તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આશંકા વચ્ચે આયોજન:સુરતમાં મંજૂરી મળે તો ભગવાન જગન્નાથની રથયાત્રા યોજવા ઈસ્કોન મંદિર દ્વારા તૈયારી શરૂ કરાઈ

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
રથયાત્રાને લઈને બે રથ તૈયાર કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. - Divya Bhaskar
રથયાત્રાને લઈને બે રથ તૈયાર કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
  • કોરોના સંક્રમણ ઘટ્યું હોવાથી યાત્રાને મંજૂરી મળે તેવી મંદિરને આશા

જ્હાંગીરપુરા વિસ્તારમાં આવેલા ઇસ્કોન મંદિરથી દર વર્ષે જગન્નાથ યાત્રા કાઢવામાં આવે છે. ભગવાન જગન્નાથ સાથે ભાઇ બલરામ અને સુભદ્રાનો રથ નીકળે છે. મંદિરના ભક્તો રથ તૈયાર કરવા માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. દર વર્ષે હજારોની સંખ્યામાં યાત્રામાં કૃષ્ણ ભક્તો જોડાતા હોય છે. ભગવાન પોતે ભક્તોને દર્શન આપવા માટે શહેરમાં નીકળે છે. ત્યારે રસ્તા ઉપર હજારો લોકો લાભ લેવા માટે ઉતરી પડે છે.પરંતુ કોરોના સંક્રમણને જોતા આ વખતે રથયાત્રાને મંજૂરી મળશે કે કેમ તે આશંકા વચ્ચે હાલ તૈયારીઓનો ધમધમાટ મંદિરમાં ચાલી રહ્યો છે.

ગત વર્ષે યાત્રા નહોતી નીકળી
ઇસ્કોન મંદિર દ્વારા છેલ્લા 28 વર્ષથી જગન્નાથ યાત્રા આયોજન કરવામાં આવે છે.આ વર્ષે 29મા વર્ષે પ્રવેશ મેળવીને પરંપરા યથાવત રાખવામાં આવશે. કોરોના સંક્રમણના કારણે ગત વર્ષે પણ જગન્નાથ યાત્રા નીકળી શકી ન હતી.પરંતુ આ વખતે સ્થિતિ ધીરે ધીરે નિયંત્રણમાં આવતા ભગવાન જગન્નાથના ભક્તોને આશા છે કે, આ વર્ષે રથયાત્રા પરંપરા અનુસાર નીકળશે. વર્ષોની પરંપરા અવિરત પણે ચાલુ રહે અને ભગવાનના દર્શન કરવા તમામ શહેરીજનો પણ આતુર છે. આ વખતે રથયાત્રા ની મંજૂરી સત્તાવાર રીતે પણ મળી જાય તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે.

રથની તૈયારી શરૂ
ઇસ્કોન મંદિરના પ્રમુખ વૃંદાવન દાસજીએ જણાવ્યું કે, રથયાત્રાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. નાનો અને મોટો બંને રથ તૈયાર કરાશે પરંતુ કોરોના સંક્રમણને કારણે ગત વર્ષે પણ મંજૂરી ન મળવાને કારણે અમે નાં ઓરત ઓછા ભક્તોની હાજરીમાં મંદિર પરિસરમાં જ ફેરવીને રથયાત્રાની ઓપચારિક તા પૂર્ણ કરી હતી. પરંતુ ત્યારે સ્થિતિ ખૂબ જ વિકટ હતી, અને કોરોના સંક્રમણના કેસો પણ વધારે હતા. પરંતુ આ વખતે અમને આશા છે કે, ભગવાન જગન્નાથનો મોરત તૈયાર કરીને ભગવાનની યાત્રા પરંપરા અનુસાર જ નીકળે. પરંતુ વહીવટી તંત્ર જે આદેશ આપશે તેનું પાલન કરવામાં આવશે.