તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Prevent The Increasing Congestion In The Mahidharpura Diamond Market In Surat, CCTV Is Constantly On The Mic To Maintain Social Distance

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો કહેર:સુરતના મહિધરપુરા હીરા બજારમાં સંક્રમણ વધતા ભીડને અટકાવવા CCTVથી બાજ નજર, સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માઈક પર વારંવાર સૂચનાઓ અપાય છે

સુરતએક મહિનો પહેલા
સુરત ડાયમંડ બ્રોકર એસોસિયેશન દ્વારા સંક્રમણ અટકાવવા માટેના પ્રયાસો થઈ રહ્યા છે
  • સુરત ડાયમંડ બ્રોકર એસોસિયેશન તરફથી પુરી તકેદારીના પગલાં હાલ ભરવામાં આવી રહ્યા છે

સુરતના મહિધરપુરા હીરા બજારમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે. હીરા બજાર સાથે સંકળાયેલા કર્મચારીઓ અને ડાયમંડ વેપારીઓ કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. જેના પગલે પાલિકાની સૂચના બાદ મહિધરપુરા હીરા બજારમાં તકેદારી અને સાવચેતીના પગલાં ભરવામાં આવી રહ્યા છે. હીરા બજારમાં થતી ભીડ અને માસ્ક વિના લોકો પર ખાસ CCTVથી બાઝ નજર રાખવામાં આવી રહી છે. હીરા બજારમાં કોરોનાનું સંક્રમણ ન વધે તે માટે ભીડને અટકાવવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જેને લઈને મહિધરપુરા હીરા બજારમાં સુરત ડાયમંડ બ્રોકર એસોસિયેશન દ્વારા CCTV કંટ્રોલ રૂમમાંથી દિવસ દરમિયાન લોકોને વારંવાર સૂચનાઓ આપવામાં આવી છે.

સોસિયલ ડિસ્ટન્સિંગ જાળવવાની સૂચનાઓ માઈક દ્વારા અપાઇ રહી છે
હીરા બજારમાં હીરા વેપારીઓ અને બ્રોકરો ફરજિયાત માસ્ક અને સોસિયલ ડિસ્ટન્સિંગ જાળવવા અંગેની સૂચનાઓ માઈક દ્વારા આપવામાં આવી રહી છે. તંત્ર દ્વારા સૂચવવામાં આવેલા તમામ નિયમોનું ચુસ્ત રીતે પાલન થાય તે માટે ડાયમંડ બ્રોકર એસોસિયેશન તરફથી પુરી તકેદારીના પગલાં હાલ ભરવામાં આવી રહ્યા છે.

ભીડને અટકાવવા માટે CCTVથી બાજ નજર રાખવામાં આવી રહી છે
ભીડને અટકાવવા માટે CCTVથી બાજ નજર રાખવામાં આવી રહી છે

હીરાદલાલો મહિધરપુરામાં મીની બજારમાં ટોળા એકત્રિત થતાં હોય છે
કોરોના સંક્રમણ હોવા છતાં પણ વર્ષોથી ચાલતી પરંપરા પ્રમાણે જ તેઓ વ્યવસાય કરે છે અને તેના કારણે કોરોના સંક્રમણ વધવાની પૂર્ણ શક્યતાઓ છે. હીરાદલાલો મહિધરપુરામાં મીની બજારમાં એકસાથે ટોળામાં એકત્રિત થતાં હોય છે. સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનો કોઇ હીરા દલાલ દ્વારા પ્રયાસ કરવામાં આવતો નથી અને તેના કારણે આખા વિસ્તારમાં કોરોના સંક્રમણ વધે છે.

સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માઈક પર વારંવાર સૂચનાઓ અપાય છે
સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માઈક પર વારંવાર સૂચનાઓ અપાય છે

રહણાંક વિસ્તાર હોવાથી સંક્રમણનો ભય
મહત્વની બાબત એ છે કે, ડાયમંડની જ્યાં દુકાનો છે, એ રહેણાંક વિસ્તાર પણ છે અને તેના કારણે રહેણાંક વિસ્તારમાં પણ કોરોના સંક્રમણ ફેલાવવાનો એટલો જ ભય રહેલો છે. જેને પરિણામે વહીવટી તંત્ર દ્વારા મહિધરપુરા બ્રોકર એસોસિયેશનને પણ સૂચના આપવામાં આવી છે કે, સરકારે આપેલી ગાઈડલાઈન ચુસ્તતાથી પાલન થવું અનિવાર્ય છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

વધુ વાંચો