ભાસ્કર વિશેષ:સિઝન ટાંકણે જ તમામ મસાલામાં 30% સુધીનો ભાવવધારો હીંગનો ભાવ 60% સુધી વધતાં અથાણાંનો ‘ચટાકો’ મોંઘો થશે

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અફઘાનિસ્તાનમાં સત્તા બદલાતાં 850 રૂપિયે કિલોની પ્રિમિયમ હીંગ 1350ની થઈ

શહેરમાં ખાદ્યતેલ અને દૂઘના ભાવમાં વધારા બાદ લોકોને મોંઘવારીનો વધુ એક માર સહન કરવાનો વારો આવ્યો છે. વર્ષ દરમિયાન થયેલા માવઠાંને કારણે મરચાં, હળદર, ધાણાજીરૂ સહિતના મસાલાના પાકને નુકસાન, કોવિડ બાદ એક્સપોર્ટ વધતાં અને માંગની સામે સપ્લાઇ ઓછો હોવાથી ગત વર્ષ કરતા મસાલાના ભાવમાં કિલોએ 30 ટકાથી વધુનો વધારો થયો છે.

જેના અલગ-અલગ મસાલાનો ભાવ 50 રૂપિયાથી લઈને 200 સુધી વધી ગયો છે. અગાઉ જે ધાણા કિલોએ 70-75 રૂપિયામાં વેચાતા હતા તે 110-120 સુધી થઈ ગયા છે. જીરુનો ભાવ પણ 160થી વધીને 225 થયો છે. અથાણાની સિઝનમાં ભાવવધારો ગૃહિણીઓનું બજેટ બગાડી રહ્યો છે.

લવિંગનો ભાવ 550થી 800 થયા

મસાલાગત વર્ષેહાલ
ધાણા70-75110-120
જીરૂં160-170220-225
મેથી70-7590-95
હળધર80-85105-110
પ્રિમિયમ હીંગ800-8501300-1350
કાશ્મીરી મરચું240-250400-410
લવિંગ560-570800-820
મરી350-360650-660

​​​​​​​ ​​​​​​​

કોરોના બાદ એક્સપોર્ટ વધતાં પણ ભાવ ઉછળ્યા
​​​​​​​મસાલાના વેપારી બરકત અલી કહે છે કે, ‘આ વર્ષે ઘણીવાર કમોસમી વરસાદ થતા પાક ઓછો મળ્યો હતો. બીજી બાજુ 2 વર્ષે કોવિડની સ્થિતિ સુધરતા વેપારીઓએ એક્સોપોર્ટ વધારી દેતાં સ્થાનિક માર્કેટમાં સપ્લાઇ ઘટી ગયો હતો, જેથી ભાવમાં વધારો થયો છે. આપણે ત્યાં રોજ 1.50 લાખ ગૂણ મરચા આવે છે જે હવે ઘટીને 1.15 લાખ થઈ ગયા છે. અન્ય મસાલામાં પણ આવી જ સ્થિતિ છે. મસાલામાં હાલ જૂનો સ્ટોક પૂરો થઈ ગયો છે અને નવો માલ ઓછો આવે છે. ટ્રાન્સપોર્ટેશનના ભાવ પણ વધ્યા છે.

તઝાકિસ્તાનના વેપારીઓએ હીંગના ભાવ વધારી દીધા
​​​​​​​ગયા વર્ષે અફઘાનિસ્તાનમાં તાલિબાને સરકાર બનાવી હતી. એ પહેલા યુદ્ધ જેવી સ્થતિમાં હીંગના પાકને નુકશાન થયું હતું. બીજી બાજુ કેટલાક વેપારીઓ દેશ છોડીને જતા રહેતા અફઘાનિસ્તાનમાંથી હીંગ બહાર આવતી ન હતી. અફઘાનિસ્તાનથી માલ નહીં આવતાં તઝાકિસ્તાનથી માલ મંગાવવો પડતો હતો. ત્યાંના વેપારીઓએ પણ ભાવ વધારી દેતાં ભાવમાં વધારો નોંધાયો હતો. પ્રિમિયમ હીંગનો ભાવ 850થી વધી 1300 થયો છે, જે વચ્ચે 1520 સુધી પહોંચી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...