દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચારને લઇ સુરત આવ્યા છે. સુરતના અબ્રામા ગોપીન ગામ ખાતે જનસભા સંબોધ્યા બાદ આજે રાત્રે સુરત રોકાણ કરવાના છે. સુરતના સર્કિટ હાઉસ ખાતે પ્રધાનમંત્રી રાત્રી રોકાણ કરવાના છે. ત્યારે પ્રધાનમંત્રીના રોકાણીને પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સર્કિટ હાઉસના આસપાસ અવરજવર પર પણ પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. સર્કિટ હાઉસની કમ્પાઉન્ડ દિવાલ પર પણ ખાસ સુરક્ષાના ભાગરૂપે સફેદ પડદા લગાવી દેવામાં આવ્યા છે. તે ઉપરાંત સર્કિટ હાઉસની સામે જિલ્લા કલેકટર કચેરીની કમ્પાઉન્ડ દિવાલ પર પણ સફેદ પડદા લગાવી વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે.

રસ્તાની બન્ને બાજુ લોકો ઉમટી પડ્યાં છે.
રસ્તાની બન્ને બાજુ લોકો ઉમટી પડ્યાં છે.

ઢોલ નગારા સાથે પ્રધાનમંત્રીનું સ્વાગત
સુરતમાં પ્રધાનમંત્રી પસારના રૂટ પર જુદા જુદા પોઇન્ટ ઉપર સ્વાગત તૈયાર કરાયા હતા. આ સ્વાગત પોઈન્ટ ખાતે ઢોલ નગારા વગાડીને ઉત્સાહ જેવો માહોલ બનાવવામાં આવ્યો હતો. એરપોર્ટથી અઠવા ગેટ સુધીના આ સમગ્ર રૂટ પર પાર્લે પોઇન્ટ સરગમ શોપિંગ સેન્ટર ખાતે વિશેષ સ્વાગત પોઈન્ટ પ્રધાન મંત્રી માટે રાખવામાં આવ્યું છે. અહીં ઢોલ નગારા સાથે પ્રધાનમંત્રીના સ્વાગતની તૈયારી કરાઈ છે. સાથે સાથે હજારોની સંખ્યામાં રસ્તાની બંને તરફ મોદી સમર્થકોની ઉમટી પડી છે.

પ્રધાનમંત્રી ના આગમન પૂર્વે શહેર બન્યું મોદીમય
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુરતમાં આગમન પહેલા શહેર મોદીમય બની ચૂક્યું છે. પ્રધાનમંત્રીના આગમન પૂર્વે નરેન્દ્ર મોદી જે જે રોડ પરથી પસાર થવાના છે તે તમામ રૂટ પર મોદી મોદીના નારાઓ ગુંજી રહ્યા છે. પ્રધાનમંત્રી શહેરની દસ વિધાનસભામાંથી પસાર થઈને 30 કિલોમીટર જેટલો લાંબો રૂટ કાપીને સભાસ્થળ સુધી પહોંચવાના છે પ્રધાનમંત્રીના સ્વાગત અને તે જોવા માટે તેમના સમર્થકોમાં ભારે ઓછા જોવા મળી રહ્યો છે. પ્રધાનમંત્રીના બંને તરફના રોડ પર મોદી મોદીના નારા લાગતા બપોર બાદ સમગ્ર સુરત જાણે મોદીમય બની ગયું હોય તેમ લાગી રહ્યું છે.

