તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઇનોવેશન:શહેરના યુવાને રૂ.11,455ના ખર્ચે લીડ પેન્સિલ તૈયાર કરી

સુરત2 મહિનો પહેલા
 • કૉપી લિંક
લીડ પેન્સિલ - Divya Bhaskar
લીડ પેન્સિલ
 • મિકેનિકલ અને ક્લચ લીડ વેસ્ટ ઘટાડવા

શહેરના દિવ્યાંગ બૌધાનવાલાએ મિકેનિકલ અને ક્લચ લીડ વેસ્ટ નહીં થાય તે હેતુથી 11,455 રૂપિયાના ખર્ચે લીડ પેન્સિલ તૈયાર કરી છે. જેને SSIP હેઠળ રૂ.25000 તેમજ પેટન્ટ માટે અલગથી રૂ.25000ની ગ્રાન્ટ મળી છે. આ પ્રોજેક્ટ પ્રો.દર્શન મહેતા અને પ્રો. સહિતા વાઇકોમના માર્ગદર્શન હેઠળ તૈયાર કરાયો છે. દિવ્યાંગ બૌધનવાલાએ જણાવ્યું હતું કે આ પેન્સિલ બનાવતા એક વર્ષનો સમય લાગ્યો હતો. હાલ આ પેન્સિલના પ્રોટોટાઇપ પર કામ ચાલી રહ્યું છે. જેમાં ૩-ડી પ્રિન્ટિંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે. બીજી પેન્સિલની જેમ પેન્સિલમાં પણ લખવામાં સરળતા રહેશે.

માત્ર 4 mm લીડ વેસ્ટ જાય છે
હાલમાં જે પેન્સિલ ઉપયોગ કરવામાં આવે છે. તે મિકેનિકલ પેન્સિલ હોય છે. જેમાં લીડ નાખવાની હોય છે. એ પેન્સિલમાં 1.4 સેમી જેટલી લીડ વેસ્ટ જાય છે. એટલે કે 14 mm જેટલી લીડ વપરાતી નથી. જ્યારે આ પેન્સિલમાં 4થી 5 mm જેટલી જ લીડ વેસ્ટ જાય છે. પેન્સિલ ની લીડ 60 mmની હોય છે. તેથી તેમાંથી 14 mm વેસ્ટ જાય તો એ મોટું નુક્સાન છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો