નવા પ્રોજેક્ટની શરૂઆત:સુરત નજીક કવાસમા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગ્રીન હાઈડ્રોજન નેચરલ ગેસ બ્લેન્ડીંગ પ્રોજેક્ટનો વર્ચ્યુલ શીલાન્યાસ કર્યો

સુરત14 દિવસ પહેલા
  • કૉપી લિંક
5200 કરોડથી વધુની કિંમતના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. - Divya Bhaskar
5200 કરોડથી વધુની કિંમતના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.

સુરત નજીકના કવાસ -એનટીપીસી સ્થિત આદિત્ય નગરમાં ગ્રીન હાઈડ્રોજન નેચરલ ગેસ બ્લેન્ડીંગ પ્રોજેક્ટનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ શિલાન્યાસ કર્યું હતું. નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન અને ગુજરાત ગેસ કંપનીના સંયુક્ત રીતે ગ્રીન હાઈડ્રોજન નેચરલ ગેસ બ્લેન્ડીંગ પ્રોજેક્ટના શિલારોપણનો આ કાર્યક્રમ હતો. આ પ્રોજેક્ટની કિંમત અંદાજે રૂ.5200 કરોડથી વધુની છે.

ગ્રીન જોબ્સ મળશે -વડાપ્રધાન​​​​​​​
દેશના જુદા જુદા 100 જિલ્લાઓમાં યોજાયેલાં ગ્રીન એનર્જી અંગેના કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકો સાથે સંવાદ કર્યો હતો. તેમણે જણાવ્યું કે સોલાર એનર્જીને કારણે દેશનો ખેડૂત અન્નદાતાની સાથેસાથ ઉર્જા દાતા પણ બની રહ્યો છે. આ પ્રોજેક્ટને કારણે દેશમાં ગ્રીન જોબ્સનું નિર્માણ થશે અને આનો લાભ સમગ્ર દેશને મળશે.

પાવર સેક્ટરમાં પરિવર્તન
આ કાર્યક્રમ આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે 25થી 30 જુલાઈ દરમિયાન દેશભરમાં આયોજિત 'ઉજ્જવલ ઈન્ડિયા બ્રાઈટ ફ્યુચર-પાવર @ 2047'નો ભાગ હતો. દેશભરમાં આયોજિત આ ઈવેન્ટ છેલ્લાં 8 વર્ષમાં પાવર સેક્ટરમાં થયેલા પરિવર્તનને દર્શાવે છે.

અન્ય સમાચારો પણ છે...