રોડ શોમાં કેજરીવાલના નારા લાગ્યા
ગુજરાત વિધાનસભા ઇલેક્શનને લઈ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુરતમાં ચૂંટણી પ્રચાર માટે જનસભા નું આયોજન કર્યું હતું. આ જનસભા સુધી પહોંચવા માટે પ્રધાનમંત્રી નો એરપોર્ટ થી ગોપીન ગામ સુધી 30 km નો મીની રોડ શો યોજાયો હતો. દરમિયાન અનેક જગ્યાએ મોદી મોદીના નારા લાગ્યા તો. કેટલીક જગ્યાએ પ્રધાનમંત્રીના રોડ શોમાં કેજરીવાલ કેજરીવાલના નારાઓ લાગ્યા. પ્રધાનમંત્રી નો રોડ શો મોટા વરાછાના વૃંદાવન ચોક પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે રોડની સાઈડ પર ઉભેલા અનેક લોકો દ્વારા કેજરીવાલ કેજરીવાલના નારાઓ લગાવવામાં આવ્યા હતા.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો મોટા વરાછાના વૃંદાવન ચોક પાસેથી કોનવે પસાર થયો અને તે દરમિયાન જ પ્રધાનમંત્રીની ગાડી પસાર થઈ ત્યારે જ કેજરીવાલ કેજરીવાલના નારાઓ લગાવી પ્રધાનમંત્રી અને ભાજપનો વિરોધ વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચોઃ- સુરતમાં ભાજપ માટે આજે કતલની રાત:શું મોદી ચૂંટણી પહેલાં રાત્રિરોકાણની અભૂતપૂર્વ ઘટનામાં પાટીદારોનો ખેલ પાડી દેશે? અગ્રણીઓ સાથે મિટિંગોમાં થશે બધું નક્કી

લીડમાં ઘટાડો થયો હતો
સુરતમાં શકિતવિહિન થઇ રહેલી કોંગ્રેસે તે સમયે મોટી સંખ્યામાં મતો મેળવ્યા હતા. પરંતુ આ વખતે પડકાર આમ આદમી પાર્ટી છે. સુરત શહેરમાં 6 બેઠકો એવી છે જેના પર પાટીદારોની વસ્તી બહોળી સંખ્યામાં છે. આમાંથી 3 બેઠકો વરાછારોડ, કામરેજ અને કરંજ બેઠકો એવી છે જ્યાં જો પાટીદાર મતો એક તરફી પડે તો વિજયનું ગણિત બની જાય છે. ભાજપે આ જ બેઠકો પર વર્ષ 2017માં મોટી લીડ ગુમાવી હતી.

ભાજપના ગઢ વરાછા-કામરેજમાં ગાબડું પાડ્યું હતું
કોરોનાના પ્રથમ વેવ બાદ વર્ષ 2021માં થયેલી સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી એક મોટી શકિત બનીને બહાર આવી. આ ચૂંટણીમાં આપે વરાછા રોડ અને કામરેજ વિધાનસભાના બધાં જ વોર્ડમાં ભાજપના સુપડા સાફ કરી નાખ્યા. વરાછા રોડમાં વોર્ડનંબર 3(વરાછા-સરથાણા),વોર્ડનંબર 4(કાપોદ્રા) અને વોર્ડનંબર 5(ફુલપાડા) સામેલ છે.

પાલિકામાં આપનો કબ્જો
અહિંયાના તમામ ચારેય ચાર અર્થાત 12 નગરસેવકોના પદ પર આપે કબજો મેળવી લીધો હતો. અહિંયા આપે 3.71 લાખ મતો મેળવ્યા હતા.જ્યારે ભાજપને 1.78 લાખ મતો જ મળ્યા હતા. આ જ રીતે કામરેજ બેઠકમાં સામેલ વોર્ડનંબર 2(મોટા વરાછા-કઠોર), વોર્ડનંબર 16(પુણા પશ્ચિમ) અને વોર્ડ નંબર 17(પુણા પૂર્વ)ના પણ ચારેય ચાર અર્થાત 12 નગરસેવકોના પદ પર પણ આપે કબજો મેળવી લીધો. અહિંયા આપને 5.19 લાખ મતો મળ્યા હતા જ્યારે ભાજપને 1.99 લાખ મતો મળ્યા હતા.

કતારગામમાં પણ ભાજપ માટે ડર
આ જ રીતે કતારગામમાં પણ આમ આદમી પાર્ટીએ પગપેસારો કર્યો. આ બેઠકના વોર્ડનંબર 6 (કતારગામ), વોર્ડ નંબર 7(વેડ) અને વોર્ડનંબર 8(ડભોલીમાં) આપના 3 અને ભાજપના 9 નગરસેવક જીત્યા હતાં. અહિંયા પણ ભાજપ માટે ચિંતા પેદા કરનારી પરિસ્થિતિ જોવા મળી. ભાજપના જે ઉમેદવારો જીત્યા તેમના મતોનું માર્જિન મોટું નહતું.

