થનગનાટ:સુરતની શેરીઓમાં ચાર ચાંદ લગાવવા ખેલૈયાઓની તૈયારી, ડ્રેસ કોડ પ્રમાણે રોજે રોજ શરીર પર ટેમ્પરરી ટેટૂ ચિતરાવશે

સુરત11 દિવસ પહેલા
શેરીમાં રમવા માટે ખેલૈયાઓ દ્વારા ટેટૂ સહિતની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.
  • ગરબા કરતાં ખેલૈયાઓની સાથે માતાજીના ટેટૂ ખેલૈયાઓમાં ફેવરીય બન્યા
  • ગત વર્ષે નવરાત્રિ ન રમી શકનારા ખેલૈયાઓ આ વર્ષે મનમૂકીને ગરબે રમશે

આજથી નવરાત્રીના તહેવારનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ગત વર્ષે ખેલૈયાઓ ગરબે ઘૂમી શક્યા નહોતા. જો કે આ વખતે શેરી ગરબાની મંજૂરી મળી છે. જેથી ખેલૈયાઓ મનમૂકીને ગરબે ઘૂમવા પણ આખરી તૈયારી કરી ચૂક્યા છે. ખેલૈયાઓએ રોજ રોજ શેરીમાં ચાર ચાંદ લગાવી દેવા માટે અવનવા આયોજનો કર્યા છે. જેમાં રોજ રોજના ડ્રેસ પ્રમાણે ટેમ્પરરી ટેટૂ પણ ચિતરાવીને ગરબે રમવાનું આયોજન કર્યું છે.

રોજ રોજ ડ્રેસ મુજબ ટેટૂ ચિતરાવવામાં આવશે તેમ ખેલૈયા કહી રહ્યાં છે.
રોજ રોજ ડ્રેસ મુજબ ટેટૂ ચિતરાવવામાં આવશે તેમ ખેલૈયા કહી રહ્યાં છે.

મેકઅપ માટે આયોજન
ગરબા રસિયાઓને બે વર્ષ બાદ આ વર્ષે ગરબા રમવા મળશે. જેથી કરીને ગરબા પહેલાની પૂર્વ તૈયારીઓ શરૂ કરી દીધી છે. પૂર્વ તૈયાયરીઓમાં ગરબા રસિયાઓ પાર્લરમાંજઈ જાત જાતની વસ્તુઓ કરાવતા નજરે ચડ્યા છે. હવે તો ફક્ત છોકરીઓ જ નહી પરંતુ છોકરાઓ પણ પોતાનું મેકઓવર કરાવતા હોય છે. જેથી કરીને તેમનો પણ વટ પડે. નવરાત્રીના જ્યારે હવે ગણીને બે દિવસ બાકી રહ્યા છે, તેવામાં શહેરની યુવતીઓ પાર્લરમાં મેકઅપ, હેર સ્ટાઇલ, ટ્રેન્ડી લૂક મળે તે માટે આઈ લાઈનર, મસ્કારા, લિપસ્ટિક વગેરે જેવી કરાવતી નજરે ચડી છે.

એક વર્ષના ગેપ બાદ રમવાનુ હોવાથી યુવાનોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
એક વર્ષના ગેપ બાદ રમવાનુ હોવાથી યુવાનોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ડ્રેસ પ્રમાણે ટેટૂ
આ વખતે ખેલેયાઓએ ગરબાની સાથે સાથે સામાજિક સંદેશો પણ આપવાની તૈયારીઓ કરી છે. જેમાં ખેલેયાઓએ પોતાના શરીર પર અવનવા સૂત્રોવાળા ટેટૂ બનાવીને લોકો સમક્ષ સંદેશો પાઠવ્યા હતા.માતાજીની આરાધનાના પર્વ નવરાત્રીની શરૂઆત સાથે તહેવારોની મોસમ પણ શરૂ થઈ ચૂકી છે. નવરાત્રીના નવ દિવસ ખેલેયાઓ ગરબાની ધૂમ મચાવશે. અવનવા રંગબેરંગી ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને માતાજીના ગરબે ઘમુશે. પોતાના ટ્રેડિશનલ ચણિયાચોળી પર ખેલેયાઓ અવનવા ટેટૂ પણ ચીતરાવતા હોય છે પરન્તુ આ વખતે ખેલૈયાઓએ સમાજને એક સંદેશો મળે તેવા ટેટૂ ચિતરાવ્યાં હતા.

આ વર્ષે સામાજિક સંદેશાની સાથે માતાજીના ટેટૂનો ક્રેઝ જોવા મળી રહ્યો છે.
આ વર્ષે સામાજિક સંદેશાની સાથે માતાજીના ટેટૂનો ક્રેઝ જોવા મળી રહ્યો છે.

માતાજીના ટેટૂ વધારે બની રહ્યાં છે
ટેટૂ આર્ટિસ્ટ હિરેન ગોયાણી કહે છે કે આ વખતે મોટાભાગના યંગસ્ટર્સ દ્વારા માતાજીના ટેટૂ અને ખેલૈયાઓના ટેટૂ વધારે ચીતરાવી રહ્યાં છે. સાથે એક ભારત શ્રેષ્ઠ ભારત, સે નો ટુ પ્લાસ્ટિક, ટ્રાફિક રુલ અંગેના" જેવા ઘણા પ્રકારના ટેટૂ પોતાના શરીર પર ચિતરાવ્યાં છે. યંગસ્ટર્સની સખ્યાં ટેટૂ બાબતે વધુ રહી હતી. ખેલૈયાઓ પ્રતિદિન અલગ અલગ ટેટૂ કરાવતા હોય છે. આ ટેટૂ ટેમ્પરરી હોવાથી આની કોઈ સાઈડ ઇફેક્ટ પણ નથી હોતી. આ સિવાય ગરબા રમતા દાંડિયા વાળા ટેટૂની પણ ડિમાન્ડ હોય છે.