નિર્ણય:નવી પાલિકા કચેરીનું મોદી સમક્ષ પ્રેઝન્ટેશન, 4 બિલ્ડિંગ બનાવાશે

સુરત16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 16 અને 14 માળના 2 હાઇરાઇઝ્ડ સહિત 4 બિલ્ડિંગનું ગાંધીનગરથી પ્રેઝન્ટેશન રજૂ કરાયું

લાંબા સમયથી જમીન નક્કી ન થવાના લીધે અટવાઈ રહેલા સુરત પાલિકાના નવા મુખ્ય ભવન નિર્માણની પ્રક્રિયા માટે રિંગરોડ સ્થિત જુની સબજેલવાળી જમીન નક્કી કરાઈ છે. સાથે જ આ જમીન ઉપર એક 16 તથા 14 માળના બે બિલ્ડિંગ અને બે લોરાઇઝ મળી કુલ 4 બિલ્ડિંગ બનાવવાની સૂચિત પ્રક્રિયા આટોપી લેવાઇ છે. ભવન કેવું હશે તે અંગે તૈયાર કરાયેલાં પ્રેઝન્ટેશનને પાલિકા કમિશનર તથા સિટી ઇજનેરે વડાપ્રધાન તથા મુખ્યમંત્રી સમક્ષ ગાંધીનગરથી પ્રસ્તુત કર્યું હતું. આ પ્રેઝન્ટેશન ઉપર વડાપ્રધાને 1 કલાક સુધી મંથન કરી જરૂરી ચર્ચા પણ કરી હતી.

પાલિકા કમિશનરના રહસ્ય સચિવ ઝવેરભાઇ પટેલે કહ્યું કે, પાલિકાના નવા ભવન નિર્માણ માટે જુની સબજેલ વાળી જમીન નક્કી કરવામાં આવી છે. પાલિકાના ભવનને આખરી ઓપ આપતાં પહેલાં તેની વિશેષતાઓ સાથેની ડિઝાઇન સહિતની માહિતીઓનું પ્રેઝન્ટેશન બનાવાયું હતું. આ પ્રેઝન્ટેશન માટે ગાંધીનગર ગયેલાં કમિશનર બચ્છાનિધિ પાની તથા સિટી ઇજનેર આશિષ દુબેએ બપોરે 12 વાગ્યે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સમક્ષ નવાં ભવનની સૂચિત તૈયારીઓનું ચિત્ર સ્પષ્ટ કર્યું હતું.

આ પ્રક્રિયા પુરી કર્યા બાદ સાંજે 6 વાગ્યે વડાપ્રધાન મોદી સમક્ષ નવાં ભવનનું પ્રેઝન્ટેશન મુકાયું હતું. સૂત્રોએ કહ્યું કે, વડાપ્રધાને એક પછી એક સ્લાઇડ જોતા આશરે એક કલાક સુધી તેના ઉપર ચર્ચા કરી હતી. સાથે જ પ્રેઝન્ટેશનને બિરદાવી તેમના જરૂરી સૂચનો પણ રજૂ કર્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...