• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Surat Corporation Prepares 8 Artificial Lakes For Gauriganesh Visharjan In Surat, A Total Of 19 Lakes Will Be Constructed

ગૌરીગણેશ વિસર્જન:સુરતમાં ગૌરીગણેશ વિસર્જન માટે પાલિકા દ્વારા 8 કૃત્રિમ તળાવ તૈયાર, વિસર્જન માટે કુલ 19 તળાવ બનાવાશે

સુરત3 મહિનો પહેલા
ગૌરીગણેશ વિસર્જન માટે આઠ ઝોનમાં આઠ કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા.
  • આ વર્ષે 38 હજાર જેટલી પ્રતિમા સ્થાપના થઇ હોવાનો અંદાજ

ગણેશ ઉત્સવ નિમિત્તે સુરત મહાનગરપાલિકા દ્વારા તમામ ઝોનમાં પ્રતિમાના વિસર્જન માટે કુત્રિમ તળાવ બનાવવાની કામગીરી પ્રગતિ હેઠળ છે. આ ધાર્મિક ઉત્સવમાં દોઢ દિવસે વિસર્જન અને ગૌરીગણેશ વિસર્જનનો પણ મહિમા હોય છે. જેથી સુરત મહાનગરપાલિકા તંત્ર દ્વારા આવનારા દિવસો માટે આઠ સ્થળોએ કુત્રિમ તળાવ તૈયાર રાખવામાં આવ્યા છે. જેથી ગણેશભક્તો સરળતાથી યોગ્ય રીતે વિસર્જન કરી શકે. જ્યાકે ગણેશ વિસર્જન માટે કુલ 19 કૃત્રિમ તળાવો તૈયાર કરવામાં આવનાર છે.

દોઢ દિવસના ગણપતિનું વિસર્જન કરાયું
શહેરભરમાં ગણેશોત્સવને ધ્યાનમાં રાખીને કૃત્રિમ તળાવો બનાવવા માટે કેવી તૈયારીઓ થઈ રહી છે. તે જોવા માટે સુરત સ્થાયી સમિતિના અધ્યક્ષ પરેશ પટેલ અને અન્ય અધિકારીઓએ સ્થળ મુલાકાત લેવા પહોંચ્યા હતા. હાલ અત્યારે આ તળાવો તૈયાર કરી દેવામાં આવ્યા છે. જેમાં આજે સવારે કેટલીક મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. અન્ય કેટલાક તળાવો બનાવવાના બાકી છે તે પણ હવે આખરી તબક્કામાં છે.

દોઢ દિવસના ગણેશજીનું કૃત્રિમ તળાવમાં વિસર્જન શરૂ થયું.
દોઢ દિવસના ગણેશજીનું કૃત્રિમ તળાવમાં વિસર્જન શરૂ થયું.

તમામ ઝોનની અંદર કુત્રિમ તળાવો બનાવાયા
સુરત કોર્પોરેશનના સ્થાયી સમિતિના અધ્યક્ષ પરેશ પટેલે જણાવ્યું કે તમામ ઝોનની અંદર કુત્રિમ તળાવો બનાવવામાં આવ્યા છે અને અત્યારે હાલ ગૌરીગણેશ વિસર્જનને ધ્યાનમાં રાખીને 8 તળાવો તૈયાર કરી દીધા છે. અન્ય તળાવો પણ બેથી ત્રણ દિવસમાં તૈયાર થઈ જશે. મહત્વની બાબત એ છે કે લોકોમાં ખૂબ જ જાગૃતિ આવી છે. હવે લોકો વધુ માટીની મૂર્તિઓની સ્થાપના કરી રહ્યા છે. છેલ્લા એક-બે વર્ષથી તાપી નદીમાં એક પણ પીઓપીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવી રહ્યું નથી તે લોકોના સહકારને કારણે જ શક્ય બન્યું છે. શહેરની તમામ મૂર્તિઓનું વિસર્જન સુપેરે થાય તેના માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.

આઠેય ઝોનમાં કૃત્રિમ તળાવો બનાવવામાં આવ્યા.
આઠેય ઝોનમાં કૃત્રિમ તળાવો બનાવવામાં આવ્યા.

ગણેશ સ્થાપ્નામાં વર્ષ 2019 કરતાં ઘટાડો
2019 માં 59 હજાર ગણેશ પ્રતિમા ની સ્થાપના થઇ હોવાનું મહાપાલિકા ખાતે નોંધાયું છે. પરંતુ કોરોનાને લીધે બે વર્ષથી ગણેશોત્સવ ની ઉજવણી થઈ શકી ન હતી, આ વખતે ગણેશ ચતુર્થી એ વર્ષ 2019 કરતાં ઘટાડો થયો છે. ગૌરીગણેશ સહિતની પ્રતિમા મળી 38 હજાર જેટલી પ્રતિમા સ્થાપના થઇ હોવાનો અંદાજ મંડાય રહ્યો છે. મહાપાલિકા એ તેથી ગત વખત કરતાં બે તળાવ ઘટાડી કુલ 19 કૃત્રિમ તળાવો બનાવશે.

સુરતમાં આ સ્થળો પર ગૌરીગણેશ વિસર્જન થશે

  • ડુમસ, કાદી ફળિયા
  • ડક્કા ઓવારા, ગાંધી બાગ પાસે
  • જૂની સબ જેલ, રીંગ રોડ
  • પાલ આરટીઓ પાસે
  • સરથાણા વીટી સર્કલ નજીક
  • સિંગણપોર કોઝ વે નજીક
  • નવાગામ ડિંડોલી, નંદનવન રો હાઉસ પાસે
  • સચિન સુડા સેક્ટર પ્લોટ નં. 3, શ્રી હરી કોમ્પલેક્ષ પાસે