મતમાં ઘટાડો
અહિંયા ભાજપને 2.75 લાખ મત મળ્યા જ્યારે આપને 2.20 લાખ મતો મળ્યા મતલબ કે અહિંયા ભાજપ અને આપ વચ્ચે ફક્ત 55 હજાર મતોનું જ અંતર રહ્યું હતું. કરંજ બેઠકમાં 2 વોર્ડ સામેલ છે વોર્ડનંબર 14 ( ઉમરવાડા-માતાવાડી) અને વોર્ડનંબર 15 (કરંજ-મગોબ) અહિંયા ભાજપના 8 નગરસેવકોની પેનલનો વિજય થયો હતો. ભાજપના નગરસેવકોને 1.18 લાખ મતો મળ્યા હતા જ્યારે આપને 91 હજાર મતો મળ્યા હતા.

ભાજપના માર્જિનમાં ઘટાડો
વરાછારોડની બેઠક 2012ની ચૂંટણીમાં ભાજપે 20359 મતોના માર્જિનથી જીતી હતી. વર્ષ 2017માં આ લીડ ઘટીને 13998 મત રહી ગઇ હતી.
કામરેજ બેઠક 2012ની ચૂંટણીમાં ભાજપે 61371ના માર્જિનથી જીતી હતી. વર્ષ 2017માં લીડ ઘટીને 28191 મત રહી ગઇ હતી
કરંજ બેઠક 2012ની ચૂંટણીમાં ભાજપે 49439ના માર્જિનથી જીતી હતી. વર્ષ 2017માં આ લીડ ઘટીને 35598 મત રહી ગઇ હતી.
સુરત ઉત્તર બેઠક 2012ની ચૂંટણીમાં ભાજપે 22034ના માર્જિનથી જીતી હતી. વર્ષ 2017માં આ લીડ ઘટીને 20022 મત રહી ગઇ હતી.
પાટીદારોવાળી આ 2 સીટો પર ભાજપે લીડ વધારી હતી

મોદીનો કાર્યક્રમ:
28 નવેમ્બર 2022
11:45 વાગ્યે સર્કિટ હાઉસથી એરપોર્ટ માટે રવાના.

રસ્તા માત્ર કાફલા સમયે બંધ રહેશે : CP
નરેન્દ્ર મોદી રવિવારે સાંજે સુરત એરપોર્ટ ઉતરશે અને ત્યાંથી બાયરોડ મોટા વરાછામાં ગોપીનગામ ખાતે જાહેરસભા સંબોધશે. પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું કે, 27 તારીખે સવારે 6થી સાંજે 6 વાગ્યા સુધી કોઈ વાહનને અટકાવાશે નહીં, જનતાને સામાજીક,ધાર્મિક કાર્યો, વિદ્યાર્થીઓને ટ્રાફિકમાં રોકાશે નહીં. માત્ર પીએમનો કાફલો જ્યારે પસાર થશે ત્યારે જરૂર પ્રમાણે 15થી 20 મિનિટ કે વધુમાં વધુ અડધો કલાક રોડ બંધ રખાશે. લગ્ન વરઘોડા બાબતે કોઈપણ પ્રકારનો પ્રતિબંધ નથી.

મોદીના રૂટ પર અંદાજે 25થી વધુ પાર્ટી પ્લોટમાં લગ્નો
સુરત એરપોર્ટથી લઇને એસવીએનઆઇટી વચ્ચે પાંચથી છ જગ્યાએ મોટા પાર્ટી પ્લોટ છે. જ્યારે મોટા વરાછામાં સભા સ્થળ નજીક 20 થી વધુ પાર્ટી પ્લોટ છે. રવિવારે લગ્નપ્રસંગમાં તમામ બુક છે. { એરપોર્ટથી વાયજંકશન સુધી 5થી 7 પાર્ટી પ્લોટ { મોટા વરાછા દુખિયાના દરબાર રોડ ઉપર 5થી 7 પાર્ટી પ્લોટ { આનંદધારા રોડ - 4થી 5 પાર્ટી પ્લોટ { અબ્રામા રોડ - 3થી 5 પાર્ટી પ્લોટ { મોટા વરાછા મહાદેવ ચોક રોડ - 2 પાર્ટી પ્લોટ

અન્ય સમાચારો પણ છે...